આજે એકાદશીનાં દિવસે કુતરાને ખવડાવી દો આ વસ્તુ, પિતૃઓ થશે પ્રસન્ન, બની જશો કરોડપતિ

Posted by

આજકાલ તમે જોયુ હશે કે લોકો પોતાનાં ઘરમાં કુતરાને પાળવામાં વધારે રસ લેવા લાગ્યાં છે. આ ચલણ છેલ્લા થોડા સમયથી ખુબ જ વધી ગયું છે. કુતરાને એક સારી બુદ્ધિવાળુ પ્રાણી માનવામાં આવે છે. કુતરાને મનુષ્યનો સૌથી સારો સાથી પણ માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર કુતરાને ભૈરવ ભગવાનની સવારી માનવામાં આવે છે. સાથે જ કુતરાને શનિ અને કેતુનું પ્રતીક પણ માનવામાં આવે છે. કુતરા પાળવા અને તેને રોટલી ખવડાવવી તમારા માટે કેટલું ફાયદાકારક હોય શકે છે, તેનાં વિશે જાણીને તમને ખબૂ જ આશ્ચર્ય થશે. તો ચાલો જાણી લઈએ કે કુતરાને રોટલી ખવડાવવાથી શું-શું ફાયદાઓ થઈ શકે છે.

આકસ્મિક મૃ-ત્યુથી બચાવે

માન્યતા અનુસાર કુતરાને કાળભૈરવની સવારી માનવામાં આવે છે અને જો તમે કુતરાને ખવડાવો છો તો કાળભૈરવ પ્રસન્ન થાય છે, જેનાં કારણે તમારી ઉપર આકસ્મિક મૃ-ત્યુનું જોખમ રહેતું નથી.

કાળા કે સફેદ કુતરાને ખવડાવો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુતરાને શનિ અને કેતુનું પ્રતીક માનવામાં આવે છે. જેની કુંડળીમાં આ બંને ગ્રહ પ્રભાવિત હોય છે, તેમણે ગ્રહ શાંતિ માટે કાળા કે સફેદ કુતરાને ખવડાવવું ફાયદાકારક હોય છે.

કાલસર્પ દોષ માં લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેમણે પોતાનાં ઘરમાં કાળું કુતરું પાળવું જોઈએ.

પિતૃ શાંતિ માટે

માન્યતા અનુસાર પિતૃ શાંતિ માટે જો કાળા કુતરાને મીઠી રોટલી ખવડાવવામાં આવે તો લાભ મળે છે. દરરોજ કુતરાને બે ટાઈમ રોટલી ખવડાવવાથી તમારું નસીબ ચમકી શકે છે. એટલા માટે દરરોજ કુતરાને રોટલી જરૂર ખવડાવો.

સંતાન સુખ માટે

માન્યતા અનુસાર જે દંપતિને સંતાન સુખ મળી રહ્યું નથી, તેમને કાળા કુતરા પાળવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી લાભ મળે છે. સાથે જ સંતાનનાં સ્વાસ્થ્ય માટે પણ કુતરા પાળવા શુભ માનવામાં આવે છે.

કરજમાંથી મુક્તિ

સવાર-સાંજ કાળા કુતરાને રોટલી ખવડાવવાથી કરજ માંથી મુક્તિ મળે છે. એવી માન્યતા છે કે કુતરા પોતાનાં માલિક પર આવનારા સંકટને પોતાની ઉપર લઇ લે છે. સાથે જ કુતરાઓ પાળવાથી પ્રેત વિઘ્નનું સંકટ પણ નથી રહેતું.