ગીતા રબારી પોતાનાં ભાવિ પતિ પૃથ્વી રબારી સાથે હરિના દ્વાર હરિદ્વાર પહોંચ્યા, ભક્તિમાં મન મુકીને દિવ્ય આરતીનો લ્હાવો લીધો, અહિયા જુઓ તસ્વીરો

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી કલાકારોનો સુવર્ણયુગ માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશોમાં પણ ચાલી રહ્યો છે. ગુજરાતની કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારી હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરે છે. જ્યારે પણ ગીતાબેન રબારીનો કાર્યક્રમ થાય છે ત્યારે લાખો લોકો એકઠા થાય છે અને ગીતાબેન રબારીનાં ચાહકો લાખોમાં હોય છે.

હાલનાં સમયની વાત કરીએ તો ગીતાબેન રબારીએ ગુજરાત અને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાનું નામ રોશન કર્યું છે. ગીતાબેન રબારી જ્યારે પણ પોતાના ભાવિ પતિ પૃથ્વી રબારી સાથે ફરવા જાય છે ત્યારે તેઓ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કરવાનું ક્યારેય ભુલતા નથી. આજકાલ ગીતાબેન રબારી પોતાના ભાવિ પતિ પૃથ્વી રબારી સાથે મોટાભાગના કાર્યક્રમોમાં અવારનવાર જોવા મળે છે.

આજકાલ ગીતાબેન રબારી એક મોટું નામ બની ગયું છે અને તેઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના જીવન સાથે જોડાયેલા તમામ પ્રકારનાં અપડેટ્સ શેર કરતા રહે છે. હાલમાં જ ગીતાબેન રબારી પોતાના ભાવિ પતિ પૃથ્વી રબારી સાથે હરિદ્વાર દર્શન માટે પહોંચ્યા હતાં અને તેને લગતા ઘણા બધા ફોટાઓ અને વીડિયો પોતાનાં ફેન્સ સાથે શેર કર્યા હતાં.

તમને એ પણ જણાવી દઈએ કે હરિદ્વારમાં ગીતાબેન રબારીએ પણ ગંગાની દિવ્ય આરતીનો લાભ લીધો હતો. ગીતાબેન રબારીએ તેમના ભાવિ પતિ સાથે મહાઆરતીમાં ભાગ લીધો હતો, જેનાં ફોટાઓ અને વીડિયો પોસ્ટ કરીને તેમણે કેપ્શન આપ્યું હતું કે, “હરિનો દ્વાર હોય કે પછી હરિદ્વાર હોય, આ બંને સ્થળોની મુલાકાત ફક્ત નસીબદાર લોકો જ લઈ શકે છે અને હું તેનો લાભ લઈને ખુબ જ ખુશ છું”.

ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેઓ પોતાના ભાવિ પતિ પૃથ્વી રબારી સાથે ગંગાઘાટ પર બેઠેલી જોવા મળી રહી છે. સાથે જ તે ગંગા નદીની દિવ્ય આરતીનો પણ લાભ લેતા જોવા મળ્યા હતાં. ગીતા રબારીએ શેર કરેલા આવા વીડિયો અને પોસ્ટને લોકો ખુબ જ પસંદ કરે છે. વળી લોકો તેની પોસ્ટ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.