ફિલ્મ તેરે નામ માં પાગલનું પાત્ર ભજવનાર યુવતી થઈ ગઈ છે ખૂબ જ બોલ્ડ, તસ્વીરો જોઈને વિશ્વાસ નહીં આવે

Posted by

સલમાન ખાનને બોલિવૂડના સૌથી મોટા સ્ટાર માનવામાં આવે છે. તેમની કોઈપણ ફિલ્મ ૨૦૦ કરોડ રૂપિયાથી ઓછો બિઝનેસ કરતી નથી. જોકે ગયા વર્ષે તેમની એક ફિલ્મ ટ્યૂબલાઇટ મોટા પડદા પર ફ્લોપ ગઇ હતી પરંતુ તેમ છતાં પણ તેમના સ્ટારડમમાં કોઈ કમી આવી નથી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ સલમાને પોતાની ત્યારપછીની ફિલ્મ “ટાઈગર જિંદા હૈ” થી બોક્સ ઓફિસ પર કમબેક કર્યું હતું. તે ફિલ્મ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ રહી હતી પરંતુ તમને જણાવી દઈએ કે સુપરહિટ ફિલ્મ “તેરે નામ” સલમાન ખાનના કરિયરની ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. આજે આપણે વાત કરીશું ફિલ્મ તેરે નામ માં પાગલનું પાત્ર ભજવવા વાળી એક્ટ્રેસ કે જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ છે.

સલમાનના કરીયરની ટર્નિંગ પોઈન્ટ હતી તેરે નામ

સલમાન ખાન આજે ભલે બોલીવૂડના સૌથી મોટા બ્રાન્ડ બની ચૂક્યા હોય પરંતુ તેમના જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે એક પછી એક તેમની બધી જ ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી. તે એક એવો સમય હતો જ્યારે તેમનું અંગત જીવન પણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ ફિલ્મ તેરે નામ તેમના જીવનની ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. આ ફિલ્મથી તેમણે પોતાનો ખોવાયેલો સ્ટારડમ પરત મેળવ્યો હતો.

ફિલ્મ તેરે નામ તેમના કરિયરની એક એવી ફિલ્મ હતી જેમણે તેમના ફિલ્મી કરિયરને બચાવી લીધું હતું. ફિલ્મ તેરે નામ એ સલમાનને એકવાર ફરીથી બોલિવૂડમાં પ્રવેશ કરવાની તક આપી હતી. આ ફિલ્મ બાદ સલમાન ખાનનું ડૂબતું ફિલ્મી કરિયર ફરીથી પાટા પર ચડી ગયું હતું. આ ફિલ્મમાં તેમણે એક કોલેજ સ્ટુડન્ટનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સલમાનની હેર સ્ટાઇલ અને અંદાજ એટલો પોપ્યુલર થઈ ચૂક્યો હતો કે દરેક વ્યક્તિ તેમને જ કોપી કરવા લાગ્યો હતો. ફિલ્મ “તેરે નામ” માં પાગલનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ એ પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ફિલ્મ “તેરે નામ” માં પાગલનું પાત્ર નિભાવવા વાળી એક્ટ્રેસનું નામ રોશની ચૌધરી છે.

આ ફિલ્મના પાત્રની વાત કરવામાં આવે તો ફિલ્મ “તેરે નામ” માં પાગલનું પાત્ર નિભાવવા વાળી એક્ટ્રેસ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસમાં ભલે ભૂમિકા ચાવલા હોય પરંતુ રોશની ચૌધરીએ પાગલનું પાત્ર ભજવીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. એક પાગલ યુવતીનો રોલ કરવા વાળી આ એક્ટ્રેસ વાસ્તવિક જીવનમાં બિલકુલ અલગ જ છે. આ ફિલ્મમાં તેમનો ફક્ત એક સીન છે જ્યાં તે ગુંડાઓથી બચીને રાધે ભાઈ એટલે કે સલમાન ખાનની પાસે જાય છે.

એક્ટ્રેસ રોશની ચૌધરીએ “તેરે નામ” જેવી સુપરહિટ ફિલ્મોમાં પાગલ યુવતીનું પાત્ર ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું હતું. તમને જણાવી દઈએ કે રોશની બોલિવૂડમાં લગભગ ૩૦ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જોકે આટલી ફિલ્મો કરવા છતાં પણ રોશનીને તેમને એટલી ઓળખ મળી શકી નહિ જેટલી તેમને મળવી જોઇતી હતી. મહત્વપૂર્ણ છે કે રોશની ચૌધરી સાઉથની એક જાણીતી એક્ટ્રેસ છે. તેમણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ વર્ષ ૨૦૦૪ પછી તે ફિલ્મી પડદા પર ક્યારેય નજર આવી નથી. તેમણે ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. આજકાલ તે ક્યાં છે અને શું કરી રહી છે તેના વિશે પણ હજુ સુધી કોઈને પણ કોઈ જાણકારી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *