દુનિયાભરમાં ઘણી બધી એરલાઇન્સ છે જે ખુબ જ સારી સેવા પ્રદાન કરે છે. જોકે અમુક એવી પણ એરલાઇન્સ છે, જે વિવાદોથી ઘેરાયેલી રહે છે. તાજો મામલો બ્રિટિશ એરવેઝ એરલાઇન્સનો છે. ખબરોનાં અનુસાર બ્રિટિશ એરવેઝ એરલાઇન્સની એક એર હોસ્ટેસ પ્લેનમાં સંબંધ બનાવવાની ઓફર આપતી હતી અને પોતાની ગંદી તસ્વીરો પણ શેર કરતી હતી. ઘણા સમય સુધી આવું ચાલતું રહ્યું, જોકે એક દિવસ આ એર હોસ્ટેસનો ભાંડો ફૂટી ગયો.
ફેસબુક દ્વારા આપી હતી ઓફર
તપાસમાં જાણવા મળ્યું કે આ એર હોસ્ટેસ ઓનબોર્ડ રહીને ફેસબુક પર પોતાની ગંદી તસ્વીરો શેર કરતી હતી અને ફ્લાઈટમાં લોકોને સંબંધ બનાવવાની ઓફર આપતી હતી. જોકે હવે આ એર હોસ્ટેસને પકડી લેવામાં આવી છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. આરોપી એર હોસ્ટેસની આ હરકતના કારણે બ્રિટિશ એરવેઝ એર લાઇન્સનું નામ ખરાબ થયું છે.
આ પહેલો એવો મામલો નથી જે ચર્ચામાં આવ્યો છે. આ પહેલા પણ એવા ઘણા કેસ સામે આવ્યા છે, જે આશ્ચર્યજનક હતાં. વિયેતનામની વિયતજેટ એરલાઇન્સ ગ્લેમરસ એર હોસ્ટેસ માટે ખૂબ જ ચર્ચામાં રહી હતી. વિયતજેટ એરલાઇન્સને વર્ષ ૨૦૧૧માં શરૂ કરવામાં આવી હતી અને થોડા જ સમયની અંદર આ એરલાઇન્સ ફેમસ થઈ ગઈ હતી.
હકીકતમાં વિયતજેટમાં એર હોસ્ટેસ ટૂંકા કપડા પહેરીને ફ્લાઈટમાં ભોજન સર્વ કરતી હતી. તેના સિવાય એરલાઇન્સનાં પ્રમોશન માટે આ હોસ્ટેસ ઘણીવાર ફ્લાઈટમાં શો પણ આયોજિત કરતી હતી. આ એરલાઇન્સ ફક્ત સુંદર યુવતીઓને જ નોકરી પર રાખતી હતી. કારણકે વધારેમાં વધારે લોકો તેમનાથી આકર્ષિત થઈને તેમની એરલાઇન્સમાં મુસાફરી કરે. પોતાની આ પ્રકારની નીતિના કારણે આ એરલાઇન્સ થોડા જ સમયમાં ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી.
તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે આ એરલાઇન્સને એક વિયેતનામી મહિલાએ જ શરૂ કરી હતી, જ્યારે આ એરલાઇન્સ શરૂ થઈ તો તે વિયતનામની ઘરેલુ એરલાઇન્સ હતી. પરંતુ બાદમાં તે પૂરી દુનિયામાં ફેમસ થઈ ગઈ. આ એરલાઈન્સનું ફેમસ થવાનું એક જ મુખ્ય કારણ હતું કે ફ્લાઇટ દરમિયાન એરહોસ્ટેસ ટૂંકા વસ્ત્રો પહેરીને નોકરી કરતી હતી.
વિયતજેટ એરલાઇન્સને મીડિયા અને લોકોની વચ્ચે ટૂંકા વસ્ત્રોનાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ એરલાઇન્સની પોતાની યુ-ટ્યુબ ચેનલ પણ છે. જોકે બાદમાં સરકારના કડક વલણનાં લીધે એરહોસ્ટેસ એ ટૂંકા કપડા પહેરવાનું બંધ કરી દીધું. પરંતુ હજુ પણ આ એરલાઈન્સની એર હોસ્ટેસ ક્યારેક-ક્યારેક ટૂંકા કપડા પહેરીને પોતાનું કામ કરતી નજર આવે છે. ભારતમાં પણ આ એરલાઇન્સ પોતાની સેવા આપે છે અને આ એરલાઇન્સની ટિકિટો પણ ખૂબ જ સસ્તી છે.