બોલીવુડમાં ઘણા એવા અભિનેતા છે જેમને કામ મળવાનું લગભગ બંધ થઈ ગયું છે અને તે લાંબા સમય પછી ક્યારેક-ક્યારેક પડદા પર નજર આવે છે. ખરેખર આજકાલ એટલા યુવા કલાકારો આવી ગયા છે કે હવે અભિનેતાઓને જોવામાં લોકોને રસ ઓછો થઈ ગયો છે. પરંતુ તેમના ફેન્સ આજે પણ તેમને કામ કરતા જોવાનું પસંદ કરે છે.
બોલિવૂડમાં મોટાભાગે કામ માંગવા પર જ કામ મળતું હોય છે. જ્યાં અમુક અભિનેતાઓ કામ માંગતા શરમાતા નથી તો અમુક અભિનેતા એવા પણ છે જે ઘરે બેસીને ટીવી જોવાનું પસંદ કરશે પરંતુ તે ક્યારેય પણ કોઈ નિર્માતા નિર્દેશકની પાસે કામ માંગવા જશે નહિ. આજની આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડના એવા જ પાંચ સ્વાભિમાની અભિનેતાઓના વિશે જણાવીશું.
સુનીલ શેટ્ટી
એક જમાનામાં સુનિલ શેટ્ટીનું નામ સુપરસ્ટારની લિસ્ટમાં સામેલ થતું હતું. લોકોની વચ્ચે સુનીલ શેટ્ટી એક્શન હીરોના રૂપમાં વધારે પ્રસિદ્ધ હતા. દેખાવમાં સાધારણ હોવા છતાં પણ પોતાના સુંદર અભિનયથી તેમણે લોકોનું દિલ જીતી લીધું હતું. નકારાત્મક પાત્ર હોય કે સકારાત્મક. સુનિલ શેટ્ટીએ દરેક પાત્રમાં પોતાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. ૨૦૦૧ માં આવેલી ફિલ્મ “ધડકન” માટે સુનિલ શેટ્ટીને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે પરંતુ હવે તે ખૂબ જ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. જણાવી દઈએ કે સુનિલ પોતાની પત્નિ સાથે મળીને બિઝનેસ કરે છે.
સની દેઓલ
૯૦ ના દશકમાં સની દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રહી ચૂક્યા છે. તેમણે તે સમયમાં જિદ્દી, ઘાતક, બોર્ડર અને ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ હવે તેમની સ્ટારડમ જાણે ક્યાંક ગાયબ જ થઈ ગઈ છે. સની દેઓલ પણ વર્ષ ૨૦૧૧ માં પોતાની છેલ્લી હિટ ફિલ્મ “યમલા પગલા દિવાના” આપી હતી. ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમને પહેલા જેવી સફળતા મળી શકી નહીં. જોકે આજે સની દેઓલની પાસે પૈસાની કોઇ કમી નથી પરંતુ તેમ છતાં પણ તે સાદુ જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. તેમણે આજ સુધી ક્યારેય પણ કોઈ નિર્માતાની પાસે કામની ભીખ માંગી નથી.
બોબી દેઓલ
૯૦ ના દશકમાં બોબી દેઓલ જાણીતા અભિનેતા રહી ચૂક્યા છે. તે સમયમાં તેમણે તો ઘણી હિટ ફિલ્મો આપી હતી પરંતુ આજની તારીખમાં તેમની પાસે એક પણ હિટ ફિલ્મ નથી. જો કે વર્ષ ૨૦૧૧ માં આવેલી “યમલા પગલા દિવાના” સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે સની દેઓલ અને ધર્મેન્દ્ર હતા. પરંતુ ત્યારબાદ તેમના ખાતામાં એક પણ હિટ ફિલ્મ આવી નથી. હાલમાં જ તે રેસ-૩ માં નજર આવ્યા હતા પરંતુ આ ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઇ હતી અને તેમના કામને કંઈ ખાસ પ્રશંસા મળી નહિ.
તુષાર કપૂર
તુષાર કપૂર બોલીવુડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્રના પુત્ર છે. તુષાર કપુરે બોલિવૂડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે. ટેલેન્ટ હોવા છતાં પણ તુષાર પોતાનો જાદુ દર્શકો પર ચલાવી શક્યા નહી. તુષારની બહેન એકતા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી પ્રોડ્યુસર છે. તુષાર કપૂર ગોલમાલ સિરીઝમાં પોતાની કોમિક પર્ફોમન્સ માટે જાણીતા છે. બોલિવૂડમાં તુષાર એક અભિનેતાના રૂપમાં જોવા મળે છે પણ તે ક્યારેય પણ કોઈની પાસે કામની ભીખ માંગતા નથી.
અક્ષય ખન્ના
ઘણા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ સેક્શન-૩૭૫ માં અભિનેતા અક્ષય ખન્ના નજર આવ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે ઋચા ચઢા અભિનેત્રી હતી. અક્ષય ખન્ના પણ બોલિવૂડની ફિલ્મોમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. પરંતુ લોકો તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. અક્ષય ખન્ના બોલિવૂડના એક શ્રેષ્ઠ અભિનેતા છે. અક્ષય ખન્નાના વિશે એક વાત પણ મશહૂર છે કે ભલે તેમને ફિલ્મોમાં કામ મળે કે ના મળે પણ તે ક્યારેય પણ કોઈ નિર્માતા કે ડાયરેક્ટર પાસે કામની ભીખ માંગતા નથી.