ફિલ્મ “કલ હો ના હો” ની આ ક્યુટ બાળકી હવે થઈ ગઈ છે મોટી, સુંદર હોવા છતાં પણ એક્ટિંગ છોડીને વેચી રહી છે સાબુ

Posted by

વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ “કલ હો ના હો” માં પ્રીતિ ઝિન્ટાની નાની બહેન જીયાનું પાત્ર ભજવવા વાળી ક્યુટ બાળકી તમને યાદ હશે. હવે તે ૨૪ વર્ષની થઇ ચૂકી છે. આ ફિલ્મને રિલીઝ થયાના ૧૭ વર્ષ થઈ ચૂક્યા છે અને આટલા વર્ષોમાં તેમનો લુક પણ ખૂબ જ બદલાઈ ગયો છે. આ બાળકીનું રીયલ નામ જનક શુક્લા છે. જનક હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે અને હવે તેમને ઓળખવી પણ મુશ્કેલ થઈ ગઈ છે.

જનકની માતા સુપ્રિયા શુક્લા એક ટીવી એક્ટ્રેસ છે. હાલમાં જ તેમણે પોતાની દિકરીના કરિયર અને વર્તમાનમાં તે શું કરી રહી છે. આ બધી જ વાતોને લઈને ચર્ચા કરી હતી. જનક માટે ટીવીમાં કામ કરવું એટલું મુશ્કેલ ના હતું કારણકે તેમના માતા-પિતા બન્ને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેમને પહેલો બ્રેક બેંકના વિજ્ઞાપનમા મળ્યો હતો. તેમણે તેમાં એટલો સારો અભિનય કર્યો હતો કે તેમને બેસ્ટ એડવર્ટાઈઝમેન્ટ ઓફ ધ યરનો પુરસ્કાર પણ મળ્યો હતો.

ત્યારબાદ તેમણે “કરિશ્મા કા કરિશ્મા” નામનો ટીવી શો મળ્યો. જે સુપરહિટ રહ્યો. ત્યારે જનક ફક્ત ૭ વર્ષની હતી. જનકનાં અનુસાર તેમને એક્ટિંગ કોઈ મુશ્કેલ કામ લાગતું નથી. તેમના માટે સેટ પર જવું અને અભિનય કરવો એક મસ્તી જેવું લાગતું હતું.

વર્ષ ૨૦૦૩માં તેમને “કલ હો ના હો” જેવી મોટી ફિલ્મ મળી હતી. તેના સિવાય હોલિવૂડની ફિલ્મ “વન નાઇટ વિથ કિંગ” ની પણ ઓફર મળી હતી. જનકનું એક્ટિંગ કરિયર ખૂબ જ સારું ચાલી રહ્યું હતું પરંતુ તેમના માતા-પિતા ઈચ્છતા હતા કે પહેલા તે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લે બાદમાં તેમને જે મનમાં હોય તે કામ કરે.

જનકને હિસ્ટ્રીમાં દિલચસ્પી હતી જેના લીધે તેમણે આર્કિયોલોજીમાં માસ્ટર કર્યું. બાળપણમાં તે મોટી થઈને એક્ટ્રેસ બનવા માંગતી હતી પરંતુ મોટી થવા પર તેમને સમજાયું કે એક્ટિંગ એટલું સરળ કરિયર ઓપ્શન પણ નથી.

તે પોતાની મમ્મીને દિવસ-રાત સૂટ કરતા જોતી હતી ત્યારે તેમને સમજાઇ ગયું કે તે કેટલું મુશ્કેલ કામ છે. જોકે તે કામને લઈને ક્યારેય પણ તણાવ મહેસૂસ કરતી નથી. પરંતુ તેમણે એક્ટિંગને ક્યારેય પણ લાંબા કરિયરના રૂપમાં જોયું નથી.

તે જણાવે છે કે તે એક એવું કરિયર છે જ્યાં એક દિવસ કોઈ તમારી જગ્યા લઈ જ લેશે. જોકે હાલમાં તો તે બિઝનેસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરી રહી છે. જનકએ પોતાનો સાબુ બનાવવાનું કામ પણ શરૂ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jhanak Shukla (@jhanakshukla)

હાલમાં તે આ બિઝનેસ પર ફોકસ કરી રહી છે. જો તે સફળ રહી હતો તે બાકીનું જીવન પહાડોમાં જઈને પસાર કરવા માંગે છે. તેમને લાગે છે કે જીવનમાં ક્યારે શું થઈ જાય તેના વિશે કંઈ કહી શકાય નહી તેથી તે પોતાના જીવનને ફુલ એન્જોય કરી લેવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Jhanak Shukla (@jhanakshukla)

જનકને આપણે બધા જ કુમકુમ ભાગ્ય, સોનપરી અને કરિશ્મા કા કરિશ્મા જેવા પોપ્યુલર ટીવી શો માં જોઈ ચૂક્યા છીએ. ફિલ્મમાં તે “કલ હો ના હો” સીવાય “બ્લેક” માં પણ નજર આવી ચૂકી છે. તે એક્ટિંગથી તંગ આવી ચૂકી છે અને ભવિષ્યમાં હેરેસમેન્ટનો શિકાર થતી મહિલાઓ માટે NGO ખોલવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *