ગણપતિ બાપાની કૃપા મેળવવા માંગતા હોય તો ઘરમાં લઈ આવો સ્વસ્તિક, દરેક સમસ્યામાંથી મળશે મુક્તિ

Posted by

સનાતન ધર્મમાં સ્વસ્તિક ચિહ્નનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેને દેવ શક્તિઓ, શુભ અને મંગળ ભાવોનું પ્રતીક માનવામાં આવે છે. હકીકતમાં “સુ” અને “અસ્તિ” શબ્દને મળીને સ્વસ્તિક બનેલ છે. તેનો અર્થ એ છે કે જે ચીજ થી શુભ હોય અને કલ્યાણ હોય તે જ સ્વસ્તિક છે. હિંદુ ધર્મ શાસ્ત્રોના અનુસાર દરેક શુભ કાર્ય અને પૂજા પાઠની શરૂઆત સ્વસ્તિક બનાવીને જ કરવામાં આવે છે. એટલું જ નહીં સ્વસ્તિક અને શ્રી ગણેશજી મળીને વાસ્તુદોષ પણ દૂર કરે છે. તો ચાલો જાણી લઈએ તેના વિશે વિસ્તારથી.

જાણો શું છે સ્વસ્તિકનું મહત્વ

હિંદુ ધર્મ શાસ્ત્રોના અનુસાર સ્વસ્તિક પરબ્રહ્મ વિઘ્નહર્તા મંગલમૂર્તિ અને પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશનું સાકાર રૂપ છે. સ્વસ્તિકની ડાબી બાજુ “ગં” બીજમંત્ર હોય છે. તે ભગવાન શ્રી ગણેશનું સ્થાન માનવામાં આવે છે. સ્વસ્તિકમાં જે ૪ બિંદુઓ હોય છે, તે ગૌરી, પૃથ્વી, કાચબો અને અનંત દેવતાઓનુ પ્રતીક હોય છે. વેદ શાસ્ત્રોના મુજબ સ્વસ્તિક ગણેશનું રૂપ હોય છે. જે પણ સ્થાન પર સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યાં શુભ, મંગલ અને કલ્યાણનો વાસ હોય છે. આ જ કારણ છે કે શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક જરૂર બનાવવામાં આવે છે.

વ્યવસાયમાં નથી આવી રહી તેજી તો અપનાવો આ કારગર ઉપાય

જો તમે વ્યવસાયના ક્ષેત્રેથી જોડાયેલા હોય અને સખત મહેનત કરવા છતાં પણ તમારા વ્યવસાયમાં તેજી આવી રહી નથી તો સ્વસ્તિક તમારા માટે શુભ હોઈ શકે છે. તેના માટે તમારી સતત ૭ ગુરૂવાર પોતાના ઘરના ઈશાન ખૂણાને ગંગાજળથી ધોઈ લો અને ત્યાં સુકી હળદરથી સ્વસ્તિક બનાવી લો. સ્વસ્તિક બની ગયા બાદ ત્યાં પંચોપચાર પૂજા કરો. તેના સિવાય અડધો તોલા ગોળનો ભોગ લગાવો. તેનાથી તમને વ્યવસાયમાં લાભ મળશે. ઘરમાં ઇશાન ખૂણો અને પોતાની દુકાન કે કાર્યસ્થળ પર ઉત્તર દિશામાં હળદરનું સ્વસ્તિક બનાવી લો. આવું કરવાથી તમારા અટવાયેલા કામો થઈ જશે.

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે કરો આ ઉપાય

વાસ્તુશાસ્ત્રના અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર શ્રી ગણેશ કે સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે તેના સિવાય ઘરમાં હંમેશા શ્રી ગણેશજીના આશીર્વાદ પણ બની રહે છે અને ક્યારેય પણ ધન-ધાન્યની કમી રહેતી નથી. જણાવી દઈએ કે સ્વસ્તિક સકારાત્મક ઊર્જાનું પ્રતીક હોય છે. તેથી જ્યાં પણ સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યાંથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

કાળા રંગના સ્વસ્તિકથી થાય છે લાભ

આમ તો હિન્દુ ધર્મમાં પીળા રંગના સ્વસ્તિકનું એક અલગ જ મહત્વ હોય છે પરંતુ કાળા રંગના સ્વસ્તિકથી ઘરમાંથી ખરાબ નજર દૂર થઈ જાય છે. કહેવામાં આવે છે કે કાળા રંગના સ્વસ્તિકથી ભૂત-પ્રેત ઘરમાં પ્રવેશ કરી શકતા નથી, જેના કારણથી તમારા પર બહારની શક્તિઓની અસર થતી નથી અને તમારા ઘરમાં હંમેશા ખુશહાલી જળવાઈ રહે છે.

ઊંઘ ના આવવા પર કરો આ ઉપાય

જો તમને ઊંઘ ના આવતી હોય તો તમારે સ્વસ્તિક બનાવવું જોઈએ. શાસ્ત્રોના મુજબ તર્જની આંગળીથી સ્વસ્તિક બનાવવાથી ઊંઘ ના આવવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. હકીકતમાં ગ્રહોના દોષના કારણે ઊંઘ ના આવવાની સમસ્યા આવે છે. પરંતુ એટલું ધ્યાન અવશ્ય રાખવું કે તમારે સ્વસ્તિક રાતે જ બનાવવું અને ત્યારબાદ જ સૂવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *