ફિલ્મના શૂટિંગ દરમિયાન માંડ માંડ બચ્યો હતો આ બોલીવુડ સિતારાઓનો જીવ, નંબર ૨ ને તો હોસ્પિટલમાં દાખલ પણ થવું પડેલ

બોલિવૂડ એક્ટર પોતાની ફિલ્મોને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. લોકોના હૃદયમાં જગ્યા બનાવવા માટે અને પોતાની ઓળખ જાળવી રાખવા માટે ઘણા સિતારાઓ ખતરનાક માં ખતરનાક સ્ટંટ કરતા હોય છે. જોકે મોટા ભાગની ફિલ્મોમાં બોડી ડબલની મદદથી સ્ટંટને શૂટ કરવામાં આવે છે પરંતુ અમે વાત કરીશું આજે એ સ્ટાર્સની જેમણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મના સીનને રીયલ બનાવવા માટે સ્ટંટમાં બોડી ડબલની જગ્યાએ પોતે જ સ્ટંટ કર્યો છે. એટલું જ નહીં ઘણા સિતારાઓ આ સ્ટંટના શૂટિંગ દરમિયાન મરતા મરતા પણ બચી ગયા છે.

અનિલ કપૂર

સૌથી પહેલા વાત કરીએ બોલિવૂડના જક્કાસ એક્ટર અનિલ કપૂરની. જણાવી દઈએ કે ફિલ્મ “રૂપ કી રાની ચોરો કા રાજા” માં એક સ્ટંટ કરતા સમયે તેમનો જીવ જતા બચી ગયો હતો. હકીકતમાં આ સીનમાં અનિલ કપૂર હેલિકોપ્ટરમાંથી ટ્રેનમાં દોરડા દ્વારા લટકી રહ્યા હતા પરંતુ ત્યારે અચાનક જ વચ્ચે એક બ્રિજ આવી ગયો હતો.

અમિતાભ બચ્ચન

બોલિવૂડના બાદશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન પણ એકવાર ખતરનાક સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મુકી ચૂક્યા છે. જણાવી દઈએ કે ફિલ્મ “કુલી” ના શૂટિંગ દરમિયાન એક લડાઈવાળા સીન દરમિયાન અમિતાભ એક ટેબલ સાથે ટકરાયા હતા અને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ પણ થઇ ગયા હતા. ત્યારબાદ તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ પણ રહ્યા હતા.

આમિર ખાન

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા આમિરખાન પોતાની દરેક ફિલ્મને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે અને તેના માટે તે જાણીતા પણ છે. જણાવી દઈએ કે ફિલ્મ “ગુલામ” ના શૂટિંગ દરમિયાન એક સ્ટંટ હતો જેમાં આમિર ખાનને ટ્રેનની સામે લગાવવાનો હતો. તે સ્ટંટને કરતાં સમયે આમિર ખાનનો જીવ જતાં જતાં બચી ગયો હતો.

એશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડમાં પોતાની સુંદરતા માટે જાણીતી એશ્વર્યારાય પણ એકવાર એક સ્ટંટ દરમિયાન ગંભીર રૂપથી ઘાયલ થઇ ગઇ હતી. હકીકતમાં ફિલ્મ “ખાખી” ના શૂટિંગ દરમિયાન એશ્વર્યા રાય એક જીપ સાથે ટકરાઇ ગઇ હતી. જેના કારણે તેમને ખૂબ જ ઇજા પહોંચી હતી.

જ્હોન અબ્રાહમ

વાત કરીએ બોલિવૂડના હેન્ડસમ અભિનેતા જ્હોન અબ્રાહમની તો ફિલ્મ “શૂટ આઉટ એટ વડાલા” માં એક સીન હતો. જેમાં અનિલ કપૂરે જોન અબ્રાહમને લગભગ ૪ થી ૫ ફૂટ દૂર નકલી ગોળી ચલાવવાની હતી પરંતુ અનિલ કપૂરે ૧.૫ ફૂટ દૂરથી જ ગોળી ચલાવી દીધી હતી. જેના કારણે જોન અબ્રાહમ મરતાં મરતાં બચી ગયા હતા.

જણાવી દઈએ કે બોલિવૂડ સ્ટારનું ચમકતું જીવન જોઈને એવું જ લાગતું હોય છે કે આપણું પણ આવું જ જીવન હોત. પરંતુ તેના જેવું જીવન જીવવા માટે તેમને પોતાનો જીવ પણ જોખમમાં મુકવો પડતો હોય છે. તે લોકોને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે ત્યારે તે લોકો સ્ટાર બની શકે છે અને લોકોના હૃદયમાં પોતાની જગ્યા બનાવી શકે છે.