૬૯ વર્ષની ઉંમરમાં ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Posted by

ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન થઈ ગયું છે. ૬૯ વર્ષીય બપ્પી લહેરીએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરી ઓબ્સ્ટ્રકટિવ સ્લીપ એપનિયા (ઓએસએ) અને રિકરેંટ ચેસ્ટ ઇન્ફેક્શનથી પીડાતા હતાં.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનાં એક દિવસ બાદ થયું નિધન

બપ્પી લહેરીને છેલ્લા એક વર્ષથી OSA ની તકલીફ હતી. ડો. દિપક નામજોશી તેમની સારવાર કરી રહ્યા હતાં. આ ગંભીર સમસ્યાનાં કારણે બપ્પી લહેરીને જુહુ સ્થિત ક્રિટીકેયર હોસ્પિટલમાં ૨૯ દિવસથી દાખલ હતાં. નિધનનાં એક દિવસ પહેલા ૧૫ ફેબ્રુઆરીનાં રોજ સ્વસ્થ થવા પર તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનાં એક દિવસ બાદ ફરી બપ્પી લહેરીની તબિયત બગડવા લાગી હતી. તેમને ફરી ગંભીર હાલતમાં ક્રિટિકેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

રાતે લગભગ ૧૧:૪૫ વાગ્યે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરો એ તેમને બચાવવાનાં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યા. બપ્પી લહેરી પાછલા ઘણા સમયથી બિમાર હતાં. તે ગયાં વર્ષથી જ હોસ્પિટલની દોડધામ કરી રહ્યાં હતાં. ગયા વર્ષે જ્યારે તેમનામાં કોરોનાનાં હળવા લક્ષણો નજર આવ્યાં હતાં, ત્યારે પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ હતાં.

નરેન્દ્ર મોદી એ પાઠવી શ્રદ્ધાંજલી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપી છે. “શ્રી બપ્પી લહેરીનું સંગીત સર્વાગીણ હતું. વિભિન્ન લાગણીઓને વ્યક્ત કરવા વાળા હતાં. ઘણી પેઢીઓનાં લોકો પોતાને તેમનાં સંગીત સાથે જોડાયેલા મહેસુસ કરી શકે છે. તેમનો ખુશમિજાજ સ્વભાવ બધાને યાદ રહેશે. તેમના નિધનથી ખુબ જ દુઃખ થયું છે. તેમનાં પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ”.

સેલેબ્રિટીઓએ વ્યક્ત કર્યો શોક


બપ્પી લહેરી જેવા દિગ્ગજનું આવી રીતે ચાલ્યાં જવું ખુબ જ દુ:ખદ છે. તે પણ એવા સમયે જ્યારે દેશે પોતાનો અન્ય એક કિંમતી રત્ન લતા મંગેશકરને ગુમાવી દીધા છે. બપ્પી લહેરીનાં નિધનથી સિતારાઓ પણ ખુબ જ દુઃખી છે. અજય દેવગણે બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે, “બપ્પી દા ખુબ જ પ્રેમાળ વ્યક્તિ હતાં પરંતુ તેમનાં સંગીતમાં એક ધાર હતી. તેમણે હિન્દી ફિલ્મનાં મ્યુઝિકમાં વોકિંગ, સિક્યોરિટી અને ડિસ્કો ડાન્સર જેવી એક અલગ જ સમકાલીન શૈલી રજુ કરી હતી. શાંતિ દાદા, તમે ખુબ જ યાદ આવશો”. ક્રિકેટર યુવરાજ સિંહ સહિત અન્ય સેલિબ્રિટીઓએ પણ બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપી છે.

ડિસ્કો કિંગ હતાં બપ્પી લહેરી

બપ્પી લહેરીનું સાચું નામ આલોકેશ લહેરી છે, તેણે ૭૦-૮૦નાં દશકમાં બોલિવુડને એક થી એક ચડિયાતા આઇકોનીક ગીતો આપ્યા છે. મિથુન ચક્રવર્તીનું ગીત “આઇ એમ અ ડિસ્કો ડાન્સર” આજે પણ લોકોને યાદ છે. તે બપ્પી લહેરી જ હતાં, જેમના અવાજે આ ગીતને ઘરે-ઘરે લોકપ્રિય બનાવ્યું હતું. બપ્પી લહેરી બાદમાં ડિસ્કો કિંગ તરીકે પણ ઓળખાવા લાગ્યા હતાં.

મ્યુઝિક લિજેન્ડ બપ્પી લહેરીએ વર્ષ ૧૯૭૩ માં આવેલી હિન્દી ફિલ્મ “નન્હા શિકારી” માં પોતાનો પહેલો મ્યુઝિક સ્કોર આપ્યો હતો. જો કે ગયા વર્ષે તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તેમણે કિશોર કુમારની ફિલ્મ “બઢતી કા નામ દાઢી” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમનાં ખાતામાં બાઝાર બંદ કરો, ચલતે ચલતે, આપકી ખાતિર, લહમ કે દો રંગ, વારદાત, નમક હલાલ, શરાબી, હિંમતવાલા, સત્યમેવ જયતે, આજ કા અર્જુન, થાનેદાર અને બીજા ઘણા ફિલ્મી ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. વર્ષ ૨૦૨૦ માં બાગી-૩ નું ગીત “બંકસ” બોલિવુડમાં તેમનું છેલ્લું ગીત હતું.