આમિર ખાન બોલિવૂડના એકમાત્ર એવા કલાકાર છે જે મિસ્ટર પરફેક્ટનિષ્ટના નામથી જાણીતા છે. આમિર ખાનની દરેક ફિલ્મ સુપરહિટની ગેરંટી હોય છે. તે દર વર્ષે એક જ ફિલ્મ કરે છે અને તે ફિલ્મ સુપરહિટ થઈને કરોડો રૂપિયા કમાતી હોય છે. આમિર ખાન બોલિવૂડના એક એવા કલાકાર છે જેમની ફિલ્મોની રાહ ફક્ત દર્શકો જ નહી પરંતુ બોલિવૂડના કલાકારો પણ જોતા હોય છે.
જણાવી દઈએ કે આમિર ખાને કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા છે તેમના પહેલા લગ્ન રીના દત્ત સાથે વર્ષ ૧૯૮૬ માં થયા હતા. રીનાથી તેમને બે બાળકો છે. જેમનું નામ જુનૈદ અને ઈરાખાન છે.
ઇરાખાન હાલના દિવસોમાં તો પોતાની ગ્લેમરસ ફોટોઝ શેર કરીને સતત ચર્ચામાં બનેલી છે. તેવામાં હાલમાં જ ઈરા ખાનનું લેટેસ્ટ ફોટો શૂટ સામે આવ્યું છે. જેમાં તેમણે લાલ કલરનું ગાઉન પહેર્યું છે.
આ ગાઉનમાં ઈરાખાન ખૂબ જ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સને પણ આ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે ઈરાખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દર બીજા દિવસે તે પોતાનો ફોટો શેર કરતી રહે છે. અમુક ફેન્સ તો ઇચ્છે છે કે ઈરાખાન ખૂબ જ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરે.
ઇરાખાને ફોટોશૂટમાં પોતાના રૂપથી લોકોને પોતાની સુંદરતાના દિવાના બનાવી દીધા છે. તસવીરોમાં જોઇ શકો છો કે તેમના વાળ ખુલ્લા છે અને લાલ રંગની લિપસ્ટિક તેમના પર ખુબ જ સુંદર લાગી રહી છે.
આ પહેલી વાર એવું નથી કે ઇરાખાનની આ પ્રકારની ગ્લેમરસ તસવીરો વાયરલ થઈ છે. આ પહેલા પણ તેમના ઘણા હોશ ઉડાવી દેનાર ફોટોશૂટ વાયરલ થઈ ચૂક્યા છે.
થોડા સમય પહેલાં ઇરાખાનની પોતાના પિતા આમિર ખાન સાથે એક તસવીર વાયરલ થઈ હતી. જેના માટે તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.
હકીકતમાં તે તસવીરમાં તે પોતાના પિતા આમીરખાનની ઉપર શોર્ટ ડ્રેસ પહેરીને બેઠી હતી અને આ તસવીર ફેન્સને પસંદ આવી નહી. જેના કારણે તેમને ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું હતું.