દેશ-દુનિયામાં પોતાનું મૂળ જમાવી ચૂકેલ કોરોના વાયરસથી દરરોજ હજારો લોકોના જીવ જઈ રહ્યા છે અને દરરોજ લાખો લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ભારતમાં પણ પરિસ્થિતિ સારી નથી. સંક્રમિતો અને મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તેવામાં કોરોના વાયરસનાં કારણે લોકો પોતાની નોકરી પણ ગુમાવી રહ્યા છે. આ કડીમાં “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો નાં પોપટલાલની પણ નોકરી ચાલી ગઈ છે, પરંતુ તેમણે હિંમત હારી નથી અને હવે તે ગલી-ગલી એ જઈને શાકભાજી વેચી રહ્યા છે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. પોપટલાલ હવે શાકભાજી વેચી રહ્યા છે. તો ચાલો જાણી લઈએ આખરે શું છે પૂરો મામલો.
પોપટલાલની નોકરી ગઈ, શાકભાજી વેચવા મજબૂર બન્યા
હકીકતમાં “તારક મહેતાના ઉલ્ટા ચશ્મા” શો નાં પત્રકાર પોપટલાલ વાસ્તવિક જીવનમાં નહી પરંતુ રીલ લાઇફમાં એટલે કે શો માં શાકભાજી વેચવાનું કામ કરી રહ્યા છે. જેના લીધે શો માં એક નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. જેમાં હાલના દિવસોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ગોકુલધામ સોસાયટીમાં કોરોના વાયરસનો કહેર છે, જેના લીધે સોસાયટીમાં રહેતા લોકોના પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં ઘણી જ પરેશાનીઓ આવી રહી છે.
આ કડીમાં શો ના પત્રકાર પોપટલાલની પણ નોકરી ચાલી ગઈ છે અને પોતાની નોકરી ચાલી જવાથી ખૂબ જ પરેશાન છે, જોકે તેમણે પોતાનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચવાનો નિર્ણય લીધો છે. તેવામાં આગળના એપિસોડમાં પોપટલાલને તમે શો માં ગલી ગલી ફરીને શાકભાજી વેચતા જોઈ શકશો.
પોપટલાલ એ પોતાની લારીનું નામ “કુંવારા પોપટલાલ સબ્જીવાલા” રાખ્યું છે, જે ખૂબ જ દિલચસ્પ અને ખાસ લાગી રહ્યું છે. પોપટલાલ એ પોતાની ગોકુલધામ સોસાયટીમાં પણ શાકભાજી વેચ્યુ અને સોસાયટીની બધી જ મહિલાઓએ શાકભાજી પણ ખરીદ્યું અને પોપટલાલના કામને સપોર્ટ કર્યો. શાકભાજી વેચતા પહેલા પોપટલાલ એ અન્ય કામ કરવાની પણ કોશિશ કરી. તેમના માટે ગોકુલધામ સોસાયટીના લોકોએ તેમની ખૂબ જ મદદ કરી.
શાકભાજી વેચતા પહેલા પોપટલાલ કર્યા આ કામ
પોપટલાલની મદદ કરવા માટે રોશન સિંહ સોઢીએ તેમને મિકેનીકનું કામ પણ શીખડાવ્યું, પરંતુ પોપટલાલ માટે તે કામ કરવું સરળ હતું નહી અને તેમણે ખૂબ જ જલ્દી તે કામ છોડી પણ દીધું. ત્યારબાદ તેમણે લેખક તારક મહેતા પાસેથી પણ કામ શીખવાની કોશિશ કરી હતી પરંતુ આખરે પોપટલાલ એ શાકભાજી વેચવાનો નિર્ણય લીધો અને હવે ગોકુલધામ સોસાયટીમાં પોપટલાલ શાકભાજી વેચવા લાગ્યા છે.
જણાવી દઈએ કે કોરોના વૈશ્વિક મહામારીનાં લીધે લાંબા સમય સુધી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો નું પ્રસારણ થઈ શક્યું ના હતું. જો કે પાછલા થોડા મહિનાઓથી આ શો પરત ફર્યો છે અને લોકોની વચ્ચે ફરીથી પોતાની જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે. હાલના દિવસોમાં આ શો સોશિયલ મીડિયા પર પણ સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.