ગર્લફ્રેન્ડનાં માતા-પિતાને મળવા બોયફ્રેન્ડ આવ્યો ઘરે પરંતુ ગર્લફ્રેન્ડની માતા ને જોતાં જ બોયફ્રેન્ડનાં ઉડી ગયાં હોશ

Posted by

સોશિયલ મીડિયાની એક સાઇટ પર એક વ્યક્તિએ ખુબ જ આશ્ચર્યચકિત કરવા વાળી વાતનો ખુલાસો કર્યો છે. પોતાનું નામ બતાવ્યા વગર તેણે પોતાના અને પોતાની પ્રેમિકા સાથે જોડાયેલો એક કિસ્સો દુનિયાને સંભળાવ્યો છે. ૨૧ વર્ષનાં વ્યક્તિએ જણાવ્યું કે તે હાલમાં જ તેની ગર્લફ્રેન્ડનાં ઘરે તેના માતા-પિતાને મળવા માટે ગયો હતો પરંતુ જ્યારે તેણે તેની માતાને જોઈ તો તે આશ્ચર્યચકિત રહી ગયો કારણ કે બંનેનું ૨ વર્ષ પહેલાં ચક્કર ચાલી રહ્યું હતું.

કોઈપણ યુવક માટે પોતાની ગર્લફ્રેન્ડનાં માતા-પિતાને મળવું ખુબ જ મુશ્કેલ સમય હોય છે. ઘણીવાર તો લોકો એટલા ગભરાઈ જાય છે કે તેઓની સામે આવવાની હિંમત કરતા નથી પરંતુ એક વ્યક્તિ માટે આ મુલાકાત અલગ જ રંગ લઈને આવી. હકિકતમાં આ વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડનાં ઘરે તેનાં માતા-પિતા ને મળવા માટે ગયો હતો પરંતુ જ્યારે તેણે ગર્લફ્રેન્ડની માતાને જોઈ તો તેને થોડા વર્ષ પહેલાની એવી ઘટના યાદ આવી ગઈ કે જેનાં લીધે તેનાં હોશ ઉડી ગયા.

એક રિપોર્ટ પ્રમાણે સોશિયલ મીડિયાની એક સાઈટ પર એક વ્યક્તિએ ખુબ જ આશ્ચર્યચકિત કરવા વાળી વાતનો ખુલાસો કર્યો છે. પોતાનું નામ જણાવ્યા વગર તેણે પોતાનાં અને પોતાની પ્રેમિકા સાથે જોડાયેલો એક કિસ્સો દુનિયાને સંભળાવ્યો છે. ૨૧ વર્ષનાં આ વ્યક્તિએ જણાવ્યું કે તે હાલમાં પોતાની ગર્લફ્રેન્ડનાં ઘરે તેના માતા-પિતા ને મળવા માટે ગયો હતો પરંતુ જ્યારે તેણે તેમની માતાને જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણકે બંનેનું ૨ વર્ષ પહેલા ચક્કર ચાલી રહ્યુ હતું.

ગર્લફ્રેન્ડ ની માતા સાથે ચાલી રહ્યું હતું વ્યક્તિનું ચક્કર

એક પોસ્ટ અનુસાર વ્યક્તિ જણાવે છે કે જ્યારે તે ૧૯ વર્ષનો હતો ત્યારે પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતો હતો. તે દરમિયાન તેની હાલની ગર્લફ્રેન્ડની માતા જીમમાં આવતી હતી, જ્યાં બંનેની મુલાકાત થઈ હતી. આ મુલાકાત ક્યારે ફિઝિકલ રિલેશનમાં બદલાઈ ગઈ, તેની તેમને ખબર જ ના પડી. ધીરે-ધીરે બંનેનાં સંબંધ વધારે મજબુત થતા ગયા. વ્યક્તિએ જણાવ્યું કે સ્ત્રી તે સમયે ૪૦ વર્ષની હતી પરંતુ કોઇ ૨૫ વર્ષની યુવતિ જેવી લાગતી હતી. આ જ કારણ છે કે બંને એકબીજાની તરફ આકર્ષિત થઇ ગયા હતાં.

હકીકત સામે આવવા પર વ્યક્તિને થયો પસ્તાવો

એક પોસ્ટમાં વ્યક્તિએ જણાવ્યું કે હવે તેને એ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે કે ૨ વર્ષ પહેલા તેના સંબંધ હાલની ગર્લફ્રેન્ડની માતા સાથે હતાં. જોકે ત્યારે બંને એકબીજાને જાણતા પણ નહોતાં એટલા માટે જોવા જઈએ તો તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે બેવફાઈ કરી નથી પરંતુ ગર્લફ્રેન્ડની માતાને ફરી મળ્યા બાદ તેને પસ્તાવો થઈ રહ્યો છે અને તે હવે આ વાત પોતાની ગર્લફ્રેન્ડને જણાવી પણ શકતો નથી.

વ્યક્તિએ કહ્યું કે તે દરમિયાન મહિલાએ પોતે જ એવું કહીને રિલેશન તોડી નાખ્યાં હતાં કે તેમની વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે પરંતુ જ્યારે તે ફરીથી તેને પોતાની ગર્લફ્રેન્ડની માતાનાં રુપમાં મળ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પોસ્ટને વાંચ્યા બાદ લોકોએ વ્યક્તિની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. જોકે ઘણા લોકો તેને આશ્વાસન આપી રહ્યા છે કે તેણે કોઈપણ રિલેશનમાં બેવફાઈ કરી નથી અને હવે તેમણે પોતાની જુની વાતોને ભુલી જવી જોઈએ.