Google પર સર્ચ ના કરો આ ચીજો, મુકાઇ શકો છો મોટી મુસીબતમાં, થઈ શકે છે તમને જેલ

Posted by

ઇન્ટરનેટનો વધારે ઉપયોગ થવાની સાથે જ ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ ઘણી વધી રહી છે. ગૂગલ સર્ચ એક પોપ્યુલર સર્ચ એન્જિન છે. વધારે લોકો એનો ઉપયોગ કરે છે. જ્યારે પણ કંઈક પ્રોડક્ટ વિશે જાણકારી જોઈએ છે .તો તે લોકો ગુગલ નો ઉપયોગ કરે છે. કોઈ પણ વિષય વિશે જાણકારી માટે ગુગલ સર્ચ નો ઉપયોગ કરે છે. પરંતુ હેકર્સ પણ અહીં તાક લગાવીને રહે છે અને જેવા જ તમે એમને સર્ચ કરો છો.  તમે એમનો શિકાર થઇ જાવ છો. થોડી એવી વસ્તુઓ પણ છે જેના વિશે ગૂગલ પર ભૂલથી પણ સર્ચ કરવું જોઈએ નહીં. અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે ગૂગલ પર કઈ વસ્તુ ભૂલથી પણ સર્ચ કરવી જોઈએ નહીં.

કસ્ટમર કેર નંબર

ગુગલ પર કોઈપણ સર્વિસ કસ્ટમર કેરનો નંબર સર્ચ કરીને તેમનાં પર ફોન કરવો પણ તમને મોંઘો પડી શકે છે. એવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં યુઝર્સે ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરીને તે નંબર પર ફોન કર્યો અને તેમનાં એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા હતાં. હકિકતમાં સાયબર ક્રિમિ નલ્સનાં લોકો તમારી ડિટેલ લેવા માટે ગૂગલમાં ઘણા ખોટા કસ્ટમર કેર નંબરને ફ્લોટ કરી દે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ તે નંબર પર કસ્ટમર કેરનો નંબર સમજીને ફોન કરે છે તો તેમની સાથે ઠગાઇ કરી લે છે. જણાવી દઈએ કે ગૂગલ કોઈપણ જાણકારીને વેરીફાઈ કરતું નથી.

બોમ્બ બનાવવાની રીત

ગુગલ પર ભૂલમાં પણ બોમ્બ બનાવવાની રીત ના શોધો. તેનાથી તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. હકિકતમાં ગૂગલ આ પ્રકારનાં સર્ચને ગંભીરતાથી લે છે. તેવા શબ્દો સર્ચ કરવા વાળા યૂઝર્સનું IP ADDRESS  ગૂગલ તરત જ સુરક્ષા એજન્સીને આપે છે. તેવામાં તમે સિક્યુરિટી એજન્સીનાં શંકાનાં ઘેરામાં આવી શકો છો.

બેંકની જાણકારી ના લો

કોરોના કાળમાં ઓનલાઇન બેન્કિંગ અને ટ્રાન્જેક્શન પહેલા કરતાં પણ વધી ગયા છે. તેવામાં તેનાથી ઘણા ફાયદાઓ છે તો નુકસાન પણ છે. ધ્યાન રહે કે ઓનલાઇન ફ્રોડ કરવાવાળા હેકર્સ બેંકની જેમ યુઆરએલ બનાવે છે, ત્યારબાદ આપણે જ્યારે પણ એ બેંકનું નામ નાખીએ છે તો આપણે તેમના જાળમાં ફસાઈ જઈએ છીએ અને આપણા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. એટલા માટે હંમેશા બેંકની જાણકારી ગૂગલ પરથી ના લો. કોઈપણ બેન્કની જાણકારી તેમની પોતાની ઓફિશિયલ વેબસાઈટ પરથી લેવી જોઈએ.

મોબાઇલ એપ્સ

મોબાઇલ એપ્સને પણ ગૂગલથી સીધી ડાઉનલોડ કરવી જોઈએ નહીં. તેની જગ્યાએ ગુગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈને એપ્સને ડાઉનલોડ કરવી જોઈએ. ઇન્ટરનેટ પર ઘણી એવી એપ છે, જેનાથી તમારા મોબાઇલના ડેટા ચોરી શકાય છે. તેની સાથે જ તમારા મોબાઈલને હેક કરી તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપાડી શકે છે. તેવામાં ગુગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરવી સુરક્ષિત રહે છે.

ગુગલ ને ડોક્ટર ના સમજો

ગુગલ પર ઘણા પ્રકારની જાણકારીઓ ઉપલબ્ધ હોય છે. તેવામાં લોકો ઘણીવાર બિમારી માટે ગૂગલ પર જ દવા સર્ચ કરી તેનું સેવન કરવા લાગે છે. જો તમે પણ એવું કરી રહ્યા છે તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છો. આ બાબતમાં ઘણીવાર ગૂગલનું પરિણામ ખોટું સાબિત થઇ શકે છે. સાથે જ તેનું પરિણામ તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેવામાં સારું રહેશે કે ડોક્ટરની સલાહ લીધા વગર કોઈપણ દવાનું સેવન કરવું નહિ.