ફરી બેઈમાની પર ઉતરી આવ્યા સ્ટીવ સ્મિથ, ભારતીય ટીમને હરાવવા માટે ક્રિઝ પર કરી આવી હરકત

ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથએ ફરી એકવાર મેચ દરમિયાન બેઈમાની પર ઉતરી આવ્યા હતાં કારણ કે તેમની ટીમ મેચ જીતી શકે. ભારતની સાથે ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન સ્ટીવ સ્મિથ બેઈમાની કરતા પકડાઈ ગયા છે. હકીકતમાં મેચની ચોથી ઇનિંગ્સ દરમિયાન જ્યારે ડ્રિંક્સ બ્રેક થયો હતો તો ઋષભ પંત પીચ છોડીને પાણી પીવા માટે ચાલ્યા ગયા હતાં. આ વાતનો ફાયદો ઉઠાવીને સ્ટીવ સ્મિથે પોતાના શૂઝથી પીચને નુકસાન પહોંચાડ્યું. જોકે આ હરકત સ્ટંમ્પસમાં લગાવવામાં આવેલ કેમેરામાં કેદ થઈ ગઈ. જેના કારણે સ્ટીવ સ્મિથની બેઈમાની સામે આવી ગઈ.

સામે આવેલા વીડિયોમાં જોવા મળે છે કે સ્ટીવ સ્મિથ સ્ટંમ્પસ સુધી ગયા અને તેમણે પાછળ ફરીને પંતનાં ક્રિઝ પર લગાવવામાં આવેલ ગાર્ડના નિશાનને હટાવી દીધું. જોકે આ દરમિયાન તેમનો ચહેરો જોવા મળ્યો નહી પરંતુ સ્ટંમ્પસમાં લગાવવામાં આવેલ કેમેરામાં તેમની જર્સીનો નંબર કેદ થઈ ગયો હતો.

વળી મેચ જીતવા માટે સ્ટીવ સ્મિથની તરફથી કરવામાં આવેલી આ હરકત માટે તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને બેઈમાન જણાવી રહ્યા છે અને લખી રહ્યા છે કે જે એકવાર બેઈમાની કરે છે તે વારંવાર બેઈમાની કરે જ છે. જ્યારે એક અન્ય યુઝર્સે લખ્યુ કે, પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી ચેમ્પિયન હતાં અને હવે બેઈમાન છે.

સ્ટીવ સ્મિથની આ હરકત પર ભારતના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની પ્રતિક્રિયા પણ આવી છે અને તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો પોસ્ટ કરતા લખ્યુ છે કે, બધું જ અજમાવી લીધું, સ્મિથે પંતનો ગાર્ડ પણ હટાવી દીધો. પરંતુ તેમ છતાં પણ કંઈ કામ ના આવ્યું. ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારાના. મને પોતાની ભારતીય ટીમના પ્રયાસ પર ગર્વ છે, મારી છાતી ગર્વથી ફુલાઈ ગઈ છે.ખેલાડી આકાશ ચોપડાએ આ ઘટના પર લખ્યું કે શુઝ ઘણી ચીજો માટે ઉપયોગમાં લઇ શકાય છે. વિપક્ષી ટીમના બેટ્સમેનનાં ગાર્ડને દૂર કરવા માટે પણ.

હકીકતમાં આ પહેલા પણ સ્ટીવ સ્મિથે આવી જ એક હરકત કરી હતી. તેમણે મેચ જીતવા માટે બોલ સાથે છેડછાડ કરી હતી. આ બેઈમાનીનાં લીધે તેમને સજા પણ આપવામાં આવી હતી અને તેમના પર ૧ વર્ષ માટે બૈન લગાવી દેવામાં આવ્યો હતો.

સાથે જ તેમની પાસેથી કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી.તેમણે ઇંગ્લેન્ડની વિરુદ્ધ ચાલી રહેલી એક મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કર્યું હતું. વળી ફરી એકવાર તેમણે બેઈમાની કરીને મેચ જીતવાની કોશિશ કરી છે.