ગરુડ પુરાણ : જો તમારે જીવનમાં સુખી થવું હોય તો આજે જ આ ૪ ખરાબ આદતો છોડી દો, નહિતર જીવનમાં ક્યારેય સુખી નહી થઈ શકો

ઘણીવાર આપણે શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ વાતોને નજરઅંદાજ કરી દઈએ છીએ અને બાદમાં આપણે પસ્તાવું પડે છે. ગરુડપુરાણમાં પણ લાઈફ મેનેજમેન્ટનાં ૪ એવા સુત્રો વિશે જણાવવામાં આવ્યું છે, જેને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. તો ચાલો જાણી લઈએ લાઈફ મેનેજમેન્ટનાં તે સુત્રો વિશે.

ક્યારેય ના કરવું અભિમાન

અમુક લોકોને પોતાનાં પૈસાનું અભિમાન હોય છે અને તે અન્ય લોકોને પોતાનાથી નીચા સમજવા લાગે છે અને ઘણીવાર તેમને નીચા બતાવવાની કોશિશ પણ કરે છે. આવું કરવાથી સામેવાળા વ્યક્તિનાં મનને દુઃખ પહોંચે છે. કોઈપણ પ્રકારથી અન્ય લોકોને દુઃખ પહોંચાડવું “પાપ” માનવામાં આવે છે તેથી ભુલમાં પણ ક્યારેય અભિમાન ના કરવું જોઈએ.

અન્ય લોકોનાં સુખને જોઈને દુઃખી ના થવું

અમુક લોકોની આદત હોય છે કે તે અન્ય લોકોની ખુશી જોઇને બળતરા કરે છે અને આવું કરવાથી તણાવ વધે છે. ક્યારેય પણ અન્ય લોકોની ખુશી જોઇને મનમાં બળતરા કરવી નહી. જે આપણી પાસે છે, આપણે તેમાં જ ખુશ રહેવું જોઈએ. જો આપણે અન્ય લોકોની ખુશી જોઈને ઈર્ષા કરીશું તો આપણે ક્યારેય પણ સુખી જીવન જીવી શકીશુ નહી.

ધનની લાલચ છોડી દો

ધન મેળવવા માટે અમુક લોકો સાચા-ખોટાની પસંદગી કરી શકતા નથી. વળી અમુક લોકો અન્ય લોકોનાં ધનને મેળવવાની કોશિશ કરતા હોય છે. અન્ય લોકોનાં પૈસા પડાવી લેવાને શાસ્ત્રોમાં પાપ કહેવામાં આવ્યું છે. આપણે પોતાની મહેનતથી જ પૈસા કમાવવા જોઈએ. તેનાથી જ આપણને ખુશી મળે છે. અન્ય લોકોની સંપત્તિ જોઈને ક્યારેય પણ પોતાનાં મનમાં લાલચ આવવી ના જોઈએ. જે લોકો લાલચ કરે છે, તે લોકો ક્યારેય પોતાનાં જીવનમાં ખુશ રહી શકતા નથી.

બીજા લોકોની બુરાઈ ના કરવી

આપણે ક્યારેય પણ બીજા લોકોની બુરાઈ ના કરવી જોઈએ. આપણે પોતાનાં કામ પર જ ધ્યાન આપવું જોઈએ. શાસ્ત્રોમાં બીજાની બુરાઈ કરવાને પાપ માનવામાં આવ્યું છે. આવું કરવા વાળા લોકો પોતાનાં કામ પર ધ્યાન આપી શકતા નથી અને બીજા લોકોથી હંમેશા પાછળ રહી જાય છે. જો તમારે પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારે બીજા લોકોની બુરાઈ અને અપમાન કરવાથી બચવું જોઈએ.