પતિ-પત્નિની વચ્ચે રોમાન્સ સિવાય થોડી મજાક-મસ્તી પણ થતી રહેવી જોઈએ નહિતર જીવન ખૂબ જ બોરિંગ થઈ જાય છે. થોડી મજાક-મસ્તી થતી રહે તો લાઇફમાં મનોરંજન જળવાઈ રહે છે. તેનાથી બંનેનો સંબંધ વધારે મજબૂત બને છે. મજાક-મસ્તી કરવાની સૌથી સારી રીત છે “પ્રેન્ક”. જ્યારે તમે કોઈના પર “પ્રેન્ક” કરો છો તો ખુબ જ મજેદાર ચીજો જોવા મળે છે અને જો તમે તેમને કેમેરામાં કેદ કરી લીધી તો તે કહેવત પ્રમાણે સોને પે સુહાગા સાબિત થાય છે. ત્યારબાદ તમે આ ઘટનાને યાદ કરીને ખૂબ હસી શકો છો.
આજે અમે તમને એક મજેદાર “પ્રેન્ક” બતાવવા જઈ રહ્યા છીએ. તેને એક પત્નિએ પોતાના પતિ પર કર્યું છે. લોસેના નામની આ મહિલાના પતિને સાપથી ખૂબ જ ડર લાગતો હોય છે. તેવામાં તેમણે પોતાના પતિને નકલી સાપથી ડરાવવાનો નિર્ણય કર્યો. આ પ્રેન્ક કરવા માટે તેમણે એક બેલ્ટ લીધો અને તેમને દરવાજા પાસે એવી રીતે રાખી દીધો કે દૂરથી જોવા પર તે સાપ જેવું જોવા મળે. ત્યારબાદ મહિલાએ પોતાના પતિને બોલાવ્યો અને કહ્યું કે, “અહીંયા જલ્દી આવી જાઓ, રૂમની અંદર કંઈક છે”.
આ મહિલાના પતિને લાગ્યું કે જરૂર કોઈ મોટો ખતરો હશે. તેવામાં તે તલવાર લઈને રૂમમાં આવ્યો પરંતુ તેમણે રૂમની અંદર પ્રવેશ કરતાંની સાથે જ તેમનો એક પગ જમીન પર રાખવામાં આવેલ બેલ્ટ પર પડી ગયો. તેમને લાગ્યું કે તે સાપ છે. તેવામાં તે તલવાર હાથમાં હોવા છતાં પણ જોર-જોરથી રાડો પાડવા લાગ્યો અને હવામાં ઉછળતા બહાર ભાગી ગયો. આ સંપૂર્ણ દૃશ્ય જોવામાં ખૂબ જ ફની લાગે છે.
બાદમાં પતિએ મહિલાને પૂછ્યું કે આ શું હતું. તેમના પર મહિલા હસતા-હસતા જણાવે છે કે તે એક બેલ્ટ હતો. આ ઘટનાનો વીડિયો મહિલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “મારા પતિ પર વધુ એક “પ્રેંક”. તે સાપથી ખુબ જ ડરે છે. તે તલવારની સાથે રૂમમાં આવ્યા અને બાદમાં જે થયું તે એકદમ પરફેક્ટ હતું”.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર આ “પ્રેન્ક” વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેમના પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જેમ કે એક યૂઝરે લખ્યું કે, “જે રીતે તમારા પતિએ રાડો પાડી તે સાંભળીને હું પણ ઊછળી પડી”. વળી બીજી એક કોમેન્ટ આવી કે, “હું પણ મારા પતિ પર આ પ્રેન્ક જરૂર ટ્રાય કરીશ”.