જ્યાં નાના પડદા પર કામ કરનાર સિતારાઓની ઈચ્છા મોટા પડદા પર કામ કરવાની હોય છે, વળી હાલના દિવસોમાં મોટા પડદા પર કામ કરી રહેલા સિતારાઓ નાના પડદા તરફ વળી રહ્યા છે. ફિલ્મોમાં કામ કરનાર આ સ્ટાર્સને મોટી તગડી ફી તો મળે છે પરંતુ જ્યારે તે નાના પડદા પર આવે છે તો અહીંયા પણ તેમને ઓછા પૈસા મળતા નથી. નાના પડદા પર આજકાલ ઘણા જાણીતા નામ તમને રિયાલિટી શો ને જજ કરતાં જોવા મળશે. નેહા કક્કડ, માધુરી દીક્ષિત, કરણ જોહર, વિશાલ ડડલાની સહિત એવા ઘણા સિતારાઓ છે, જે રિયાલિટી શો જજ કરીને સારી કમાણી કરે છે. તેવામાં આજની આ સ્ટોરીમાં અમે તમારી મુલાકાત અમુક એવા જ સિતારાઓ સાથે કરાવવા જઈ રહ્યા છીએ, જે રિયાલિટી શો માં જજ બનીને કરોડોની ફી વસૂલ કરે છે.
શાહિદ કપૂર
શાહિદ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એવા કલાકાર છે, જે પોતાના શ્રેષ્ઠ અભિનય અને ડાન્સ માટે જાણીતા છે. જ્યારે શાહીદ એ મશહૂર રિયાલિટી ડાન્સ શો ઝલક દિખલા જા ને જજ કર્યો હતો, ત્યારે તેમણે ૧.૭૫ કરોડની મોટી રકમ લીધી હતી.
મલાઈકા અરોડા
મલાઈકા અરોડા ટેલેન્ટ હન્ટ શો “ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” માં જજ તરીકે જોવા મળી હતી. આમ તો તે આ શો ની ઘણી સિઝન હોસ્ટ કરી ચૂકી છે. તેમના એક એપિસોડની કમાણી ૧ કરોડ રૂપિયા છે.
કરણ જોહર
કરણ જોહરનું નામ બોલીવૂડના બેસ્ટ ડાયરેક્ટરમાં સામેલ થાય છે. કરણ બોલિવૂડનાં એક એવા ડાયરેક્ટર છે, જેમની સાથે દરેક વ્યક્તિ કામ કરવા માંગે છે. રિયાલિટી શો ઝલક દિખલા જા અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માટે કરણ જોહરએ ૧૦ કરોડ રૂપિયાની મોટી ફી વસુલ કરી હતી.
ગીતા કપૂર
ગીતા કપૂર “ડાન્સ ઇન્ડીયા ડાન્સ” ની જ રહી ચૂકી છે. ત્યારબાદ તે “સુપર ડાન્સ” માં જજ તરીકે નજર આવી હતી. ગીતા કપૂર ટીવી ની પોપ્યુલર જજ માંથી એક છે. તે શો જજ કરવા માટે પ્રતિ સીઝન ૫ કરોડ રૂપિયા લે છે.
સોનાક્ષી સિંહા
સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલિવુડમાં ડેબ્યુ કરવા વાળી સોનાક્ષી જ્યારે નાના પડદા પર આવી તો મોંઘી જજ બની ગઈ. સોનાક્ષી નચ બલિયે-૮ સીઝનમાં જજ તરીકે નજર આવી હતી, જેના માટે તેમણે પ્રતિ એપિસોડ ૧ કરોડ રૂપિયાની ફી વસુલ કરી હતી.
કપિલ શર્મા
વાત કરીએ સૌથી મશહુર કોમેડિયન કપિલ શર્માની તો તે એક એપિસોડ હોસ્ટ કરવાના ૧ કરોડ રૂપિયા લે છે. હાલમાં જ શો માં પહોંચેલ સિંગર ઉદિત નારાયણએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
શિલ્પા શેટ્ટી
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અત્યાર સુધીમાં “નચ બલિયે”, “જરા નચકે દિખા” અને “સુપર ડાન્સર” ની જજ રહી ચૂકી છે. સુપર ડાન્સર ની એક સીઝન માટે તેમને ૧૪ કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી.
માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત બોલિવુડની નંબર વન એક્ટ્રેસ રહી ચૂકી છે. તે પોતાના સ્મિતથી જ કરોડો લોકોનું દિલ ચોરી લે છે. સૂત્રોના અનુસાર “ડાન્સ દીવાને” અને “ઝલક દિખલા જા” માં નજર આવવાવાળી માધુરીને એક એપિસોડ માટે ૧ કરોડ રૂપિયા આપવામાં આવે છે.