ગાયનું દૂધ, ભેંસનું દૂધ કે બદામ દૂધ, જાણો ક્યુ દૂધ પીવું તમારા માટે છે શ્રેષ્ઠ

Posted by

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે આપણે બધા જ જાણીએ છીએ. નાના બાળકોથી લઇને મોટા વડીલો સુધી તમામ લોકોને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. દૂધ બોડીમાં કેલ્શિયમની માત્રાને પૂરું કરવામાં આપણી મદદ કરે છે. જો શરીરમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હશે તો મનુષ્યના હાડકાઓ પણ મજબૂત રહેશે. દરરોજ ફક્ત એક ગ્લાસ દૂધ તમને તંદુરસ્ત બનાવી રાખવામાં તમારી મદદ કરે છે.

દૂધના વિશે વાત કરવા પર તમારા મગજમાં ફક્ત ગાય કે ભેંસનું દૂધ જ આવતું હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આજના સમયમાં માર્કેટમાં ઘણાં પ્રકારના દૂધ મળે છે. માર્કેટમાં તમે સોયા અને બદામનું પણ દૂધ જોયું હશે. તેવામાં એક સવાલ જે બધાનાં મનમાં આવતો હોય છે તે એ હોય છે કે તેમાંથી સૌથી સારું દૂધ કયું છે ? ક્યુ દૂધ પીવાથી સ્વાસ્થ્યને ફાયદો પહોંચશે ? જોકે દરેક પ્રકારનાં દૂધનાં પોતાનાં અલગ ફાયદાઓ હોય છે પરંતુ ક્યુ દૂધ સૌથી શ્રેષ્ઠ હોય છે. ચાલો જાણી લઈએ.

બદામ દૂધ

વિદેશોમાં બદામનાં દૂધનું સેવન સૌથી વધારે કરવામાં આવે છે. તેમાં કેલેરીની માત્રા ઓછી અને પ્રોટીનની માત્રા વધારે હોય છે, જેને બાળકો માટે યોગ્ય માનવામાં આવે છે. દૂધને સ્વાદિષ્ટ બનાવવા માટે અમુક કંપનીઓ બદામનાં દૂધમાં ખાંડ તો અમુક કેલ્શિયમ પણ ભેળવે છે. જે લોકો ગાયનાં દૂધને પચાવી શકતા નથી, તેમના માટે બદામનું દૂધ બેસ્ટ રહે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે પણ બદામનું દૂધ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

સોયા દૂધ

સોયા દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે. જો તમે ગાયના દૂધનો વિકલ્પ શોધી રહ્યા હોય તો સોયા મિલ્ક એક શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય. સોયામિલ્કમાં અમુક કંપનીઓ કેલ્શિયમ અને વિટામિન-ડી પણ ભેળવે છે. જો કે જેમને ગાયનાં દૂધથી એલર્જી છે ડોક્ટર એવા લોકોને સોયા મિલ્કથી દૂર રહેવાની જ સલાહ આપે છે. તેના સિવાય નાના બાળકોએ પણ સોયા દૂધનું સેવન કરવું જોઇએ નહી કારણ કે તે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. હકીકતમાં સોયાબીનની ખેતીનાં સમયે ખેડૂત ઘણા પ્રકારના કીટનાશકનો ઉપયોગ કરે છે, જે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડી શકે છે.

ગાયનું દૂધ

પ્રોટીન, કૈલ્શિયમ, વિટામિન, મિનરલ અને કાર્બોહાઈડ્રેટ વગેરે પોષક તત્વોની માત્રા ગાયના દૂધમાં સૌથી વધારે રહેલી હોય છે. જો કે ગાયનું દૂધ માર્કેટમાં ઘણા પ્રકારથી ઉપલબ્ધ હોય છે. માર્કેટમાં તમને ગાયના ફૂલ ક્રીમ, ટોન્ડ અને લેક્ટોઝ ફ્રી દૂધ વગેરે મળી જશે. તેમાંથી કોઈમાં ફેટને કાઢી નાખવામાં આવે છે તો કોઈને ફેટની સાથે જ વેચાણ કરવામાં આવે છે. ગાયના દૂધમાં કેલ્શિયમની માત્રા પણ ખૂબ જ વધારે હોય છે, જે હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. એકંદરે જોવામાં આવે તો ગાયનું દૂધ બાળકોથી લઈને યુવાનો અને વડીલો તમામ લોકો માટે સારું માનવામાં આવે છે. તેમાં તે બધાં જ પોષક તત્વો મળી આવે છે, જેનાથી સ્વાસ્થ્યને લાભ પહોંચે છે.

ભેંસનું દૂધ

ભેસનું દુધ ગાયનાં દૂધની તુલનામાં વધારે ગાઢ હોય છે કારણ કે તેમાં ફેટ વધારે હોય છે. ગાયના દૂધમાં ૩ થી ૪ ટકા ફેટ હોય છે વળી ભેંસના દૂધમાં ૭ થી ૮ ટકા ફેટ હોય છે. ગાયનું દૂધ વજનદાર હોવાના કારણે પચવામાં વધારે સમય લાગે છે. જો તમે વધારે ફેટ લેવા માંગતા ના હોય તો ગાયના દૂધનું સેવન કરી શકો છો. ભેંસના દૂધમાં ગાયના દૂધની અપેક્ષામાં ૧૦ થી ૧૧ ટકા વધારે પ્રોટીન હોય છે. તેને પચાવવામાં સમસ્યા ના થાય તેથી વડીલો અને નવજાત બાળકોને આપવાની મનાઈ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *