ફેશનનાં ચક્કરમાં “ઉપ્સ મોમેન્ટ” નો શિકાર થઇ ગઇ શ્રદ્ધા કપુર, પહેર્યો એટલો ટુંકો ડ્રેસ કે પોતાનાં હાથથી બચાવવી પડી ઈજ્જત

Posted by

હિન્દી સિનેમાનાં મશહુર વીલેન શક્તિ કપુરની લાડલી દિકરી શ્રદ્ધા કપુર પોતાનાં પિતાની જેમ જ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ કમાવવામાં સફળ રહી છે. પોતાનાં અત્યાર સુધીનાં કરિયરમાં તે ઘણી સુપરહીટ ફિલ્મોમાં નજર આવી ચુકી છે. શ્રદ્ધા કપુર સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તેમની ફેન ફોલોઈંગ પણ ખુબ જ વધારે જોવા મળે છે.

આજ કારણ છે કે તેમની સાથે જોડાયેલી તસ્વીરો અને વીડિયો તરત જ વાયરલ થઈ જાય છે. શ્રદ્ધા કપુર પોતાની સુંદરતા સિવાય પોતાનાં શાનદાર ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. આ જ કારણ છે કે તેમને ફેન્સ ખુબ જ પસંદ કરે છે. શ્રદ્ધા કપુરે પોતાની માસુમિયત થી પણ લોકોની વચ્ચે સારી ઓળખાણ બનાવી છે. અભિનેત્રી સલવાર શુટ થી લઈને ટુંકા કપડાનો પોતાનાં ડ્રેસિંગ સેન્સમાં ઉપયોગ કરે છે.

પરંતુ ઘણીવાર તે પોતાના કપડાનાં લીધે ઉપ્સ મોમેન્ટનો પણ શિકાર થઈ જાય છે. આજે અમે એક એવા જ જુનાં વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અભિનેત્રી કઈ રીતે પોતાને ઉપ્સ મોમેન્ટ થી બચાવવા માટે પોતાનાં હાથની મદદ લેતી નજર આવી રહી છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અભિનેત્રીએ શાનદાર ફ્લોરલ પ્રિન્ટેડ બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Sandesh (@viralsandesh)

જેમાં તે ખુબ જ સુંદર નજર આવી રહી છે. આ દરમિયાન તેમની સાથે અભિનેતા રિતેશ દેશમુખ અને ટાઇગર શ્રોફ નજર આવે છે. આ દરમિયાન તમામ કલાકારો એન્જોય કરતા પણ જોવા મળે છે પરંતુ જેવી જ અભિનેત્રી શ્રદ્ધા કપુર કેક કાપવા માટે નીચે તરફ વળે છે તો તેમનો લુઝ ડ્રેસ તેમને દગો આપી દે છે. તે પોતાને ઉપ્સ મોમેન્ટ થી બચાવવા માટે પોતાનાં હાથનો ઉપયોગ કરે છે પરંતુ આ નજારો કેમેરામાં કેદ થઇ જાય છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.