આજના સમયમાં આખરે કોણ એવું હશે જે તે ઇચ્છતું નહી હોય કે તેમની પાસે દુનિયાની બધીજ ખુશીઓ અને સુખ-સગવડની ચીજો હોય. અમુક લોકોની પાસે તો આ બધી જ ચીજો હોય છે તેમ છતાં પણ તે ખુશ રહી શકતા નથી. તેમના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. તેનાથી વિપરિત અમુક લોકોની પાસે કંઈપણ સુખ સગવડતાની ચીજ હોતી નથી, ધન પણ ઓછું હોય છે તેમ છતાં પણ તે પોતાનું જીવન ખુશીથી પસાર કરતા હોય છે. અમુક લોકોના ઘરમાં ધનનો પ્રવાહ વહેતો હોય છે પરંતુ જે ગતિથી ધન આવે છે તેજ ગતિથી જ ધન ખર્ચ પણ થઇ જતું હોય છે.
તમારા ઘરમાં હોઈ શકે છે વાસ્તુદોષ
કામ ધંધામાં તો લાભ થાય છે પરંતુ બચતનાં નામ પર કંઈપણ હોતું નથી. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું હોય તો તેનો મતલબ છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે. જો તમે આ બધી જ ચીજોથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં આ બધી જ ચીજોને પ્રગટાવશો તો ખૂબ જ જલ્દી તમે સુખી રહેવા લાગશો. ગુગળ, લોબાન અને ગાયના ઘીને ભેળવીને અને જ્યારે સૂર્યાસ્તના સમયે અડધો સૂર્ય બહાર હોય અને અડધો અંદર હોય તો તેને પ્રગટાવો. આવું કરવાથી ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ ઘરમાંથી બહાર નીકળી જશે.
આ પણ અજમાવો
- જો તમે ઈચ્છતા હોય કે તમારી કમાણીનાં પૈસા તમારી પાસે ટકી રહે તો દરરોજ માં મહાકાળીની સામે અગરબત્તી પ્રગટાવો. તેના સિવાય દર શનિવારે માં મહાકાળીના મંદિરમાં પૂજા કરો.
- સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઘરમાં કપૂર બાળીને ઘરના બધા સદસ્યોની સાથે આરતી કરવી. આવું કરવાથી પરિવારમાં પ્રેમ અને લાગણીની ભાવના વધશે.
- ઘરમાં બનેલી સીડીઓ, ટોયલેટનો દરવાજો કે ઘરના અન્ય દરવાજા જો વાસ્તુશાસ્ત્રના હિસાબથી બનાવેલ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તે જગ્યાઓ પર તમે કપૂર રાખી દો. ઘરમાંથી વાસ્તુદોષ ચમત્કારીક રૂપથી ખતમ થઇ જશે.
- ઘરમાં નિયમાનુસાર સપ્તાહમાં એકવાર લીમડાના પાંદડાનો ધુવાડો કરો. આવું કરવાથી ઘરમાં રહેલ બધા જ જીવાણુ અને કીટાણુઓ નષ્ટ થઈ જશે.
- જો તમારો વ્યવસાય યોગ્ય રીતે ચાલતો ના હોય તો મંગળવાર, બુધવાર અને શનિવારના દિવસે ગૂગળનો ધુમાડો કરવો જોઈએ. આવું કરવાથી વ્યવસાય યોગ્ય રીતે ફરીથી ચાલવા લાગશે.
- ઘરમાં રહેલ મંદિરમાં દરરોજ સવારે અને સાંજના સમયે કપૂર બાળીને આરતી કરવી જોઈએ. તેનાથી દૈવીય શક્તિઓ પ્રભાવિત થઈને તમારા ઘરની તરફ આકર્ષિત થાય છે.