ફિલ્મનાં શૂટિંગ દરમિયાન કટ બોલવા છતાં પણ પાગલની જેમ એકબીજાને કિસ કરતા રહ્યા હતાં દિપીકા-રણવીર

બોલિવૂડમાં દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ખૂબ જ ફેમસ છે. આ કપલની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી રહે છે. ફેન્સ તેમને “દિપવિર” પણ કહે છે. બંનેએ વર્ષ ૨૦૧૮માં ૧૪ અને ૧૫ નવેમ્બરનાં રોજ ઇટલીમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમના લગ્નના ૩ રિસેપ્શન પણ થયા હતા.

લગ્ન કરતા પહેલા દિપીકા-રણવીર એકબીજાની સાથે ૬ વર્ષ સુધી લીવઈન રિલેશનશિપમાં રહ્યા હતાં. તેમના પ્રેમની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ “ગોલિયો કી રાસલીલા-રામલીલા” માંથી થઈ હતી. આ ફિલ્મમાં બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં બંનેની હોમ સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ જબરદસ્ત રહી હતી.

આ ફિલ્મ સાથે જોડાયેલ એક કિસ્સો પણ ખૂબ જ ફેમસ છે હકીકતમાં આ ફિલ્મમાં એક લવ મેકિંગ સીન હતો. રણવીર અને દિપીકાએ આ સીનને ખૂબ જ પેશન સાથે કર્યો હતો. હવે દિલચશ્પ વાત એ રહે છે કે જ્યારે ડાયરેક્ટરે આ સીન ખતમ થયા બાદ કટ કહ્યું તો પણ તે બંને રોકાયા નહી અને બધાની સામે જ એકબીજાને કિસ કરતા રહ્યા.

ત્યાં હાજર રહેલ એક ક્રું મેમ્બર દ્વારા જાણવા મળ્યું કે તે બંને “ગોલિયોં કી રાસલીલા-રામલીલા” ના ગીત “અંગ લગા દે રે” નાં શૂટિંગ દરમિયાન ભાન ભૂલી ગયા હતા. જ્યારે ડાયરેક્ટરના કટ બોલવા છતાંપણ તેમણે એકબીજાને કિસ કરવાનું બંધ કર્યું ના હતું. ત્યાં હાજર રહેલા બધા જ લોકો સમજી ગયા હતા કે તે રિલેશનશિપમાં છે.

“ગોલિયો કી રાસલીલા-રામલીલા” ફિલ્મ વર્ષ ૨૦૧૩માં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. ત્યારબાદ બંને ફાઈન્ડિંગ ફેની, બાજીરાવ મસ્તાની અને પદ્માવત સાથે કામ કર્યું હતું. હવે ખૂબ જ જલ્દી બંને એકવાર ફરીથી રોહિત શેટ્ટીની ફિલ્મ “૮૩” માં નજર આવશે. આ ફિલ્મમાં રણવીર ફેમસ ક્રિકેટર કપિલદેવ જ્યારે દિપીકા તેમની પત્ની બનશે.

કોરોના મહામારીનાં લીધે દિપીકા અને રણવીરને એકસાથે સમય પસાર કરવાની ખૂબ જ સારી તક મળી હતી. હાલમાં જ બંનેના લગ્નની બીજી એનિવર્સરી પણ હતી. જોકે કોરોનાનાં લીધે તે તેને સેલિબ્રેટ કરવા માટે જઈ શક્યા નહી. જણાવી દઈએ કે લગ્નની પહેલી એનિવર્સરી પર આ કપલ તિરુપતિ દર્શન કરવા માટે ગયા હતા.

થોડા દિવસો પહેલાં જ દિપીકાનું ડ્રગ્સ કેસમાં પણ નામ જોડાયું હતું. તેમના પર પોતાની મેનેજર પાસેથી ડ્રગ્સ મંગાવવાનો આરોપ લાગ્યો હતો. જોકે આ આરોપની પુષ્ટિ થઈ શકી નહોતી પરંતુ આરોપ લાગ્યા બાદ દિપીકાની ઇમેજ પર નેગેટિવ ઈફેક્ટ જરૂર પડી હતી.