ગીતાના અનુસાર આ ૩ પ્રકારનાં લોકોની સાથે રહેવાથી જીવન થઇ જાય છે નષ્ટ, બચીને રહેવું તેનાથી

શ્રીમદ ભાગવદ ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ ઉપદેશો પર આધારિત છે. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપતા એવા ૩ લોકોની વિશે જણાવ્યું છે જેની સાથે રહેવાથી જીવન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે અને તમે હંમેશા દુઃખી જ રહો છો. આ ૩ પ્રકારનાં લોકોનાં લીધે જીવનમાં તમને ક્યારેય પણ સુખ મળતું નથી અને મન દરેક સમયે અશાંત રહેવા લાગે છે. તેથી તમારે આ ૩ પ્રકારનાં લોકો સાથે મિત્રતા ના કરવી જોઈએ અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ આ લોકોથી દૂર જ રહેવું જોઈએ.

અજ્ઞાની લોકો

શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે જીવનમાં અજ્ઞાની લોકોથી દૂર રહેવું જોઈએ. અજ્ઞાની લોકોને ધર્મ જ્ઞાન હોતું નથી અને તે સાચા ખોટાની પરખ કરી શકતા નથી. આવા લોકોની સાથે રહેવાથી તમારી વિચારસરણી પર પણ ખરાબ અસર પડે છે અને તમે પણ અજ્ઞાની બની જાઓ છો. અજ્ઞાની વ્યક્તિ પાસેથી કોઈપણ સરળતાથી પોતાની વાતને મનાવી શકે છે અને આવા લોકો સાથે દોસ્તી કરવાથી તમને જ હાનિ પહોંચે છે. અજ્ઞાની વ્યક્તિની સાથે રહેવાથી દુઃખમાં વધારો થાય છે અને આવા લોકો તમને હંમેશા મુશ્કેલીમાં નાખતા હોય છે.

જે પોતાને સૌથી મોટો જ્ઞાની સમજે

જ્ઞાન મેળવવાની કોઈ સીમા હોતી નથી. ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાની બની શકતો નથી. ભગવાન શ્રીકૃષ્ણનાં અનુસાર એવા લોકોથી દૂર રહેવું જોઈએ જે પોતાને સૌથી મોટો જ્ઞાની માને છે અને જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખતો નથી. વ્યક્તિને હંમેશા જીવનમાંથી કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે પરંતુ જે લોકો પોતાને જ્ઞાની માને છે તે નવી ચીજોને શીખવાની ઇચ્છા રાખતો નથી અને આવા વ્યક્તિ ખૂબ જ જલ્દી નષ્ટ થઈ જાય છે. પોતાને જ્ઞાની સમજતા લોકોની સાથે મિત્રતા કરવાથી તમારા વિચારો પણ તેમની જેવા જ થઈ જાય છે અને તમે જીવનમાં કંઈક નવું શીખવાની ઈચ્છા ગુમાવી બેસો છો. તેથી તમારે એવા લોકો સાથે મિત્રતા ના કરવી જોઈએ જે પોતાને સૌથી વધારે જ્ઞાની માને છે.

શંકામાં રહેવા વાળો વ્યક્તિ

શંકામાં રહેતો વ્યક્તિ ક્યારેય પણ પોતાના નિર્ણય સાચા લઈ શકતો નથી અને આ પ્રકારનાં વ્યક્તિની સાથે રહેવાથી તમે પણ સાચા અને ખોટાની ઓળખ કરી શકતા નથી. શંકામાં રહેતા લોકો કોઈપણ કાર્યને કરતાં પહેલાં જ એવા વિચારમાં પડી જાય છે કે તે કામ કરે કે નહિ. આ દુનિયામાં શંકાનો કોઈ ઉકેલ નથી અને શંકા કરનાર વ્યક્તિ હંમેશા અસફળ જ રહે છે. તેથી તમારે આવા લોકો સાથે મિત્રતા ના કરવી જોઈએ કારણ કે સમય આવતા આ લોકો તમારી મદદ કરતા પહેલા પણ શંકામાં જ રહેતા હોય છે.

જો તમે સુખી જીવન પસાર કરવા માંગતા હોય તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા આ ત્રણ લોકોથી હમેશા દૂર રહેવું જોઈએ.