ગરીબો ભૂખ્યા ના સુવે તેથી “રાઈસ ATM” ચલાવે છે આ વ્યક્તિ, રોજ ઘરની બહાર લાગે છે લાંબી લાઈનો

કોરોના મહામારી બાદ લોકોને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને નોકરી અને ધંધામા ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને દરરોજ કામ કરીને પૈસા કમાતા લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. કોરોનાને લીધે તેમને કામ મળી રહ્યું નથી. ઘણા લોકોને તો બે સમયના ભોજન જેટલી પણ કમાણી થઈ રહી નથી.

જરૂરિયાત લોકો માટે ચલાવે છે “રાઈસ ATM

જોકે આ કોરોનાકાળમાં અમુક લોકો એવા પણ છે જે જરૂરિયાત લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. એવો જ એક વ્યક્તિ છે જે ગરીબો માટે જ મફતમાં રાઈસ ATM ચલાવી રહ્યો છે. આ રાઈસ ATM નો આઇડિયા હૈદરાબાદમાં રહેનારા રામુ દોસપાટી નો છે. તે પોતાના આ રાઈસ ATM માથી લોકોને ખાવા-પીવાની જરૂરી ચીજો આપે છે.

૨૪ કલાક રહે છે ખુલ્લુ

ન્યુઝ એજન્સી આઇ.એ.એન.એસ. ના અનુસાર રામુ દોસપાટીનું આ રાઈસ ATM ૨૪ કલાક ખુલ્લું રહે છે. જો કોઈની પાસે ખાવા માટે કંઈ નથી અને તે ભૂખ્યો હોય તો રામુના એલ.બી. નગર સ્થિત ઘરે જઈને રાશન લઈ શકે છે. ચોખાની સાથે અહીંયા કરિયાણાનો અન્ય સામાન પણ મળી જાય છે.

ખિસ્સામાંથી ખર્ચ્યા પાંચ લાખ રૂપિયા

રામુ આ કામ પાછલા ૧૭૦ દિવસોથી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તે ૧૫ હજારથી વધારે લોકોને રાશનકીટ આપી ચૂક્યા છે. આ કામમાં તેમણે પોતાના ખિસ્સામાંથી પાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમના રાઈસ ATMની બહાર દરરોજ મહિલા અને પુરુષોની લાંબી લાઈનો લાગી રહે છે. તેમના આ નેક કામથી પ્રભાવિત થઈને અન્ય ઘણા લોકો પણ તેમની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.

આવી રીતે મળી પ્રેરણા

એકવાર રામુએ જોયું કે એક સિક્યુરિટી ગાર્ડ અમુક ભૂખ્યા મજૂરોની મદદ કરવા માટે બે લાખ રૂપિયા ખર્ચ કરે છે. ત્યારે તેમને સમજાયું કે જો મહિને ૬૦૦૦ કમાનાર વ્યક્તિ પણ લોકોની મદદ કરી શકતો હોય તો મારા જેવો વ્યક્તિ જે મહિને ૧ લાખ રૂપિયા કમાય છે તેમણે તો વધારે મદદ કરવી જોઈએ. પોતાના ઘરે બેસીને ફક્ત પોતાના પરિવારનું જ વિચારવું ના જોઈએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રામુ એક MBA ગ્રેજ્યુએટ છે અને એક સોફ્ટવેર ફાર્મમાં HR મેનેજર તરીકે કામ કરે છે.