ગમે તે થાય પરંતુ નવરાત્રીમાં ભુલમાં પણ આવા કામ કરવા નહિ, માં દુર્ગા થઈ જાય છે ક્રોધિત અને પરિવાર થઈ જશે બરબાદ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં માતા દુર્ગાનાં નવ રૂપોની પુજા કરવાનો નિયમ છે. માન્યતા છે કે નવરાત્રીનાં દિવસોમાં માં દુર્ગાની પુજા કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રીમાં કેટલાક એવા કાર્યો હોય છે, જે વ્યક્તિની ગરીબી તેમજ અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી આજે અમે તમને અમુક એવી વાતો જણાવીશું, જેને નવરાત્રી દરમિયાન ના કરવી જોઈએ.

ડુંગળી અને લસણથી દુર રહેવું

નવરાત્રીનાં દિવસોમાં ડુંગળી અને લસણ ખાવાની મનાઈ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ડુંગળી અને લસણને તામસિક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે તામસિક ખોરાક આપણા મન અને શરીરને દુષિત કરે છે તેમજ માનસિક થાકનું કારણ પણ બને છે, તેથી નવરાત્રીનાં ૯ દિવસમાં તામસિક ખોરાકનું સેવન ના કરવું જોઈએ.

દારૂ થી દુર રહેવું

આમ જોવા જઈએ તો દારૂનું સેવન હંમેશા માટે નુકશાનકારક હોય છે અને નવરાત્રીને માં દુર્ગાની પુજા માટે સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે, એટલા માટે નવરાત્રીમાં દારૂનું સેવન ના કરવું જોઈએ, તેનાથી દેવી માતા ગુસ્સે થઈ જાય છે.

ચામડામાંથી બનેલી વસ્તુઓ

નવરાત્રીનાં દિવસોમાં આપણે ચામડામાંથી બનેલી વસ્તુઓ જેવી કે બેલ્ટ, શુઝ, બ્રેસલેટ, જેકેટ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ચામડું પ્રાણીઓની ચામડીમાંથી બનેલું હોય છે એટલા માટે તેને અશુભ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ચામડામાંથી બનેલી વસ્તુઓ પહેરવી તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે.

વાળ અને નખ કાપવા

ઘણીવાર તમે જોયું હશે કે અમુક લોકો નવરાત્રિ શરૂ થતા પહેલા જ તેમનાં નખ અને વાળ કપાવી નાખે છે, જેથી કરીને નવરાત્રિનાં ૯ દિવસમાં નખ અને વાળ કાપવાની જરૂર પડે નહિ. માન્યતા છે કે નવરાત્રિનાં ૯ દિવસમાં વાળ અને નખ કાપવાથી માતા દુર્ગા ગુસ્સે થઈ જાય છે, તેથી નવરાત્રિમાં વાળ અને નખ કાપવા ના જોઈએ.

અપશબ્દોનો પ્રયોગ કરવો નહિ

હિન્દુ ધર્મમાં નવરાત્રિને પવિત્ર તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તેથી નવરાત્રિનાં દિવસોમાં કોઈપણ વ્યક્તિ એ અશુભ કે અપમાનજનક શબ્દો બોલવાથી બચવું જોઈએ. નવરાત્રી માતા દુર્ગા દેવીની પુજા અને ભક્તિ કરવાનો સમય હોય છે અને જો તમે આવા સમયમાં ખોટા શબ્દોનો ઉપયોગ કરો છો તો માં દુર્ગા ક્રોધિત થઈ શકે છે, તેથી આ સમય દરમિયાન અપમાનજનક શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ.