ફિલ્મમાં કિસ કરતા સમયે બેકાબૂ થઈ જતા હતા વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા જીવ બચાવીને ભાગી હતી

વિનોદ ખન્ના વીતેલા જમાનાના જાણીતા અભિનેતા હતા પરંતુ આજે તે આપણી વચ્ચે નથી. વર્ષ ૨૦૧૭માં તેમનું કેન્સરના લીધે નિધન થઈ ગયું હતું. તેમણે પોતાના કરિયરની શરૂઆત વિલન તરીકે કરી હતી પરંતુ બાદમાં તે હીરોનો રોલ કરવા લાગ્યા હતા અને હિટ થઈ ગયા હતા. જ્યારે તે મોટા પડદા પર આવતા હતા તો લોકો તાળીઓ પાડવા લાગતા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં લગભગ ૧૫૦ ફિલ્મો કરી છે.

વિનોદ ખન્ના પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાનાં અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતાં હતાં. ખાસ કરીને ફિલ્મનાં સેટ પર હિરોઈન સાથે કિસિંગ સીનને લઈને તે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તેવામાં આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જ્યારે તે ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતને કિસ કરતા સમયે બેકાબુ થઇ ગયા હતા.

માધુરીને કિસ કરતા સમયે હોઠ ભરી લીધું હતું બટકું

માધુરી દીક્ષિત અને વિનોદ ખન્નાએ સાથે “દયાવાન” ફિલ્મ કરી હતી. તેમનો એક કિસ સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ સીનમાં વિનોદએ માધુરીના હોઠ પર કિસ કરવાની હતી તેવામાં જ્યારે તેમણે તે સીન આપ્યો તો તે બેકાબૂ થઈ ગયા હતા. પરિસ્થિતિ એ હતી કે તેમણે માધુરીના હોઠ પર એ રીતે બટકું ભરી લીધું હતું કે તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ સીન કર્યા બાદ માધુરીને ઘણા લોકોની આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો.

ડિમ્પલ કાપડિયાને જોતા જ થઇ ગયા હતા બેકાબૂ

ફક્ત માધુરી જ નહી પરંતુ ડિમ્પલ કાપડિયાની સાથે પણ એક રોમેન્ટિક સીન કરતા સમયે વિનોદ ખન્ના બેકાબૂ થઈ ગયા હતા. તે “પરમ ધરમ” ફિલ્મની વાત છે. તેને મહેશ ભટ્ટે ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં એક કિસિંગ સીન હતો. મહેશ ભટ્ટે એક્શન બોલતાની સાથે જ વિનોદ ખન્ના અક્ષય કુમારની સાસુ ડિમ્પલ કાપડિયાને પકડીને કિસ કરવા લાગ્યા હતા.

બાદમાં જ્યારે મહેશ ભટ્ટના કટ કહેવા છતાં પણ તે રોકાયા નહી અને ડિમ્પલને કિસ કરતા રહ્યા. તેવામાં ડિમ્પલ ગભરાઈ ગઈ હતી અને તેમણે પોતાને વિનોદની પકડમાંથી છોડાવી હતી. ત્યારબાદ તે ડરીને મેકઅપ રૂમમાં છુપાઈ ગઈ હતી. વિનોદની આ હરકતથી ડિમ્પલ ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. તેમણે આગળનું શૂટિંગ કરવાથી પણ મનાઈ કરી દીધી હતી, જોકે બાદમાં મહેશ ભટ્ટ એ તેમની માફી માંગીને તેમને મનાવી લીધી હતી. માધુરી અને ડિમ્પલ બંને અભિનેત્રીઓ સાથે વિનોદની ઘણી બોલ્ડ તસવીરો અને વીડિયો આજે પણ ઇન્ટરનેટ પર વાયરલ છે.