ગુજરાતનાં રાજકોટનાં ખેડુતનાં પુત્રએ ધોરણ-૧૦ ની પરીક્ષામાં ૯૯.૯૯ પીઆર સાથે ટોચનું સ્થાન મેળવ્યું

Posted by

રાજકોટનો રહેવાસી રૂદ્ર ગામી એ ગુજરાત બોર્ડનાં ધોરણ-૧૦ ના પરિણામમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓએ પરિણામમાં સારો દેખાવ કર્યો હતો. રાજકોટથી ટોપ પર રહેલા રૂદ્ર ગામી એ ધોરણ-૧૦ માં ૯૯.૯૯ પીઆર મેળવ્યા હતાં. ગરીબ પરિવારમાંથી આવતો હોવા છતાં પણ તે અભ્યાસ પ્રત્યે ખુબ જ ઉત્સાહી રહ્યો હતો. રુદ્ર એ સખત મહેનત કરીને અને બધાને પાછળ છોડીને આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

રુદ્રના પિતા રાજકોટમાં નોકરી કરે છે અને ગામમાં ખેતીનું કામ પણ કરે છે. પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીનો માહોલ છે. સ્વજનો અને મિત્રો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. વાતચીત કરતા રુદ્રએ જણાવ્યું હતું કે, “હું ખુબ જ સાધારણ પરિવારમાંથી આવું છું. મારા પિતા ખેતરમાં કામ કરતા હોવા છતાં પણ મારા અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખ્યું હતું.

રુદ્ર એ કહ્યું કે તેમના આર્થિક શિક્ષણને ધ્યાનમાં રાખીને શાળા વહીવટીતંત્રે તેમને મફત શિક્ષણ આપ્યું હતું. મેં શરૂઆતથી જ ખુબ જ સખત મહેનત કરી હતી. સ્કુલનાં સમય ઉપરાંત તે ઘરે સતત અભ્યાસ પણ કરતો હતો. સાથે જ રુદ્ર એ એમ પણ કહ્યું હતું કે તેને અભ્યાસમાં હંમેશા પોતાના શિક્ષકોની મદદ મળી છે. તેણે પોતાની જીતનો તમામ શ્રેય તેના શિક્ષકો અને માતા-પિતાને આપ્યો છે.

રુદ્ર એ કહ્યું કે તે આઈઆઈટીમાં અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માંગે છે. તેણે કહ્યું કે, “અત્યાર સુધી મારા પિતા અને પરિવારે મને ખુબ જ સપોર્ટ કર્યો છે અને જો હું આગામી દિવસોમાં પણ આ રીતે સફળતા હાંસલ કરતો રહીશ તો હું એક દિવસ મોટી સફળતા જરૂર હાંસલ કરીશ.

રૂદ્રના પિતા જીતેન્દ્રભાઈ ગામીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને રાજકોટની ખાનગી ઓફિસમાં ખેતીનું કામ કરું છું. આજે સમગ્ર ગુજરાત બોર્ડમાં મારો પુત્ર ૯૯.૯૯ ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યો છે. હું આજે ખુબ જ ખુશ છું. તેમનાં પિતા સોમનાથ જિલ્લાના તાલાલામાં ખેતી કરતાં હતાં.

રૂદ્ર ગામીએ ધોરણ ૧૦ માં ૯૯.૯૯ પીઆર અને ૯૬.૬૬ ટકા મેળવીને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. રૂદ્રના પિતા ખેડુત હોવા છતાં પણ તેમણે દરેક સુવિધા પોતાના પુત્રને આપી હતી. તેમણે રાજકોટમાં ભાડાનું મકાન લીધું હતું અને પુત્રને ભણાવવા માટે કારખાનામાં કામ કર્યું હતું. જોકે આજે તેમના પુત્રએ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવીને તેમનાં પરિવારનું ગૌરવ વધાર્યું છે.