ગરમ પાણીમાં આ ત્રણ ચીજ નાખીને પી લો, પેટ ની ચરબી થઈ જશે ગાયબ

Posted by

જો તમે ચરબી ઉતારવાના ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છો પરંતુ તેમ છતાં પણ કઈ ફરક નથી પડી રહ્યો તો દરરોજ સવારે આ ત્રણ ચીજને મિક્સ કરીને એક ડ્રિંક બનાવો અને તેનું સેવન કરી લો. વજન ઘટાડવાની જેમ જ પેટની ચરબી ઉતારવી પણ ખૂબ જ મુશ્કેલ કામ છે. સ્વસ્થ આહાર અને નિયમિત કસરત વજન ઘટાડવા માટે જરૂરી માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે આ બંને ચીજને કરવા છતાં તમારા શરીરનું મેદસ્વીપણું એવું જ બની રહે છે.

ખરેખર મેદસ્વીપણું અને પેટની ચરબી ના ઘટવાના ઘણા કારણ હોય છે. તેમાથી એક કારણ હોય છે તમારા શરીરમાં ઝેરી પદાર્થોનું જમા થવું. ઝેરને આયુર્વેદની ભાષામાં અમા કહેવામા આવે છે. તેના કારણે વજન ઘટાડવામાં તકલીફ પડે છે. જો આ લોકડાઉનમાં તમારે પણ ચરબીના થર જામી ગયા છે. તો આ ૩ વસ્તુઓને મિક્સ કરીને પીવાથી પેટની ચરબી ઘટી શકે છે. પેટની ચરબી ઘટાડવા માટે આ પ્રભાવી ડ્રિંક બનાવવા માટે બે ચમચી જીરું, બે ચમચી ધાણા અને બે ચમચી વરિયાળીની જરૂર પડે છે.

ડ્રિંક બનાવવાની સરળ રીત

બધી જ સામગ્રીને અલગ-અલગ પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજે દિવસે સવારે બધી સામગ્રીને એક સાથે મિક્સ કરીને ૧૦ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગાળીને ખાલી પેટ સેવન કરો. સ્વાદ વધારવા માટે તમે તેમાં મીઠું અથવા મધ ઉમેરી શકો છો.

પેટની ચરબી ઘટાડવા માટે ધાણાના ફાયદા

ધાણામાં ભરપૂર માત્રામાં વિટામિન બી અને સી મળી આવે છે. તે સિવાય તેમાં એન્ટિઓકસીડેંટ અને મિનરલ પણ મળી આવે છે. ધાણામાં રહેલ ફાઈબર લાંબા સમય સુધી ભૂખને રોકી શકે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પાચનશક્તિમાં પણ વધારો કરે છે.

વજન ઘટાડવામાં જીરાના ફાયદા

જીરું મેટાબોલીજ્મનો વધારો કરે છે. તેનાથી વજન ઝડપથી ઘટવા લાગે છે. આ સિવાય તે પાચનમાં પણ સુધારો કરે છે. જીરામાં થાઈમોલ નામનો એક એક્ટિવ કંપાઉન્ડ મળી આવે છે જે ઈંજમામને ઉતેજીત કરીને પાચન રસને વધુ સારી રીતે સ્ત્રાવ કરે છે. પાચનશક્તિ મજબૂત થવાથી મેટાબોલીજ્મમાં વધારો થાય છે અને વજન ઝડપથી ઘટે છે.

વજન ઘટાડવામાં વરિયાળીના ફાયદા

વરિયાળીના બી માં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે ભૂખને ઘટાડે છે. ફાઈબર યુક્ત ખોરાક લેવાથી વારંવાર ખાવાની ઈચ્છા નથી થતી. વરિયાળી શરીરમાં વિટામિન અને મિનરલને શોષી લે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. પેટની ચરબી ઘટાડવા માટે વરિયાળી, ધાણા અને જીરું આ ત્રણ વસ્તુઓને મિક્સ કરીને નિયમિત રીતે તેમનું સેવન કરવું જોઈએ. તે એક આયુર્વેદિક પીણું છે. જે શરીરમાં જામેલ ઝેરી પદાર્થોને દૂર કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *