ગરુડ પુરાણને હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ પુરાણ માનવામાં આવે છે. તેમાં ઘણી એવી કહાનીઓ અને વાતો જણાવવામાં આવી છે જે મનુષ્યના જીવન માટે ખૂબ જ સારી છે. તેમનું પાલન કરનાર વ્યક્તિ જીવનમાં કોઈપણ પરેશાનીથી મુક્ત રહે છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્યના સિવાય પણ ઘણું બધું જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં જ્ઞાન-વિજ્ઞાન, નીતિ-નિયમ અને ધર્મની ઘણી મહત્વપૂર્ણ વાતોની વિશે જણાવવામાં આવ્યું છે.
જીવન અને મૃત્યુનું રહસ્ય છુપાયેલું છે ગરુડ પુરાણમાં
ગરુડ પુરાણમાં જ્યાં એકતરફ મૃત્યુનાં વિશે જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ જીવનનું રહસ્ય પણ તેમાં છુપાયેલું છે. ગરુડ પુરાણમાં અમુક એવા લોકોની વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેની સાથે વધારે પડતાં નમ્રતાપૂર્વક વાત કરવી જોઈએ નહી. આવું કરવા પર તે તમારી વાત સાંભળશે નહિ અને તમારે જીવનમાં નુકસાન ભોગવવું પડી શકે છે. તો ચાલો જાણી લઈએ તે લોકોના વિશે.
ખરાબ વ્યવહાર કરનાર વ્યક્તિની સાથે
જ્યારે તમે કોઈ ખરાબ વ્યક્તિની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરો છો તો તે તેના બદલે તમારી સાથે સારો વ્યવહાર કરશે નહી. તે તમારી નમ્રતાને તમારી નબળાઈ સમજવા લાગશે અને તમારી સાથે ખરાબ વ્યવહાર કરવાની કોશિશ કરશે પરંતુ જ્યારે તમે આવા લોકોની સાથે કઠોર વ્યવહાર કરો છો તો ત્યારે તેમને સમજમાં આવે છે અને તે સારો વ્યવહાર કરે છે.
શિલ્પકારોની સાથે
ગરુડ પુરાણના અનુસાર શિલ્પકાર કે કલાકાર સાથે પણ નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ નહી. જો કે તે ફક્ત તે વિશે શિલ્પકારોની વિશે જ કહેવામાં આવ્યું છે જે આળસુ હોય છે અને પોતાનું કામ યોગ્ય રીતે કરતા નથી જો આવા લોકોની સાથે તમે નમ્રતાપૂર્વક વ્યવહાર કરો છો તો તે વધારે આળસુ થઈ જાય છે અને પોતાનું કામ ક્યારેય પણ યોગ્ય રીતે કરતા નથી. આવા લોકોની પાસે કામ કરાવવા માટે કઠોર વ્યવહાર જ કરવો પડે છે.
નોકરની સાથે
જ્યારે તમે પોતાના નોકરની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરવા લાગો છો તો તે તમારી વાત સાંભળવાનું ઓછું કરી નાખે છે. તે પોતાને તમારો મિત્ર સમજવા લાગે છે અને ઘણી જગ્યાઓ પર તે તમારું અપમાન કરવાથી પણ ચૂકતો નથી. આવું ના થાય તે પહેલા જ નોકરની સાથે કઠોર વ્યવહાર કરવો.
ઢોલકની સાથે
જ્યારે તમે ઢોલકની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરીને તેને ધીમે ધીમે વગાડવાનો પ્રયાસ કરો છો તો તેમનો અવાજ સારો આવતો નથી. જો તમે સારો અવાજ મેળવવા માગતા હોય તો તમારે ઢોલકને જોરજોરથી વગાડવું પડશે. તેથી ઢોલકની સાથે કઠોર વ્યવહારની જરૂર પડે છે.
દુષ્ટ સ્ત્રીઓની સાથે
સ્ત્રીઓને માન આપવું સારી વાત હોય છે પરંતુ દુષ્ટ સ્ત્રીઓની સાથે ઘણીવાર કઠોર વ્યવહારની પણ આવશ્યકતા પડતી હોય છે. તેમની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો મૂર્ખામી હોય છે. તે પોતાના સ્વભાવનાં લીધે તમને નુકસાન પહોંચાડવાની પૂરી કોશિશ કરે છે.