ગાઢ જંગલમાં કપલ એ ફક્ત ચાદર ઓઢીને કરાવ્યું વાઈલ્ડ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ, જુઓ તસ્વીરો

પાછલા ઘણા સમયથી લોકોમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે, જોકે ઘણીવાર તેને લઈને નાની-મોટી બબાલ પણ થતી જોવા મળે છે. ઘણીવાર લોકોએ તેના પર આપત્તિ પણ દર્શાવી હતી પરંતુ સમયની સાથે ચલણ વધતું જઈ રહ્યું છે. પ્રી-વેડિંગની સાથે જ હવે નવા જમાનાના કપલ્સમાં પોસ્ટ વેડિંગનું પણ ચલણ શરૂ થઈ ગયું છે. સ્ટાઇલિશ કપડાઓ અને સારા લોકેશન પર તે ફોટોશૂટ કરવામાં આવે છે. જે ખૂબ જ મોંઘા પણ હોય છે. પરંતુ ૨૦૨૦માં કોરોનાએ રંગમાં ભંગ નાખવાનું કામ કર્યું છે. ઘણા લોકોને પ્રી-વેડિંગ વગર અને ઓછા લોકોની હાજરીમાં લગ્ન કરવા પડ્યા હતા.

આવું જ કંઈક કેરળના ઋષિ કાર્તિકેય અને લક્ષ્મીની સાથે થયું. બંનેએ કોરોનાની વચ્ચે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ નાં રોજ લગ્ન કર્યા. બંનેએ ખૂબ જ ઓછા લોકોની વચ્ચે જ સામાન્ય રીતે લગ્ન કર્યા પરંતુ બંને પોતાના લગ્નની ઉજવણીને ઝાંખી છોડવા માંગતા ના હતાં. તેથી બંનેએ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરવાનો નિર્ણય લીધો અને પોતાના ફોટોશૂટ માટે જંગલ તરફ નીકળી પડ્યા.

તે બંનેએ જંગલની વચ્ચે એવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું કે હવે તેમનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.

ઋષિ અને લક્ષ્મી પોતાના પોસ્ટ વેડિંગ ફોટોશૂટ માટે ઇડુક્કીનાં ચા નાં બગીચાને પસંદ કર્યો. તે બંનેએ સફેદ ચાદરમાં એવા બોલ્ડ અને હોટ પોઝ આપ્યા કે તેમની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોમાં બંનેને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ શકીએ છીએ. જ્યાં બંને ખુબ જ બિન્દાસ રીતે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. કોઈ જગ્યાએ આ કપલ એકબીજાની પાછળ ભાગતા નજર આવી રહ્યા છે તો વળી કોઈ જગ્યા પર એકબીજા સાથે લપેટાયેલા જોવા મળી રહ્યા છે.

જો કે બન્નેની આ તસ્વીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસ્વીરોનાં સિવાય બંનેના લગ્નની તસ્વીરો પણ ખૂબ જ સુંદર છે. જે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે આ બધા ફોટોઝ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ weddingstoriesphotography, painmaker143, mrs_painmaker પરથી લેવામાં આવ્યા છે.