ઘણા ઘરોમાં ખુશીઓ હોવા છતાં પણ એક અલગ જ ઉદાસી નજર આવે છે. સારા સમાચાર મળ્યા નથી કે લોકોની નજર લાગી જાય છે. અચાનકથી કોઈ એવી ખબર મળી જાય છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ ના હોય. લોકોની નજર લાગવી તો માત્ર એક ભ્રમ છે. હકીકતમાં તો ઘરનું વાસ્તુદોષ તેનું મુખ્ય કારણ હોય છે. વાસ્તુદોષના લીધે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય જાય છે. ઘરના લોકોની સાથે કંઈક ને કંઈક અપ્રિય ઘટના ઘટતી રહે છે. નકારાત્મક અને સકારાત્મક ઉર્જાનું મહત્વ આપણને વાસ્તુશાસ્ત્ર કે વાસ્તુ વિજ્ઞાનમાં જાણવા મળે છે.
વાસ્તુ શાસ્ત્રમાં અનેક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેમને અપનાવીને તમે ઘરની નકારાત્મકતા કે વાસ્તુદોષને દૂર કરી શકો છો. સકારાત્મક ઊર્જા ઘરમાં ખુશીઓ લઈને આવે છે. તેનાથી વિપરિત નકારાત્મક ઉર્જા દુઃખ આને બિમારીઓ લાવે છે. ઘરની ખરાબ સ્થિતિ ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. ઘણા લોકોને તો એ પણ જાણ હોતી નથી કે તેમના ઘરમાં વાસ્તુ દોષ છે. તે એ વાતથી અજાણ રહે છે અને તેમના ઘરનું વાતાવરણ હંમેશા ખરાબ રહે છે. શું તમે જાણો છો દરરોજ ઉપયોગ થનાર શુઝ-ચપ્પલ પણ નકારાત્મક ઉર્જાનું કારણ હોઇ શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કઈ રીતે સંભવ છે તો ચાલો અમે તમને જણાવી દઈએ.
શૂઝ-ચપ્પલથી આવે છે નકારાત્મકતા
ઘણીવાર બહાર જતા સમયે આપણે શુઝ-ચપ્પલનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે આપણે ઘરની અંદર તે જ શૂઝ-ચપ્પલ પહેરીને આવીએ છીએ તો બહારની નકારાત્મકતા ઉર્જા પણ શૂઝ અને ચપ્પલ દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. જેના લીધે ઘરમાં બિમારી, કલેશ, દરિદ્રતા, અશાંતિ હાવી થવા લાગે છે. તેથી ઘરમાં પ્રવેશ કરતા સમયે હંમેશા શૂઝ-ચપ્પલને બહાર ઉતારી દેવા જોઈએ. જ્યાં ત્યાં પડેલા શુઝ પણ ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. જો ઘરમાં તમને ચપ્પલ પહેરવાની આદત હોય તો ઘરના ચપ્પલને અલગ રાખવા જોઇએ. એક એવા ચપ્પલનો ઉપયોગ તમે ઘરમાં કરો, જેમનો ઉપયોગ ફક્ત ઘરમાં જ થતો હોય. આવું કરવાથી બહારની નકારાત્મકતા ક્યારેય પણ ઘરની અંદર આવશે નહી.
ઘરનાં વાતાવરણ પર પ્રભાવ
ઋષિ-મુનિઓ અને જ્ઞાનીઓએ પણ ઘરની અંદર ગંદા શૂઝ-ચપ્પલ પહેરીને જવાની વાત કહી નથી. તેમના અનુસાર ગંદા શુઝ ઘરની અંદર લાવવાથી ઘરનું વાતાવરણ ખરાબ થાય છે અને ગંદકી ફેલાય છે. વળી હિન્દુ માન્યતાઓના અનુસાર ઘરને મંદિર કહેવામાં આવે છે. તેને એક પવિત્ર સ્થાનનો દરજ્જો મળ્યો છે. જે રીતે પવિત્ર સ્થાનો પર શુઝ-ચંપલ પહેરીને અંદર જવાનું ઉચિત માનવામાં આવતું નથી, તે જ રીતે ઘરની અંદર પણ ચપ્પલ લઇને જવું યોગ્ય નથી.
વૈજ્ઞાનિક કારણ
યુનિવર્સિટી ઓફ એરિઝોનાના સ્ટડીના અનુસાર શુઝ-ચંપલમાં ૪૨૧ હજાર બેક્ટેરિયા હોય છે, જેમાંથી ૯૦% આપણા ભોજન અને પાણીમાં ભળી જાય છે. તેના સિવાય તે વાત પણ સામે આવી છે કે આપણા શૂઝ-ચંપલોમાં સાત અલગ-અલગ પ્રકારના ૨૭% બેક્ટેરિયા રહેલા હોય છે, જે આપણા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.