ગરમ પાણી પીવાથી ફક્ત ફાયદો જ નથી થતો પરંતુ તેનાથી ઘણા બધા નુકસાન પણ થાય છે, જાણો તેને પીવાની યોગ્ય રીત

હાલના દિવસોમાં સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ગરમ પાણી પીવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ચીજ એટલી હાઈલાઈટ થઈ ગઈ છે કે ફક્ત મોટા લોકો જ નહીં પરંતુ યંગ લોકોએ પણ ગરમ પાણી પીવાનું શરૂ કરી દીધું છે. તે વાતમાં કોઈ શંકા નથી કે ગરમ પાણી પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, જેમ કે વજન ઓછું થવું, પેટ યોગ્ય રીતે સાફ થવું, સ્કિન અને વાળ સ્વસ્થ રહેવા વગેરે.

પરંતુ કોઇપણ ચીજનું વધારે પડતું પ્રમાણ નુકસાનકારક હોય છે. ખાસ કરીને જ્યારે તમને તે ચીજ વિશે યોગ્ય રીતની જાણ ના હોય તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. ગરમ પાણી પીવાની સાથે પણ કંઈક આવું જ છે. જો તમે વર્ષોથી સતત ગરમ પાણી પીવો છો અથવા તો તેને યોગ્ય રીતે પીવાની રીત તમને ખબર ના હોય તો તે તમને ફાયદાની જગ્યાએ નુકસાન પણ પહોંચાડી શકે છે. તેવામાં આજે અમે તમને ગરમ પાણી પીવાની યોગ્ય રીત અને તેમના દ્વારા થતા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગરમ પાણી પીવાના નુકસાન

  • જો તમે વધારે પડતું ગરમ પાણી પીવો છો તો આ તમારા મોઢામાં ચાંદા પડવાની સમસ્યા થઈ શકે છે. તેના સિવાય જીભ બળી જવાની પણ સંભાવના રહે છે.
  • વિશેષજ્ઞોનું માનીએ તો હદથી વધારે ગરમ પાણી પીવાથી કિડની પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.
  • જ્યારે તમે વધારે ગરમ પાણી પીવો છો તો હોઠ કે મોઢાની અંદરના ભાગમાં દાઝી જવાની શક્યતા પણ રહે છે.

  • સતત ગરમ પાણી પીતા રહેવાથી શરીરની એકાગ્રતા અસંતુલિત થઇ શકે છે.
  • વધારે ગરમ પાણી પીવાથી મસ્તિષ્કની કોશિકાઓમાં સોજો આવી શકે છે.
  • ગરમ પાણી પીતા સમયે દાઝી જવાનું પણ જોખમ રહે છે.

ગરમ પાણી પીવાની યોગ્ય રીત

  • તમારે ખૂબ જ વધારે ગરમ પાણી પીવાથી બચવું જોઈએ. તેની જગ્યાએ તમારે હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ. જો પાણી વધારે પડતું ગરમ થઈ જાય છે તો તેને થોડા સમય સુધી ઠંડુ થવા દેવું અને બાદમાં પીવું જોઈએ.
  • દરરોજ ગરમ પાણી પીવાથી પણ બચવું જોઈએ. વચ્ચે-વચ્ચે થોડો ગેપ રાખતો રહેવો. જેમકે સપ્તાહમાં એક કે બે વાર ગરમ પાણી પીવું ના જોઈએ. તેની જગ્યાએ સાધારણ પાણી જ પીવું જોઈએ અથવા તો હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ.

  • ગરમ પાણીમાં હળદર, લીંબુ કે મધ જેવી ચીજો ભેળવીને પાણી પીવાથી તેના ફાયદાઓ વધી જાય છે.
  • ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યા બાદ અને તેમની સલાહ લીધા બાદ જ પોતાના ગરમ પાણી પીવાની રીતને યોગ્ય માત્રામાં નક્કી કરવી જોઈએ. અમુક લોકોની આદત હોય છે કે ઠંડીના લીધે તે સંપૂર્ણ દિવસ ગરમ પાણી પીતા રહે છે. આવું શરદી કે ઉધરસ થવા પર કરી શકાય છે પરંતુ સામાન્ય હોવા પર આવું કરવું ના જોઈએ.