ફી ના મામલામાં હીરોથી પાછળ નથી રહી બોલિવૂડની આ હસીનાઓ, વસૂલે છે કરોડો રૂપિયા

Posted by

બોલિવૂડમાં હીરો જેટલા ખાસ હોય છે એટલી જ ખાસ હોય છે ફિલ્મની હિરોઈનો. પરંતુ ફી નાં મામલામાં હીરો હંમેશા આગળ નીકળી જાય છે. બોલિવૂડની અભિનેત્રીઓ પોતાની દમદાર અદાકારી અને સુંદરતાથી લોકોના દિલો પર રાજ કરતી હોય છે પરંતુ હંમેશા તેમને હીરો થી ઓછી ફી મળતી હોય છે. જોકે હવે પરિસ્થિતિ પહેલાથી વધારે બદલાય ચૂકી છે.

બોલિવૂડમાં અમુક હિરોઈન એવી પણ છે જેમને હીરોના બરાબર અને ક્યારેક ક્યારેક તો હીરો થી પણ વધારે ફી મળે છે. એટલું જ નહીં આ અભિનેત્રીઓને ઘણીવાર પોતાની ફિલ્મો ચલાવવા માટે હીરો ની પણ જરૂર પડતી નથી અને પોતાના દમ પર તે ફિલ્મો ચલાવી લેતી હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે બોલિવૂડની એ કઈ હિરોઈન છે જે હીરો જેટલી ફી વસૂલ કરે છે.

કંગના રનૌત

બોલીવુડની ક્વીન કંગના રનૌત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. કંગના પોતાના બિન્દાસ સ્વભાવ માટે તો જાણીતી જ છે સાથે જ તેમની ફિલ્મો પણ બોલિવૂડમાં ખૂબ જ ધમાલ મચાવે છે. એટલું જ નહીં તે બોલિવૂડની એક એવી અભિનેત્રી છે જેમણે હજુ સુધી એક પણ ખાન સાથે કામ કર્યું નથી અને પોતાના દમ પર ફિલ્મો હિટ કરાવી છે. પરંતુ આ વર્ષે કંગનાની ફિલ્મો કંઇ ખાસ કમાલ બતાવી શકી નથી પરંતુ તેમ છતાં પણ ફેન્સનો પ્રેમ તેમના માટે ઓછો થયો નથી. ખબરોનું માનીએ તો કંગનાએ પોતાની ફિલ્મ મણિકર્ણિકા માટે ૧૪ કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો.

કેટરીના કૈફ

બોલિવૂડની બાર્બી ગર્લ કેટરીના કૈફ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના હુન્નર અને સુંદરતાથી દરેક વ્યક્તિને પોતાના દિવાના બનાવી દીધા છે. પાછલા ઘણા સમયથી કેટરીના કૈફ ની ફિલ્મો હિટ થઇ રહી નથી પરંતુ તેમની ફેન ફોલોઈંગમાં કોઈ કમી આવી નથી. કેટરીના ટાઈગર જિંદા હૈ, નમસ્તે લંડન, મેરે બ્રધર કી દુલ્હન, જબ તક હૈ જાન, મૈંને પ્યાર કીયા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કેટરિના પોતાની દરેક ફિલ્મમા ૮ થી ૯ કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે.

આલિયા ભટ્ટ

રાજી અને હાઈવે જેવી ફિલ્મોથી પોતાની એક્ટિંગના હુનર બતાવવા વાળી આલિયા ભટ્ટ એ ખૂબ જ ઓછા સમયમાં જ પોતાની પ્રતિભાથી લોકોને પોતાના ફેન બનાવી લીધા છે. આલિયા ભટ્ટ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ માંથી એક છે અને તેમની ગણતરી બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં થાય છે. આલિયાએ બદ્રીનાથ કી દુલ્હનિયા, રાજી, ઉડતા પંજાબ, ગલી બોય, ડિયર જિંદગી જેવી હિટ ફિલ્મો આપી છે. આલિયા ભટ્ટ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને લઈને ચર્ચામાં છે. તેના માટે આલિયાએ મોટી ફી ચાર્જ વસૂલ કરી છે. વળી ખબર છે કે ફિલ્મ રાજી માટે આલિયા એ ૧૦ કરોડ રૂપિયા જેટલી ફી વસૂલી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા ખૂબ જ લાંબા સમયથી પડદા પરથી ગાયબ છે પરંતુ તે આજે પણ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. અનુષ્કાની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વધારે છે. ખબરનું માનીએ તો અનુષ્કા એક ફિલ્મ માટે ૬ થી ૭ કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે. જણાવી દઈકે અનુષ્કા હાલના દિવસોમાં પ્રેગ્નેન્ટ છે અને તે ઘર પર જ સમય પસાર કરી રહી છે.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડની દેશી ગર્લ અને ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપડા એ જમીનથી લઇને આકાશ સુધીની સફર પોતાના દમ પર કરી છે. તેમણે બોલિવૂડમાં તો પોતાની પ્રતિભા બતાવી જ છે સાથે જ હોલિવૂડમાં પણ પોતાનું હુન્નર બતાવ્યું છે. પ્રિયંકા પોતાની દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. ખબરોની માનીએ તો પીસી એ ફિલ્મ ધ સ્કાઇ ઈઝ પીંક માટે ૧૨ કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી હતી.

દિપીકા પાદુકોણ

બોલિવૂડની મસ્તાની દિપીકા પોતાની દરેક ફિલ્મ માટે મોટી ફી ચાર્જ કરે છે. તે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે. ખબરોનું માનીએ તો દિપીકાને ફિલ્મ પદ્માવત માટે ૧૧ કરોડ રૂપિયા મળ્યા હતા. આ ફિલ્મની સફળતા પછી તેમણે પોતાની ફી માં વધારો કર્યો છે અને તે પોતાની દરેક ફિલ્મ માટે ૧૧ થી ૧૨ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *