ભગવદ ગીતામાં એવી ઘણી બધી જાણકારીઓ જણાવવામાં આવી છે, જેનાં માધ્યમથી આપણને ઘણી બધી બાબતો શીખવા મળે છે. તેમાં મનુષ્યનાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન પણ જણાવવામાં આવ્યું છે. તેમાં એવા ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો મનુષ્ય તેનું પોતાનાં જીવનમાં પાલન કરે છે તો તે પોતાનાં જીવનને ખુશહાલ બનાવી શકે છે. આજે અમે તમને એવા જ ગીતાનાં એક શ્લોક વિશે જણાવવાના છીએ, જેનાથી તમારી દરેક સમસ્યાનું સમાધાન થઇ શકે છે.
विष्णुरेकादशी गीता तुलसी विप्रधेनव:।
असारे दुर्गसंसारे षट्पदी मुक्तिदायिनी।।
ઉપરોક્ત આપેલા શ્લોકમાં ૬ એવી જ વાતો જણાવવામાં આવી છે, જો તે વાતનું મનુષ્ય પોતાનાં દૈનિક જીવનમાં પાલન કરે છે તો તે તમામ પ્રકારની મુશ્કેલીઓથી દુર થઈ શકે છે. આ ૬ વાતમાં પહેલું કાર્ય છે ભગવાન શ્રી વિષ્ણુની પુજા કરવી. ભગવાન શ્રી વિષ્ણુને પરમાત્માનાં ત્રણ સ્વરૂપોમાંથી એક જગતનાં પાલક માનવામાં આવે છે. શ્રીહરિ ઐશ્વર્ય, સુખ-સમૃદ્ધિ અને શાંતિનાં સ્વામી પણ છે.
શ્રી વિષ્ણુનાં અવતારોની પુજા કરવા પર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. જો તમે તમારા જીવનને સફળ બનાવવા માંગો છો તો તમારે થોડા નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમારો ખરાબ સમય સારા સમયમાં પરિવર્તિત થઇ જશે. આજે અમે તમને આ જ સિદ્ધાંત વિશે જાણકારી આપવાના છીએ. તો ચાલો તમને જણાવી દઈએ કે ક્યાં સિદ્ધાંતોને જીવનમાં અપનાવવાથી જીવન સફળ બની શકે છે.
હરિ નામ
સંપુર્ણ સંસારનું પાલનપોષણ ભગવાન શ્રી વિષ્ણુજી કરે છે. જો તમે તમારું જીવન બદલવા માંગો છો તો તેના માટે હંમેશા શ્રી હરિ નું નામ જપવું જોઇએ. જ્યારે આપણે શ્રી હરિનાં નામનો જાપ કરીએ છીએ તો તેનાથી આપણા જીવનનાં ટુટેલા બધા જ સંબંધ સુધરી જાય છે એટલા માટે જ્યારે પણ તમે ભગવાનને યાદ કરો છો તો તમારા સાચા મન અને સમર્પણની ભાવનાથી કરો.
ગીતા પાઠ
ભગવાન શ્રીકૃષ્ણનું શ્રીમદ ભાગવદગીતા સાક્ષાત રુપ છે એટલા માટે આપણે બધાએ દરરોજ ગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જે વ્યક્તિ નિયમિત રૂપથી ગીતાનાં શ્લોકનું અધ્યયન કરે છે, તે વ્યક્તિની ઉપર હંમેશા ભગવાનની કૃપા રહે છે.
તુલસીની સેવા
ઘરમાં તુલસીનો છોડ હોવો ખુબ જ જરૂરી છે. આ વાતની પુષ્ટી વિજ્ઞાનમાં પણ છે કે ઘરમાં તુલસીનો છોડ હોવાનાં કારણે વાતાવરણ શુદ્ધ રહે છે અને નકારાત્મક ઉર્જામાંથી છુટકારો મળે છે. સવારે અને સાંજે તુલસીનાં છોડ પાસે દિવો પ્રગટાવવો જોઈએ અને સમયસર મંજરી પણ ઉતારી લેવી જોઈએ નહિતર વૃંદા દેવીને કષ્ટ સહન કરવા પડે છે.
ગાય માતાની સેવા
જે વ્યક્તિ પોતાનાં ઘરમાં ગાય પાળે છે તો તેમનાં ઘરમાં તમામ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. ગાયથી પ્રાપ્ત થતું દુધ, મુત્ર અને ગોબરને પવિત્ર માનવામાં આવે છે. જો ગૌમુત્રનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તેનાથી કેન્સર જેવી ગંભીર સમસ્યામાંથી પણ છુટકારો પ્રાપ્ત કરી શકાય છે. જો તમે તમારા ઘરમાં ગાયને પાળી શકતા નથી તો કોઇ ગૌ-શાળામાં જઈને તમારી શક્તિ અનુસાર તેની સેવા કરી શકો છો.