ગીતાનો પાઠ કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન, ત્યારે જ તમને મળશે પાઠ કરવાનો પૂર્ણ લાભ

ઘણા લોકો રોજ ભગવત ગીતાના પાઠ કરતા હોય છે. ભગવત ગીતાના પાઠ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે, તેથી જો તમે કોઇ પરેશાનીમાં હોય તો એકવાર ગીતાનો પાઠ કરી લેવો. ગીતાના પાઠ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને બધા જ દુઃખોમાંથી મુક્તિ પણ મળી જાય છે. જોકે ગીતાના પાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે નીચે જણાવવામાં આવેલી વાતોનું પાલન કરવું જોઈએ. હકીકતમાં ગીતાના પાઠ કરવા સાથે અમુક નિયમ જોડાયેલા હોય છે અને તેના અનુસાર જ તેમના પાઠ કરવા જોઈએ. તો ચાલો જાણી લઈએ ગીતાના પાઠ કરવા સાથે જોડાયેલા નિયમો વિશે.

  • ગીતા એક પવિત્ર ગ્રંથ છે, તેથી ક્યારેય પણ ગીતાને ગંદા હાથોથી સ્પર્શ કરવો જોઈએ નહી. ગીતાનાં પાઠ કરતા પહેલા પોતાના હાથ અને પગને ખૂબ જ સારી રીતે સાફ કરી લો અને ત્યારબાદ જ તેમના પાઠ કરવાનું શરૂ કરવું જોઈએ.
  • જો તમે સવારના સમયે ગીતાના પાઠ કરો છો તો ખાલી પેટ જ ગીતાના પાઠ કરવા જોઈએ, વળી તેનો પાઠ શરૂ કરતા પહેલાં ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણજીનું ધ્યાન જરૂર કરવું જોઈએ.
  • પાઠ કરતા સમયે એક ઉનનું આસન પાથરીને તેના પર બેસીને જ પાઠ કરવા. ધ્યાન રાખવું કે તમારે આ આસન પર બેસીને દરરોજ પાઠ કરવા અને આ આસનને બદલવું નહી.

  • ગીતાનો પાઠ કરતા સમયે પોતાની પાસે એક દિવો પણ પ્રગટાવી લેવો ત્યારબાદ જ પાઠ શરૂ કરવા.
  • ગીતાનો પાઠ શરૂ કર્યા બાદ કોઈની સાથે પણ વાત કરવી નહી અને પોતાનું પૂરું ધ્યાન પાઠ પર જ લગાવવું.
  • ગીતાના દરેક શ્લોકનું યોગ્ય રીતે ઉચ્ચારણ કરવું.
  • ગીતાના પાઠ શરૂ કરતા પહેલા અને પાઠ કર્યા બાદ તેને માથા પર લગાવીને પ્રણામ કરવા અને ત્યારબાદ ગીતાને લાલ રંગના કપડામાં વીંટાળીને રાખી દેવા.

  • ભગવદ ગીતાના પાઠ કર્યા બાદ ગીતાની આરતી કરવી.
  • ગીતા ગ્રંથને હંમેશા સાફ જગ્યા પર રાખવું અને તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગીતા પર ક્યારેય પણ ધૂળ જામે નહી.
  • તો આ હતાં ગીતાના પાઠ કરવા સાથે જોડાયેલા અમુક નિયમો, જેમનું તમારે જરૂર પાલન કરવું જોઈએ.