અભિષેક બચ્ચનની ઘણા સમય પછી વેબ સીરીઝ “બ્રીદ: ઇનટુ દ શૈડો” થી એક્ટિંગમાં પરત ફર્યા હતાં. તેમના ફેન્સને અભિષેકનું આ કમબેક ખૂબ જ પસંદ આવ્યું હતું અને તેમણે તેમના અભિનયની ખુબ જ પ્રશંસા પણ કરી હતી. “બ્રીદ: ઇનટુ દ શૈડો” માં કામ કર્યા બાદ અભિષેકની પાસે બીજા ઘણા મોટા પ્રોજેક્ટસ્ છે. હાલમાં જ તે નેટફ્લીકસ પર રિલીઝ થયેલી “લુડો” માં પણ જોવા મળ્યા છે. “લુડો” બાદ અભિષેક ખૂબ જ જલ્દી “બોબ બીસ્વાસ” માં જોવા મળશે.
હાલના દિવસોમાં જુનિયર બચ્ચન “બોબ બીસ્વાસ” ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ આજકાલ કોલકાતામાં થઈ રહ્યું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચનના ઓપોઝિટ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ કામ કરી રહી છે. વર્ષની શરૂઆતમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું પરંતુ કોરોના વાયરસનાં લીધે લગાવવામાં આવેલ લોકડાઉનનાં કારણે શૂટિંગને રોકી દેવામાં આવ્યું હતું.
View this post on Instagram
તેવામાં ફિલ્મનું શૂટિંગ હવે ફરીથી શરૂ થઇ ચૂક્યું છે. ફિલ્મના સેટ પરથી અભિષેક બચ્ચનની અમુક તસ્વીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં અભિષેકનો લુક એટલો અલગ લાગી રહ્યો છે કે ફેન્સ તેમને ઓળખી પણ શકતા નથી. અભિષેક બચ્ચનના ફેન પેજ પર તેમની આ તસ્વીરો શેર કરવામાં આવી છે. વાયરલ થઇ રહેલી આ તસ્વીરોમાં અભિષેકની ઉંમર ખૂબ જ વધારે દેખાઈ રહી છે તો વજન પણ ખૂબ જ વધેલો જોવા મળી રહ્યો છે.
વાયરલ થઇ રહેલી એક તસવીરમાં એક્ટર ફિલ્મની હિરોઈન ચિત્રાંગદા સિંહની સાથે વોક કરતા જોવા મળી રહ્યા છે. તેમના ફેન્સને અભિષેક બચ્ચનની આ તસ્વીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને તેમની તસ્વીરો પર ફેન્સ અલગ-અલગ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. વળી અભિષેક બચ્ચનના લોકોને જોઈને અમુક ફેન્સ એ તો એવું પણ કહેવાનું શરૂ કરી દીધું છે કે આ અભિષેકનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ સાબિત થઈ શકે છે.
વાત કરીએ ફિલ્મ “બોબ બીસ્વાસ” ની તો રેડચિલીઝ એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ બનનારી આ ફિલ્મને જાણીતા નિર્દેશક સુજોય ઘોસ ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ સુજોય ઘોષની ફિલ્મ કહાનીનું સ્પિન ઓફ છે. ફિલ્મ કહાની અને કહાની-૨ માં લીડ એક્ટ્રેસ તરીકે વિદ્યા બાલન નજર આવી હતી. ફિલ્મમાં “બોબ બીસ્વાસ”નું એક પાત્ર હતું, જેને શાશ્વત ચેટરજીએ નિભાવ્યું હતું. આ પાત્ર ખૂબ જ મશહૂર થયું હતું.
ખાસ કરીને મર્ડર કરતા પહેલા તે જે રીતે પોતાનું ઇન્ટ્રોડક્શન આપતો હતો, તે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. તેવામાં હવે અભિષેક બચ્ચન આ પાત્રને લોકોને મોટા પડદા પર બતાવવા જઈ રહ્યા છે. તે કહેવું ખોટું નથી કે ધીરે ધીરે પરંતુ યોગ્ય રીતે અભિષેક બચ્ચનની ગાડી ફરી એકવાર ટ્રેક પર નજર આવી રહી છે. હાલના દિવસોમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલ કિરદારને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે તેમના નવા લુકને જોઈને ફેન્સ એકવાર ફરી ઉત્સાહિત છે.