ગોળીઓના પેકિંગમાં ખાલી જગ્યા શા માટે છોડવામાં આવે છે, કારણ છે રસપ્રદ

આપણે બધાને જીવનમાં ક્યારેક તો ડોક્ટરની પાસે જરૂર જવું પડતું હોય છે. જ્યારે પણ આપણે કોઈ ડોક્ટરને બિમારી વિશે જણાવીએ છીએ તો તેની સારવાર માટે તે પોતાની વિચિત્ર હેન્ડરાઇટિંગથી ઘણી જ દવાઓ એટલે કે ગોળીઓ લખી દેતા હોય છે. ગોળીઓ ખાવી કોઈને પણ પસંદ હોતી નથી પરંતુ તેમ છતાં પણ સાજા થવા માટે મજબૂરીમાં તેને આપણે ખાવી પડતી હોય છે. આ ગોળીઓ અલગ અલગ પ્રકાર, આકાર અને રંગ રૂપની હોય છે.

જો તમે આ ગોળીઓના પેકિંગમાં ધ્યાન આપ્યું હશે તો તે ખૂબ જ યુનિક હોય છે. ઘણીવાર આ દવાની સ્ટ્રીપ્સમાં ગોળીઓ તો ખૂબ જ ઓછી હોય છે પરંતુ વચ્ચે ખાલી જગ્યા છોડી દેવામાં આવે છે. તેવામાં શું તમે ક્યારેય પણ એવું વિચાર્યું છે કે આખરે દવા બનાવનાર આ કંપનીઓ કોઈપણ મતલબ વગર આ ગોળીઓની વચ્ચે ખાલી જગ્યા કેમ છોડી દેતા હોય છે. આજે અમે તમને આ પાછળનું તેનું કારણ બતાવવા જઈ રહ્યા છીએ.

આ કારણે ગોળીઓની વચ્ચે હોય છે જગ્યા

  • તેનાથી દવાની લાઈફ વધી જતી હોય છે. દવાઓની સ્ટ્રીપમાં જગ્યા હોવાના કારણે તે વધારે દિવસો સુધી સહી સલામત રહે છે.
  • આ દવા બનાવનાર કંપનીઓનો એક નિયમ પણ છે જેનું પાલન બધી જ કંપનીઓ કરે છે.
  • તે એક માર્કેટિંગ સ્ટાન્ડર્ડ હોય છે તેનાથી તે જોવામાં વ્યવસ્થિત અને હાઈ ક્વોલિટીની લાગે છે.
  • ઘણીવાર ખાલી જગ્યા એ પણ દર્શાવે છે કે તમારી આ ગોળીના કેટલા ડોઝ લેવા જોઈએ. જોકે તમારે ફક્ત ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલ રીતે જ તેને લેવી જોઈએ.
  • ગોળીઓની સાથે થનાર છેડછાડને રોકવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  • તેનો સંબંધ ગ્રાહકોની સાઇકોલોજી સાથે પણ હોય છે જ્યારે ગોળી આ ખાલી જગ્યાની સાથે સ્ટાન્ડર્ડ વાળી દેખાય છે અને તેની કિંમત પણ વધારે રહે છે તો લેનાર વ્યક્તિને એવું લાગે છે કે તે ખૂબ જ ઇફેક્ટિવ હશે.

  • ઘણી કંપનીઓ માટે સ્ટાન્ડર્ડ પેકેજીંગના માપદંડ પણ હોય છે.
  • ગોળીઓની વચ્ચે જ્યારે આટલી ખાલી જગ્યા હોય છે તો તેને સહી સલામત કાપીને ગ્રાહકોને આવશ્યકતા અનુસાર આપવામાં આવે છે. તેવામાં એક ગોળીને સ્ટ્રોંગ પેકેજીંગ મળે છે અને તે ઘણા વર્ષો સુધી સલામત રહે છે.
  • જોકે આ વ્યવસ્થાની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. ગોળીઓની વચ્ચે વધારે ખાલી જગ્યા હોવાથી તેમની વચ્ચે એકબીજાનું કોઇપણ કેમિકલ રિએક્શન આવતું નથી.
  • ગોળીઓની વચ્ચે આવી રીતે જગ્યા આપવાથી તેમનું પેકેટ વળતું નથી. તે હંમેશા સીધું જ રહે છે. આ જ કારણ છે કે તેને PVC શિટ્સમા પેક કરવામાં આવે છે.
  • આ ખાલી જગ્યાનો ઉપયોગ ઘણીવાર અમુક જરૂરી જાણકારી જેવી કે પેકિંગની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે ચીજો લખવા માટે કરવામાં આવે છે.