એશિયાની સૌથી પાવરફુલ બિઝનેસ વુમનની વાત કરવામાં આવે તો તેમાં નીતા અંબાણીનું નામ જરૂર આવશે. નીતા અંબાણી એક એવી મહિલા છે, જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. નીતા પોતાની સુંદરતા અને અનોખા અંદાજ માટે ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. નીતા અંબાણી ભારતની સાથે-સાથે વિદેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્નિ હોવા છતાં પણ નીતા અંબાણીની પોતાની એક અલગ ઓળખ છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી એશિયાના અમીરોની સૂચિમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર છે. દર વર્ષે આવનારા આંકડાઓનું માનીએ તો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ ૫.૬૦ લાખ કરોડની છે. વાત કરીએ નીતા અંબાણીનીતો તે એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે-સાથે લગ્ઝરી લાઇફની પણ શોખીન છે.
૫૭ વર્ષની નીતા અંબાણીની પાસે ખૂબ જ મોંઘી ચીજો રહેલી છે અને તેમાંથી જ એક છે તેમની શાહી સવારી એટલે કે તેમનું પ્રાઇવેટ જેટ. ૮ કરોડની ગાડી બી.એમ.ડબલ્યુ ૭૬૦માં ફરવાવાળી નીતા અંબાણીની પાસે લાંબી યાત્રા કરવા માટે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. આ પ્રાઇવેટ જેટને મુકેશ અંબાણીએ નીતા અંબાણીને તેમના જન્મદિવસ પર આપ્યું હતું.
નીતા અંબાણીનું આ પ્રાઇવેટ જેટ અંદરથી કોઈ આલીશાન ફાઈવ સ્ટાર હોટલથી ઓછું નથી. વર્ષ ૨૦૦૭માં ૪૪માં જન્મદિવસ પર મુકેશ અંબાણીએ નીતા અંબાણીને આ કસ્ટમ ફિટેડ એરબેઝ ૩૧૯ લગ્ઝરી પ્રાઇવેટ જેટ ગિફ્ટ કર્યું હતું. આ વિમાનની કિંમત ૨૩૦ કરોડ છે, જેમાં ૧૦ થી ૧૨ લોકો આરામથી મુસાફરી કરી શકે છે.
મુકેશ અંબાણીએ આ પ્રાઇવેટ જેટને નીતા અંબાણીની જરૂરિયાતોના હિસાબથી બનાવ્યું છે. આ વિમાન આજની બધી જ લેટેસ્ટ સુવિધાઓથી સજજ છે.
નીતા એક બિઝનેસવુમન પણ છે, તેથી આ જેટમાં તેમના માટે મુકેશ અંબાણીએ એક શાનદાર મિટિંગ રૂમ તૈયાર કરાવ્યો છે.
આ વિમાનની અંદર ભોજન કરવા માટે એક ડાઇનિંગ હોલ પણ રહેલો છે, જે દેખાવમાં કોઈ ફાઇવસ્ટાર હોટેલથી ઓછો નથી.
મૂડને સારો બનાવી રાખવા માટે ફ્લાઈટમાં સ્કાયબાર પણ છે.
મનોરંજનને ધ્યાનમાં રાખતા વિમાનમાં ગેમિંગની પણ સુવિધા છે, તેની સાથે જ વિમાનમાં મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઈટ, ટેલિવિઝન અને વાયરલેસ કોમ્યુનિકેશન જેવી સુવિધાઓ પણ રહેલી છે. એટલે કે આ વિમાન પર બોર થવાનો કોઈ વિકલ્પ જ નથી.
નીતા અંબાણીને આરામ કરવા માટે વિમાનમાં એક બાથરૂમ સાથે સાથે માસ્ટર બેડરૂમ પણ છે. તે કહેવું બિલકુલ પણ ખોટું નહીં હોય કે નીતા અંબાણીનું આ શાનદાર વિમાન તેમના જીવનમાં ચાર ચાંદ લગાવે છે.