ઘડિયાળને જો ખોટી જગ્યાએ લગાવવામાં આવે તો આવનાર સમય પણ બદલાઇ જાય છે, આ જગ્યાઓ પર ના લગાવો ઘડિયાળ

Posted by

ઘડિયાળનું કામ હોય છે સાચો સમય બતાવવો. પરંતુ જો આ જ ઘડિયાળ ખોટી જગ્યાએ લગાવવામાં આવે તો તમારો સમય ખરાબ આવી શકે છે. આપણા બધાના ઘરમાં ઘડિયાળ હોય છે પણ લોકો ઘણીવાર ઘડિયાળ ઘરની કોઈપણ દિવાલ પર લગાવી દેતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ ઘડિયાળને વાસ્તુના હિસાબે લગાવવી જોઈએ. આખરે શું હોય છે ઘડિયાળ લગાવવાની સાચી રીત ? તો ચાલો તમને જણાવીએ.

દક્ષિણ દિશામાં ના લગાવવી જોઈએ ઘડિયાળ

દક્ષિણ દિશામાં ક્યારેય પણ ઘડિયાળને લગાવવી જોઈએ નહી કારણ કે શાસ્ત્રો અનુસાર ઘરની દક્ષિણ દિશામાં કાળનો વાસ હોય છે. વાસ્તુનું માનીએ તો દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવી અશુભ હોય છે કારણ કે દક્ષિણ દિશામાં મૃત લોકોની તસ્વીર લગાવવામાં આવે છે. તેથી દક્ષિણ દિશામાં મૃત્યુ પામેલા લોકોની તસવીરો જ લગાવો ઘડિયાળ નહી. વાસ્તુના નિયમ પ્રમાણે ઘડિયાળ લગાવવાનું સાચું સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે આ ત્રણેય દિશાઓ પોઝિટિવ એનર્જી વાળી હોય છે.

ઘરના દરવાજા પર ના લગાવો ઘડિયાળ

વાસ્તુના નિયમ અનુસાર ઘડિયાળને ઘરના કોઈપણ દરવાજા પર ના લગાવવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. દરવાજા પર ઘડિયાળ લગાવવાનો મતલબ ઘરમાં તણાવને આમંત્રણ આપવાનો હોય છે. તેનાથી ઘરમાં ચિંતાનું વાતાવરણ બની રહે છે. એવું એટલા માટે હોય છે કારણ કે દરવાજા પાસેથી પસાર થતી વખતે નકારાત્મક એનર્જી નો પ્રવાહ હોય છે.

લગાવો પેંડુલમ વાળી ઘડીયાળ

જો તમે તમારા ઘરના ડ્રોઇંગરુમમાં પેંડુલમ વાળી ઘડિયાળ લગાવો છો તો તે વાસ્તુના અનુસાર શુભ હોય છે. પેંડુલમ વાળી ઘડીયાળ દર કલાકે ટન ટન નો અવાજ કરે છે અને સમયનો આભાસ કરાવે છે. જો તમે આવી ઘડિયાળ લગાવો છો તો ઘરમાં બરકત જળવાઈ રહેશે.

બંધ ઘડિયાળને તરત જ ફેંકી દો

ક્યારેય પણ બંધ ઘડિયાળને ઘરમાં રાખવી ના જોઇએ. બંધ ઘડિયાળને કાં તો રીપેર કરાવી લો અથવા તો ઘરની બહાર ફેંકી દો. કોઈપણ બંધ ઘડિયાળને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. ભલે તે પછી દિવાલ પરની ઘડિયાળ હોય કે હાથની ઘડીયાળ હોય કે પછી ટેબલ ઘડિયાળ હોય. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે રોકાયેલ સમય તમારા જીવનને પણ રોકી લેતો હોય છે અને દરેક કામમાં અડચણ ઉભી કરે છે. તેથી તમારા ઘરમાં પણ જો કોઈ બંધ થયેલી ઘડિયાળ હોય તો તેને તરત જ રીપેર કરાવી લો કે પછી તેને ભંગારમાં આપી દો.

સમયને આગળ પાછળ ના રાખો

કોઈપણ ઘડિયાળને સમય પર રાખવી ખૂબ જરૂરી હોય છે. ઘડિયાળના સમયને આગળ કે પાછળ રાખવો ના જોઈએ. વાસ્તુ અનુસાર જો ઘડિયાળ પોતાના વાસ્તવિક સમયથી પાછળ હશે તો વ્યક્તિને પોતાના જીવનમાં કઠિન પરિશ્રમ કરવો પડી શકે છે તેથી ઘડિયાળમાં યોગ્ય સમય જ રાખો.

ઘડિયાળનો આકાર

વાસ્તુમાં ઘડિયાળનો આકાર પણ ખૂબ જ મહત્વ રાખે છે. જો તમારા ઘરમાં ગોળ, અંડાકાર, આઠ અથવા છ ભુજા આકારવાળી ઘડિયાળ છે તો તે શુભ માનવામાં આવે છે. ઘરમાં ત્રિકોણાકાર ઘડિયાળ રાખવી જોઈએ નહી. વાસ્તુ અનુસાર આ પ્રકારની ઘડિયાળ અશુભ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *