ફ્રીઝમાં રાખેલ લોટનો ઉપયોગ કરવાથી આપણાં સ્વાસ્થ્ય પર પડે છે આટલી ખરાબ અસર, ક્યારેય ના કરવી જોઈએ આવી ગંભીર ભૂલ

આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકોની પાસે ભોજન બનાવવાનો પણ સમય હોતો નથી. તેવામાં સમય બચાવવા માટે તે પહેલાથી જ લોટ બાંધીને ફ્રિજમાં રાખી દેતા હોય છે. ત્યારબાદ સમય-સમય પર આ લોટને ફ્રીઝમાંથી બહાર કાઢીને તેમની રોટલી બનાવતા હોય છે. અમુક લોકો આવું પોતાની આળસના કારણે પણ કરતા હોય છે. તેમને એવું લાગે છે કે વારંવાર લોટ કોણ બાંધે. જો તમે પણ આવું જ કંઈક કરી રહ્યા હોય તો તમે પોતાના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યા છો.

ફ્રિજમાં રાખવામાં આવેલો લોટ તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ સારો હોતો નથી. તેનાથી તમારા શરીરમાં ઘણાં પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થવા લાગે છે. હકીકતમાં આપણે જેવું લોટની અંદર પાણી ઉમેરીએ છીએ તો તેની અંદર અમુક કેમિકલમા બદલાવ આવે છે, ત્યારબાદ લોટને જો ફ્રીજમાં રાખવામાં આવે તો તેનો ગેસ પણ આ લોટમાં પ્રવેશ કરે છે, જેના લીધે ફ્રીજમાં રાખવામાં આવેલો લોટ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

ઘઉંનો લોટ પચવામાં ભારે હોય છે, જેના લીધે તેને પચવામાં થોડો સમય પણ લાગે છે, તેવામાં જો તમે ફ્રીજમાં રાખેલા લોટની રોટલી બનાવો છો તો તે તમારા પાચનતંત્ર પર નકારાત્મક અસર પાડે છે જેના લીધે તમારે કબજિયાત જેવી બીમારીનો સામનો કરવો પડી શકે છે.

હેલ્થ ન્યૂટ્રિશનિસ્ટ મિસ પ્રીતિ ત્યાગીના અનુસાર તમે ભલે આ ગૂંથેલા લોટને એરટાઈટ કન્ટેનરમાં રાખી દો પરંતુ તેમ છતાં પણ આ લોટમાંથી બનાવેલી રોટલી તમારા પેટની અંદર સમસ્યાઓ ઉભી કરી શકે છે. તેનું એક કારણ એ પણ હોય છે કે ગૂંથેલા લોટની અંદર બેક્ટેરિયા જલ્દી ઉત્પન્ન થવા લાગે છે. જો તેને લાંબા સમય સુધી આવી રીતે જ છોડી દેવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે.

તેથી સારું રહેશે કે તમે લોટને ગૂંથી લીધા બાદ ખૂબ જ જલ્દી તેમની રોટલી બનાવી નાખો. આમ તો રોટલી ખાવાની પણ યોગ્ય રીત એ હોય છે કે તમારે તરત જ તાજા ગૂંથેલા લોટની રોટલી બનાવવી જોઈએ અને તે રોટલીને પણ ગરમ જ ખાવી જોઈએ. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તેની અંદર રહેલા બધાં જ પોષક તત્વો પણ તમારા શરીરને સરળતાથી મળી રહેશે.

અમે આશા રાખીએ છીએ કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ જાણકારી તમને પસંદ આવી હશે. જો તમને અમારી આ જાણકારી પસંદ આવી હોય તો તેને અન્ય લોકોને પણ જરૂરથી જણાવવી. આ રીતે તમે અન્ય લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકશો. યાદ રાખવું કે આજથી જ તમારે ફ્રીજમાં ગૂંથેલો લોટ રાખવાનું બંધ કરી દેવું જોઈએ અને તાજા લોટની જ રોટલીઓ બનાવવી જોઈએ.