ગજબ ! ભગવાન શિવના આ મંદિરમાંથી સંભળાય છે સંગીતની ધૂન, જાણો શું છે આ સંગીતનું રહસ્ય

આપણા દેશમાં ઘણા દેવી-દેવતાઓની પૂજા થાય છે અને આ કારણથી જ અહીંયા ઘણા મંદિરો જોવા મળે છે. અમુક મંદિરો એવા પણ છે જે પોતાની સુંદર કલાકૃતિ અને અદ્વુત કારણોથી ખૂબ જ પ્રચલિત છે. એવું જ એક મંદિર તામિલનાડુ રાજ્યના તિરુનેલવેલીમાં નેલ્લાઈઅપ્પાર મંદિર છે. આ મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે.

તેને ૭૦૦ ઇ.પુ. માં બનાવવામાં આવ્યું હતું. આજે પણ આ મંદિર એટલું જ સુંદરતા અને મજબૂતી સાથે ત્યાં સ્થિત છે. અહીંયા ભગવાન શિવજીના દર્શન માટે અને આ મંદિરની સુંદરતાને નિહાળવા માટે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ આ મંદિરની અન્ય એક ખાસ વાત છે જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

પથ્થરોમાંથી સાંભળવા મળે છે સંગીતની ધૂન

નેલ્લાઈઅપ્પાર મંદિરની સુંદરતાની સાથે સાથે તેમના પથ્થરોમાંથી નીકળતા મધુર સંગીત લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. આ મંદિરની સંગીત સ્તંભ પણ કહેવામાં આવે છે. કારણ કે આ મંદિરમાં સ્થિત પથ્થરના સ્તંભમાંથી તમે મધુર સંગીતની ધૂન કાઢી શકો છો. તિરુનેલવેલી મંદિરનું નિર્માણ સાતમી શતાબ્દીમાં થયેલ અને તેમનું નિર્માણ પાંડ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મંદિર ૧૪ એકરમાં ફેલાયેલ છે અને તેમનો મુખ્ય દ્વાર ૮૫૦ ફૂટ લાંબો અને ૭૫૬ ફૂટ પહોળો છે. તેમના સંગીત સ્તંભોનું નિર્માણ નિંદરેસર નેદુમારન એ કર્યું હતું. જેને તે સમયમાં સૌથી શ્રેષ્ઠ શિલ્પકાર માનવામાં આવતા હતા. આ મંદિરમાં સ્થિત સ્તંભોમાંથી ખૂબ જ મધુર અવાજ નીકળે છે. આ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ આ સંગીતથી મંત્રમુગ્ધ બની જાય છે. સાથે જ તેમને આશ્ચર્ય પણ થાય છે. આ સ્તંભો માંથી મધુર ધ્વની નીકળે છે.

આ છે સંગીત નું રહસ્ય

સૌથી રસપ્રદ વાત એ છે કે તમે આ સ્તંભો માંથી સાત રંગના સંગીતની ધૂન કાઢી શકો છો. આ મંદિરની વાસ્તુકલા દરેક વ્યક્તિને હેરાન કરી મૂકે છે. અહીંયા એક જ પથ્થરથી ૪૮ સ્તંભ બનાવવામાં આવેલ છે. જ્યારે બધા જ ૪૮ સ્તંભ મુખ્ય સ્તંભને ઘેરેલ છે. આ મંદિરમાં કુલ ૧૬૧ સ્તંભો એવા છે જેમાંથી મધુર સંગીત નીકળે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જો તમે એક સ્તંભ માંથી ધ્વનિ કાઢવાનો પ્રયત્ન કરશો તો બીજા સ્તંભોમાં ધ્રુજારી થવા લાગે છે. તેને લઈને ઘણી શોધ પણ કરવામાં આવી છે.

આ સ્તંભોમાં ધ્રુજારીનું રહસ્ય અને સંગીતને લઈને એક શોધ કરવામાં આવી જેને લઈને અમુક વાતો સામે આવી. શોધના અનુસાર આ પથ્થરોના થાંભલાઓને ત્રણ શ્રેણીમાં વેચવામાં આવ્યા છે. પહેલાને શ્રુતિ સ્તંભ, બીજાને ગણ થુંગલ અને ત્રીજાને લયા થૂંગલ કહેવામાં આવે છે. તેમાં સ્મૃતિ સ્તંભ પર કોઈ ટેપ કરવામાં આવે તો લયા થુંગલ માંથી પણ અવાજ નીકળે છે જે બતાવે છે કે તેમની વચ્ચે સંબંધ છે. આવી જ રીતે લયા થુંગલ પર ટેપ કરવાથી શ્રુતિ સ્તંભ માંથી અવાજ નીકળે છે.

ફક્ત એટલું જ નહીં તમિલનાડુ રાજ્યમાં કુંભકોણમની પાસે દારાસુરમમાં એરાવતેશ્વર મંદિર છે. તેને દક્ષિણ ભારતના ૧૨મી સદીમાં રાજરાજા ચોલ દ્વિતીય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના ચોકીની દક્ષિણ તરફ એક ખૂબ જ સુંદર નક્કશિયો વાળી ૩ સીડીનો સમૂહ છે. તે એ જ સીડીઓ છે કે જેના પર જો પગની જરાપણ ઠોકર લાગી જાય તો સંગીતની ધ્વની નીકળવા લાગે છે. લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે અને સંગીત સાંભળવા માટે દર્શન કરવા આવે છે.