ઘરે બેસીને કરો ફેસ માસ્ક નો મીણબત્તી ટેસ્ટ, જાણો કોરોનાને રોકવા માટે અસરકારક છે કે નહી

Posted by

ઘર પર જ એક મીણબત્તીની મદદથી તે વાતની ખાતરી કરી શકાય છે કે તમારું માસ્ક તમને કોરોના વાયરસથી બચાવવા માટે અસરકારક છે કે નહી. તેના માટે તમારે આ સરળ કામ કરવું પડશે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માર્કેટમાં ઘણાં પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. જેમાં સર્જીકલ માસ્ક, હેન્ડમેડ માસ્ક, કે.એન- ૯૫ માસ્ક ઉપરાંત બાંધણી માસ્કનો પણ સમાવેશ થાય છે. આ સિવાય જે વ્યક્તિને જે રંગ અને કાપડ સારું લાગે છે તેનું માસ્ક બનાવીને તે પહેરી લે છે. કોઈપણ કાપડનું માસ્ક પહેરવામાં કંઈ નુકસાન નથી પરંતુ તમને સંપૂર્ણ ખાતરી હોય કે આ કપડાના બારીક છિદ્રો માંથી કોરોના વાયરસ તમારા શ્વાસમાં જઈ શકશે નહીં.

કાપડ અને કોરોના સાઇઝને સમજીએ

જ્યારે કોઈ કાપડને બનાવવામાં આવે છે ત્યારે તેમાં બંને તરફથી બુનાઈ ની ગાંઠો ચાલે છે. તેમાંથી એકને તાના અને બીજાને બાના કહે છે. તાના બાના થી તૈયાર કરવામાં આવેલ ગુથ થી જ્યારે કપડું બની જાય છે તો કપડા ની વચ્ચે ખુબ જ નાના છિદ્ર દેખાય છે. આ છિદ્ર તે જ ગેપ હોય છે જે તાના થી બાના ને ગૂંથતા સમયે ગૂથ ની વચ્ચે રહી જાય છે. આ છિદ્રો ની પહોળાઈ સામાન્ય રીતે 1 મિલીમીટર થી લઈને ૦.૧ મિલી મીટર સુધી હોય છે. જ્યારે કોરોના વાઇરસ યુક્ત હવામાં તરવા વાળી ડ્રોપલેટ્સ ની સાઈઝ આ છિદ્રોથી હજાર ગણા નાના હોય છે. એટલે કે આ કાપડની સિંગલ લેયર ની વચ્ચે થી કોરોના ડ્રોપલેટ્સ ખૂબ જ આરામથી સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી બહાર જઈ શકે છે અને બહાર કોઈ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી શકે છે. કોરોના વાયરસના પાર્ટીકલ્સ ની સાઈઝ આરોગ્ય નિષ્ણાંત દ્વારા ૦.૦૮ માઈક્રોમીટર બતાવવામાં આવી રહી છે.

શ્વાસ ઉપરાંત જ્યારે ઉધરસ અને છીંક ની સાથે આ ડ્રોપલેટ્સ સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે તેની ગતિ શ્વાસ દ્વારા બહાર આવવાવાળી ડ્રોપલેટ્સની ગતિથી ખૂબ જ વધારે હોય છે. તાજેતરમાં હેલ્થ નિષ્ણાંતો દ્વારા બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો હવામાનમાં ભેજ હોય તો કોરોના ડ્રોપલેટ્સ હવા વગર પણ ૧૩ ફૂટ દૂર સુધી જઈ શકે છે. આ સ્થિતિમાં ૧૩ ફૂટ દૂર રહેલ લોકો પણ સંક્રમિત થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. સાથે જ જો આ દરમિયાન હવા પણ ચાલી રહી હોય તો જ્યાં સુધી કોરોના ની ડ્રોપલેટ્સ હવા દ્વારા અવશોષિત કરવામાં આવે ત્યાં સુધીમાં તે ૧૩ ફૂટ થી પણ વધારે દૂર જઈ શકી હોય છે. આ સ્થિતિમાં સંક્રમણ ફેલાવાનું જોખમ ખૂબ જ વધી જાય છે.

આ સ્થિતિથી બચવા માટે શું કરવું જોઈએ ?

કોરોના ના સંક્રમણથી બચવા માટે હેલ્થ નિષ્ણાંત દ્વારા વારંવાર એ વાતની સલાહ આપવામાં આવે છે કે જો તમે ઘર પર બનાવવામાં આવેલ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો તો માસ્ક ને સુતરાઉ કાપડથી તૈયાર કરો. સાથે જ માસ્ક બનાવતા સમયે તેમાં ચારથી પાંચ લેયર રાખો. માસ્ક એવું હોય કે જે તમારા નાક અને મોં બંનેને કવર કરી શકે.

શું છે મીણબત્તી ટેસ્ટ?

મીણબત્તી ટેસ્ટ દ્વારા ઘરે બેઠાં જ ખૂબ જ આરામથી એ વાતની ખાતરી કરી શકાય છે કે તમે જે માસ્ક પહેરી રહ્યા છો તે કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં અસરકારક છે કે નહીં. તેથી તમે એક મીણબત્તી ને સળગાવીને રાખો. હવે પોતાના ચહેરા પર માસ્ક પહેરીને આ મીણબત્તીને ફૂંક મારીને ઓલવવાનો પ્રયાસ કરો. જો તમારા મોંમાંથી નીકળેલી હવા આ માસ્કને પાર કરીને મીણબત્તીને ઓલવી નાખે છે તો સમજી જાઓ કે તમારું માસ્ક કોરોના વાયરસ ને રોકવા માટે સક્ષમ નથી. જો તમારા માસ્કમાંથી હવા નીકળે છે અને મીણબત્તીની જ્યોત એકદમ સામાન્ય રીતે સળગતી રહે છે તો સમજી જાઓ કે તમારું માસ્ક તમને કોરોનાના સંક્રમણથી સંપૂર્ણ રીતે બચાવી રહી રહ્યું છે. જો માસ્ક ને પાર કરીને હવા એટલી જ ગતિ એ આગળ જઈ શકે છે કે મીણબત્તી ની જ્યોત ને હળવો આંચકો આપે છે અથવા જ્યોત ને ઓછી ખલેલ પહોંચે છે આ સ્થિતિમાં સારું રહેશે કે તમે તમારું માસ્ક બદલી નાખો. કારણકે આ માસ્ક કોરોનાથી સંપૂર્ણ રીતે સુરક્ષા આપવામાં સમર્થ નથી.

શું છે લોજીક ?

તમારા મનમાં એ સવાલ પણ આવી શકે છે કે મીણબત્તી ને ઓલવવા કે ના ઓલવવાથી માસ્કની ઉપયોગીતા કેવી રીતે સાબિત થઈ શકે ? તો તેનો જવાબ એ છે કે જો તમારા શ્વાસ ની હવા આ માસ્કને ઓળંગીને બહાર જઈ શકે છે તો શ્વાસ લેવામાં અને વાતચીત કરવા દરમિયાન બહારની હવા તમારા માસ્કની અંદર પણ પ્રવેશી શકે છે. તેવામાં જો તે હવામા કોરોના વાયરસ યુક્ત ડ્રોપલેટ્સ હોય તો માસ્ક પહેરવા છતાં પણ તમને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *