ઘણા પ્રકારના રોગોને દૂર કરે છે માત્ર એક નાનું લીંબુ, જાણો લીંબુ સાથે જોડાયેલા ૮ ફાયદાઓ

લીંબુનો રસ પીવાથી શરીરને ઘણા પ્રકારના લાભ મળે છે અને ઘણા પ્રકારના રોગોમાંથી મુક્તિ પણ મળી જાય છે. લીંબુ એક એવી ચીજ છે જેના રસનું ઘણી રીતે સેવન કરી શકાય છે. ઘણા લોકો તેને પાણીમાં મેળવીને તે રસને પીવે છે તો ઘણા લોકો શાકની અંદર નાખીને તેનું સેવન કરે છે. લીંબુના રસથી શરીરની સાથે સાથે આપણી ત્વચા અને વાળને પણ ખૂબ જ લાભ મળે છે.

વિટામીન-સી ની પૂરી કરે છે ખામી

જે લોકોને વિટામીન-સી ની ખામીઓ છે, તે લોકોને લીંબુનું સેવન કરવાની સલાહ દરેક ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. લીંબુ ખાવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં વિટામિન-સી મળે છે. સાથે જ તે આપણા શરીરની પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે અને આવું થવાથી શરીરમાં રોગ પ્રવેશ કરી શકતો નથી. તેથી તમારે દરરોજ લીંબુનું સેવન જરૂર કરવું જોઈએ.

પીત યોગ્ય રીતે કરે છે કામ

પીતની બીમારીથી પરેશાન લોકોએ લીંબુને મીઠાની સાથે ખાવું જોઈએ. લીંબુની કાપીને અને બાદમાં તેને તવા પર રાખીને ગરમ કરી લો. ત્યારબાદ તેના પર મીઠું લગાવીને તેને ચૂસી લો. આ રીતે લીંબુ ખાવાથી તમારી પીત સાથે જોડાયેલી બીમારી ઠીક થઈ જશે.

મેદસ્વીપણું દૂર કરે

જે લોકોએ પોતાનો વજન ઘટાડવો છે, તે લોકોએ લીંબુના પાણીનું સેવન કરવું જોઈએ. લીંબુ પાણી બનાવવા માટે તમારે સૌથી પહેલા લીંબુને કાપીને નીચોવી લો અને બાદમાં તેમાં પાણી અને મધ ઉમેરી દો. રોજ ખાલી પેટ લીંબુ પાણી પીવાથી તમારી પાચનશક્તિ મજબૂત થશે અને વજન પણ ઓછો થવા લાગશે.

શરદીમાં રાહત

શરદી થવા પર તમે એક ચમચી લીંબુનો રસ લઈને તેમાં મધ મેળવી દો. ત્યારબાદ તેની પી લો. તેનું સેવન કરતા જ તમને એક શરદીમાંથી રાહત મળી જશે. આવી રીતે જ ઉધરસ થવા પર પણ તમે લીંબુ અને મધનું સેવન કરી શકો છો.

પથરીમાં રાહત

જે લોકોને પથરી છે તેમણે દરરોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવું જોઈએ. એક મહિના સુધી આ પાણીને પીવાથી તમારી પથરી સાફ થઈ જશે. જો તમે ઈચ્છો તો લીંબુ પાણીનું સેવન દિવસમાં બે વાર પણ કરી શકો છો.

કાળા ડાઘ કરે છે દૂર

ચેહરા પર કોઈપણ પ્રકારના કાળા ડાઘ થવા પર તમે લીંબુના રસને હળદરના પાવડરમાં નીચોવી લો અને આ પેસ્ટને પોતાના ચેહરા પર લગાવી દો. અડધા કલાક સુધી તમે તેને ચેહરા પર લગાવી રાખો અને ત્યારબાદ સાફ પાણીથી પોતાના ચહેરાને ધોઈ લો. લીંબુ અને હળદરનો આ ફેસ પેક લગાવવાથી ચહેરાનાં કાળા ડાઘ દૂર થઈ જાય છે.

વાળ ખરવાના બંધ

જે લોકોના વાળ ખરી રહ્યા છે, તે લોકોએ લીંબુના રસમાં ખાંડ અને થોડું પાણી મેળવીને પોતાના વાળ પર તેને લગાવી લો અને જ્યારે તે સુકાઈ જાય તો વાળને ધોઈ લો. દરેક સપ્તાહે પોતાના વાળને આવી રીતે તેને લગાવો. થોડા દિવસોમાં જ તમારા વાળ ખરતા બંધ થઈ જશે અને જો તમારા વાળમાં ખોડો હશે તો તે પણ સમાપ્ત થઈ જશે.