હનુમાનજીનાં આ મંદિરમાં પગ મુકવાથી જ કેન્સર અને એઇડ્સ કેવી ઘાતક બિમારીઓ જડમુળમાંથી દુર થઈ જાય છે

કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે પરંતુ આજે અમે તમને ભગવાનનું એક એવું રૂપ બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં ભગવાન જ એક ડોક્ટરનું કામ કરી રહ્યા છે અને હજારો લોકોને મોટી-મોટી બિમારીથી બચાવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ એક એવા મંદિરની જ્યાં ભગવાન હનુમાનજી ડોક્ટર તરીકે કામ કરે છે. ગ્વાલિયર ચંબલ ઝોનનાં ભીંડ જિલ્લાના દંદરૌઆ ગામમાં જ્યાં જ્યારે પણ કોઈ વ્યક્તિ બિમાર પડે છે તો તે ડોક્ટર કે હોસ્પિટલમાં બતાવવા જવા ઉપરાંત તે લોકો ભગવાન હનુમાનજી પાસે પણ જાય છે અને તેમનું આ મંદિર તેમનાં માટે કોઈ મોટી હોસ્પિટલથી ઓછું નથી.

Advertisement

આ મંદિરની ખાસિયત એ છે કે ત્યાની ભભુતિ લગાવવાથી જ અહીં આવનારા લોકો કોઈ મોટી બિમારી હોય તો પણ તે ઠીક થઈ જાય છે. ભારત એક એવો દેશ છે, જ્યાં ધર્મને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. અહીં હિન્દુ ધર્મમાં માનનારા લોકો વધારે છે. હિન્દુ ધર્મમાં લગભગ ૮૪ લાખ દેવી-દેવતાઓ છે. બધાનાં નામ અને સ્વરુપ અલગ-અલગ છે. તમને જણાવીદઈએ કે બધા દેવી-દેવતાઓની અલગ અલગ માન્યતા છે. તમને અહિયા ભારતમાં ઘણી બધી જગ્યાએ દરેક ગલ્લીમાં દેવી-દેવતાઓના મંદિર જોવા મળી જશે. આ દેવી-દેવતાઓમાં ખુબ જ શક્તિ હોય છે. એટલે તો ક્યારેક-ક્યારેક વિજ્ઞાન પણ ઈશ્વરનાં ચમત્કારની સામે નતમસ્તક છે.

ક્યારેક તો લોકો ને દવાથી વધારે દુવાની જરૂર પડે છે અને એવો ચમત્કાર હકિકતમાં પણ થયો છે. એટલા માટે અહીંના હિન્દુ લોકો દેવી-દેવતાઓમાં ખુબ જ વિશ્વાસ રાખે છે. હવે આજે અમે તમને એવા જ એક ભગવાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની શક્તિથી ઘાતક બિમારીઓ પણ તરત જ દુર થઈ જાય છે. હનુમાનજીને સંકટનાં સમયે જ યાદ કરવામાં આવે છે. એટલા માટે હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજીનાં દેશભરમાં ઘણા બધા ચમત્કારી તથા અદભુત મંદિરો આવેલા છે. આ ચમત્કારી મંદિરોમાંથી એક એવું મંદિર પણ છે જ્યાંનો ચમત્કાર જાણીને તમને આશ્ચર્ય થશે.

પરંતુ તે એકદમ સત્ય છે કે મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લામાં હનુમાનજીનું એક પ્રસિદ્ધ મંદિર ધામ છે. આ મંદિરમાં હનુમાનજીને ડોક્ટરનાં રૂપમાં પુજવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં હનુમાનજી પોતે જ પોતાના એક ભક્તની સારવાર કરીને ડોક્ટર બની ગયા હતાં. માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર થયું હતું. તેને હનુમાનજી એ મંદિરમાં ડોક્ટરનાં વેશમાં દર્શન આપ્યાં હતાં. તે પોતાનાં ગળામાં સ્ટેથોસ્કોપ રાખીને આવ્યા હતાં. ત્યારબાદ તે સાધુ સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા હતાં.

આજે આ મંદિરમાં પ્રદેશથી જ નહિ પરંતુ દેશભરમાંથી લોકો પોતાની ગંભીર બિમારીની સારવાર કરાવવા આવે છે અને ઘણા લોકોને આ બિમારીમાંથી છુટકારો પણ મળે છે. તે અતિ પ્રાચીન મંદિર હોવાથી તથા સિદ્ધ સ્થળ હોવાનાં કારણે લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. અહીં દર્શન કરવા માટે આવેલા કોઈ ભક્તને ખાલી હાથ પરત નથી ફરવું પડતું. તેની ઈચ્છા જરૂર પુરી થાય છે. શ્રદ્ધાળુઓનું માનવાનું છે કે ડોક્ટર હનુમાનજી પાસે બધા પ્રકારનાં રોગોનો કારગર ઈલાજ છે. આમ તો અહીયા શ્રીરામ દરબાર પણ છે અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા પણ છે પરંતુ આ મંદિરની વિશિષ્ટ ખ્યાતિ હનુમાનજીનાં કારણે છે. આ મંદિર પર અનુષ્ઠાન સંપન્ન કરવા ઘણા લોકો દુરથી આવે છે.

વર્ષમાં એકવાર અહીં વિશાળ મેળાનું આયોજન પણ થાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે. ૩૦૦ વર્ષ પહેલા હનુમાનજીની આ મુર્તિ લીમડાનાં ઝાડમાં છુપાયેલી હતી. ઝાડ ને કાપવા પર ગોપી વેશધારી હનુમાનજીની આ પ્રાચીન મુર્તિ પ્રાપ્ત થઈ હતી. હનુમાનજીની મુર્તિ નૃત્ય મુદ્રામાં સ્થાપિત છે. તે દેશની એકમાત્ર એવી મુર્તિ છે, જેમાં હનુમાનજીને નૃત્ય કરતા જોઈ શકાય છે. શ્રદ્ધાળુઓનું દુઃખ દુર કરવા વાળા હનુમાનજીને પહેલા દંડરૌવા કહેવામાં આવ્યા હતાં. માનવામાં આવે છે કે રોગ માટે હનુમાનજીની ભભુતિ કારગર સાબિત થાય છે. વિશેષરૂપથી અલ્સર અને કેન્સર જેવી બિમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવા પર સારી થઈ જાય છે. અહીં ડોક્ટર હનુમાનજી પાસે સારા સ્વાસ્થ્યની આશા લઈને લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

Advertisement