ઘર માટે સૌભાગ્યશાળી હોય છે આ મહિનામાં જન્મેલી યુવતિઓ, લગ્ન બાદ ખુલી જાય છે પતિનું ભાગ્ય

Posted by

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં યુવતીઓને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. વળી જ્યોતિષ શાસ્ત્રની વાત કરવામાં આવે તો તેમાં કહેવામાં આવ્યું છે કે અમુક વિશેષ મહિનામાં જન્મેલી યુવતીઓ પર માં લક્ષ્મીની કૃપા રહેતી હોય છે. કહેવામાં આવે છે કે આ યુવતીઓ પોતાના ઘર-પરિવાર અને સાસરીયા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ યુવતીઓનાં પગ દેવી લક્ષ્મીનાં પગ જેવા જ હોય છે, જેના કારણે તેમના ચરણ ઘરમાં પડતાં જ ચારેય તરફ સુખ-સમૃદ્ધિ અને ખુશીઓનું વાતાવરણ બની જાય છે. તો ચાલો જાણી લઈ આખરે ક્યાં છે તે વિશેષ મહિનાઓ.

માર્ચ

જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો માર્ચ મહિનામાં જન્મેલી યુવતીઓનું મગજ ખૂબ જ તેજ હોય છે. આ જ કારણથી તે મોટામાં મોટી સમસ્યાઓને ચપટી વગાડતાં જ હલ કરી દેતી હોય છે. એટલું જ નહી મગજથી તેજ હોવાના કારણે તેમને પોતાના કરિયરમાં પણ સારું સ્થાન પ્રાપ્ત થાય છે. તેવામાં તેમને ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી. સાથે જ તે પોતાના ઘર પરિવારમાં પણ ક્યારેય પણ પૈસાની કમી રહેવા દેતી નથી. એવું પણ માનવામાં આવે છે કે માર્ચ મહિનામાં જન્મ લેવા વાળી યુવતીઓ પર ભગવાનની વિશેષ કૃપા હોય છે, તેથી જ્યારે તેમના લગ્ન થાય છે તો તે પોતાના સાસરીયા પક્ષ માટે પણ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. આ યુવતીઓનું ભાગ્ય તેમના લાઈફ પાર્ટનર માટે પણ ફાયદાકારક હોય છે.

જુલાઈ

જુલાઈમાં જન્મેલી યુવતીઓ પણ પોતાના ઘર પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. આ યુવતીઓના વિશે એવું કહેવામાં આવે છે કે તે દિમાગથી તેજ હોવાના કારણે સમાજમાં તેમનું ખૂબ જ નામ હોય છે. એટલું જ નહીં તેમને પોતાના કરિયરમાં પણ ખૂબ જ વધારે માન સન્માન મળે છે. જુલાઈ મહિનામાં જન્મેલી યુવતીઓ દ્રઢ નિશ્ચયી હોય છે. એટલે કે જો તે કોઈપણ ચીજને એકવાર મેળવવાની ઇચ્છા રાખે છે તો તે તેને પ્રાપ્ત કરીને જ માને છે. તેજ મગજ અને તેમનો દ્રઢ નિર્ણય તેમને ઈચ્છિત સફળતા મેળવવામાં મદદ કરે છે. તે પોતાની સફળતાની સાથે-સાથે પરિવારનું નામ પણ ખૂબ જ રોશન કરે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનામાં જન્મેલી યુવતીઓ તેજ બુદ્ધિવાળી હોય છે, સાથે જ તે કોઈપણ કામ કરતા પહેલા તેમના વિશે સમજી વિચારી લેતી હોય છે. તેવામાં તે પોતાની બુદ્ધિ અને વિવેકથી તમામ પરેશાનીનો ઉકેલ ખૂબ જ જલ્દી કાઢી લેતી હોય છે. એટલું જ નહી આ યુવતીઓ પોતાના ઘર અને ઓફિસમાં સારો તાલમેલ જાળવીને ચાલે છે. આ યુવતીઓ પોતાના ઘર પરિવારના સદસ્યો અને પોતાના લાઈફ પાર્ટનરની નાનામાં નાની જરૂરિયાતોને ખૂબ જ સારી રીતે સમજતી હોય છે. સાથે જ આ યુવતીઓની હંમેશા એવી કોશિશ રહેતી હોય છે કે તેમનું કોઈ અંગત વ્યક્તિ કોઈ પરેશાનીમાં ફસાઈ ના જાય.

નવેમ્બર

નવેમ્બરમાં જન્મેલી યુવતીઓ ખૂબ જ કેરિંગ સ્વભાવવાળી હોય છે સાથે જ તે કોઈપણ પરિસ્થિતિમાં ખૂબ જ જલ્દી ઢળી જતી હોય છે. આ યુવતીઓની હંમેશા એવી કોશિશ રહેતી હોય છે કે ઘર-પરિવારનાં સદસ્યોની વચ્ચે સંબંધો સારા જળવાઈ રહે. કહેવામાં આવે છે કે આ યુવતીઓનું હોવાથી ઘર પરિવારમાં સારું વાતાવરણ રહે છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો તે પોતાના પિયર માટે એક સારી દિકરી તો વળી સાસરીયા પક્ષ માટે એક સારી વહુ સાબિત થાય છે. મગજથી તેજ હોવાના કારણે આ યુવતીઓ પોતાના જીવનમાં ખૂબ જ નામ કમાય છે. તે પોતાના કરિયરમાં સફળતાના શિખરે પહોંચે છે. તેવામાં તેમને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *