ગંગાજળને માનવામાં આવે છે અમૃત સમાન, તેને ઘરમાં રાખવાથી જ દૂર થઈ જાય છે આટલી પરેશાનીઓ

Posted by

શાસ્ત્રમાં ગંગા નદીને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને ગંગા નદીની પૂજા કરવી લાભકારી જણાવવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર માત્ર ગંગાજીના દર્શન કરવાથી તથા તે પાણીથી સ્નાન કરવાથી દરેક કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે. એટલું જ નહીં ગંગાજળના સ્પર્શ માત્રથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કોઈપણ જાતના શુભ કાર્યમાં ગંગાજળનો પ્રયોગ જરૂર કરવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર ગંગાજળને ઘરમાં રાખવું શુભ ફળ પ્રદાન કરે છે. આ પ્રકારે આ પાણીમાં નહાવાથી પાપોનો અંત થઈ જાય છે.

ગંગાજળ અન્ય પાણીથી ઘણું અલગ હોય છે. ગંગા નદીનું જળ ક્યારેય ખરાબ થતું નથી અને આ જળમાં ક્યારેય જીવડા પણ પડતાં નથી. ગંગાના નદીનાં પાણીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે. આ પાણીથી સ્નાન કરવાથી ઘણા પ્રકારના રોગ સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં આ જળનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે, તેના પ્રયોગથી ઘરનો વાસ્તુદોષ દૂર થઈ જાય છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે. એટલા માટે ઘરમાં આ જળ જરૂર રાખવું જોઈએ. ગંગાજળ સાથે બીજા પણ ઘણા લાભ જોડાયેલા છે, જે આ પ્રકારે છે.

સકારાત્મક ઉર્જા બની રહે છે

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરરોજ ગંગાજળ છાંટવું ઉત્તમ સાબિત થાય છે. આ જળને દરરોજ સવારના સમયે ઘરના દરેક ખુણામાં છાંટવાથી સકારાત્મક ઉર્જા રહે છે. સાથે જ વાસ્તુદોષની અસર પણ ઓછી થવા લાગે છે. વાસ્તુદોષ સમાપ્ત થવા પર ઘરના લોકોના જીવનમાં આનંદ આવી જાય છે અને તણાવનું વાતાવરણ પણ સમાપ્ત થઈ જાય છે. તેથી દરેક લોકોએ પોતાનાં ઘરમાં હંમેશા ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.

નજર ઉતારે

નાના બાળકોને નજર લાગવી સામાન્ય વાત છે. નજર લાગવા પર બાળકો ઘણા રડે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ જાય છે. કોઈ બાળકને જો નજર લાગી જાય તો તે બાળક પર ગંગાજળનો છંટકાવ કરો. આ ઉપાય કરવાથી નજરનો દુષ્પ્રભાવ ઓછો થઈ જશે.

નથી આવતા ખરાબ સપના

જે લોકોને રાતના સમયમાં ભયાનક સપના આવે છે કે બીક લાગે છે. તે લોકોએ સુતા સમયે પોતાના બેડ પાસે ગંગાજળ રાખી લેવું અથવા તો પલંગ પર ગંગાજળનો છંટકાવ કરો. આવું કરવાથી ભયાનક સપના આવવાના બંધ થઈ જશે અને ડર પણ લાગશે નહી.

ઘરમાં બની રહેશે ખુશી

ગંગાજળને પિત્તળની બોટલમાં ભરો અને તેને પોતાના ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખી દો. આવું કરવાથી વાસ્તુદોષ તો સમાપ્ત થઈ જ જશે પરંતુ પરિવારના લોકો વચ્ચે પ્રેમ પણ વધવા લાગશે. આ સિવાય ગંગાજળને પૂજા સ્થળ અને કિચનના ઉત્તર-પૂર્વમાં રાખવાથી પ્રગતિ અને સફળતા મળે છે. તે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.

પાચનતંત્ર રહે છે તંદુરસ્ત

ગંગાજળમાં ઘણા બધા ગુણો મળી આવે છે અને આ પાણી પીવાથી પાચનતંત્ર સારુ બની રહે છે. જે લોકો દરરોજ આ જળ પીવે છે, તેમનું શરીર તંદુરસ્ત રહે છે. શાસ્ત્રો અનુસાર ગંગાજળ બુદ્ધિમાં વધારો કરે છે અને પાચનતંત્રને મજબૂત રાખે છે. વળી જે લોકોને ત્વચા સંબંધિત પરેશાની છે, તે લોકોએ આ જળથી સ્નાન કરવું જોઈએ. ગંગાજળથી સ્નાન કરવાથી ત્વચા સંબંધિત રોગ દૂર થઈ જાય છે.

શનિદોષમાંથી મળે છે મુક્તિ

કુંડળીમાં શનિદોષ હોવા પર સોમવારનાં દિવસે શિવલિંગની પૂજા કરતાં સમયે તેમના પર ગંગાજળ અર્પિત કરો. આ ઉપાય કરવાથી આ દોષ સમાપ્ત થઈ જશે. આ સિવાય દર શનિવારે એક લોટામાં સ્વચ્છ પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ નાખી દો. આ જળ પીપળાના ઝાડ પર ચઢાવો. આવું કરવાથી પણ શનિના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. જે લોકોના વિવાહ થઈ રહ્યા નથી તે લોકોએ શિવલિંગ પર દરરોજ ગંગાજળ ચઢાવવું. આવું કરવાથી એક વર્ષની અંદર જ લગ્ન થઈ જશે.

નકારાત્મકતા થશે દૂર

ઘણા લોકોને પોતાનાં ઘરમાં નકારાત્મકતાનો અનુભવ થાય છે. નકારાત્મકતા અનુભવ થવા પર તમે ઘરમાં ગંગાજળ રાખો અને તેનો છંટકાવ કર્યા કરો. ઘરમાં ગંગાજળ હોવાથી નકારાત્મક ઊર્જાનો અંત થઈ જાય છે.