નેહા કક્કડ બોલીવુડની જાણીતી સિંગર છે. તે ઘણા રિયાલિટી શો માં જજ ના રૂપમાં પણ નજર આવી ચૂકી છે. નેહાની ફેન ફોલોઈંગ પણ ખુબ જ જબરદસ્ત છે. કરોડો લોકો તેમના ફેન છે. થોડા સમય પહેલાં જ નેહા પંજાબી સિંગર રોહન પ્રીત સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. તેમના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
ત્યારબાદ નેહા અને રોહન પ્રીતનાં હનીમુનનાં ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર છવાયેલા હતા. હવે આ મેરીડ કપલ ખૂબ જ જલ્દી પોતાના પરિવાર અને ફેન્સને ગુડ ન્યુઝ પણ આપી શકે છે. હકીકતમાં નેહા અને રોહન પ્રીતનાં ઘરે ખૂબ જ જલ્દી એક નાના મહેમાનની એન્ટ્રી થઈ શકે છે. હાલમાં જ નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં નેહાએ પોતાના પેટ પર હાથ રાખ્યો છે, જ્યારે રોહન પ્રીત તેમને પાછળથી ગળે લગાવી રહ્યા છે. આ તસ્વીરમાં બંનેના ચહેરાની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ તસ્વીરને શેર કરતાં નેહાએ કેપ્શનમાં લખ્યું છે કે, “ખ્યાલ રાખ્યા કર”. ત્યારબાદ રોહન પ્રીતએ નેહાનાં આ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, “હવે તો કંઈક વધારે જ રાખવું પડશે”.
View this post on Instagram
ફેન્સએ એ વાત પરથી અંદાજો લગાવી દીધો કે નેહા કક્કડ જલ્દી માં બનવા જઈ રહી છે. તેવામાં ફેન્સએ કોમેન્ટમાં અભિનંદન પાઠવતા સંદેશાઓનું પુર આવી ગયું હતું. દરેક વ્યક્તિ નેહા અને રોહન પ્રીતનાં આવનાર બેબીને લઈને ખુબ જ ઉત્સાહિત છે.
મહત્વપૂર્ણ છે કે નેહા કક્કડ અને રોહન પ્રીત સિંહ એ ૨૬ ઓક્ટોબરનાં રોજ દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતાં. કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આ લગ્નને સિમ્પલ રાખવામાં આવ્યા હતાં. તેમાં નેહા અને રોહન પ્રીતનાં નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા. જોકે બાદમાં બંનેએ ચંદીગઢમાં લગ્નનું રિસેપ્શન પણ રાખ્યું હતું. તેમાં થોડા વધારે લોકો હાજર હતાં. જેમાં ઘણા ટીવી અને ફિલ્મી સિતારાઓ પણ સામેલ થયા હતા.
નેહા કક્કડ વર્તમાન સમયમાં પોતાના અવાજના દમ પર બોલિવૂડ પર રાજ કરી રહી છે. વળી રોહન પ્રીત સિંહના ગીતો પણ લોકોનું દિલ જીતી લે છે. લગ્ન પહેલા બંનેનો “નેહુ દા વ્યાહ” નામનો મ્યુઝિક વિડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે ફેન્સને બંનેની જોડી ખૂબ જ પસંદ આવી હતી.
View this post on Instagram
નેહાના કામની વાત કરવામાં આવે તો તે હાલમાં જ ઇંડિયન આઇડલ-૧૨ માં જજના રૂપમાં જોવા મળી હતી.