ગોવિંદાની છલકાઈ પીડા, જણાવ્યું કઈ રીતે સલમાન ખાને તેમની પાસેથી હિટ ફિલ્મ છીનવી લીધી હતી, જુઓ વિડિયો

ગોવિંદા બોલિવૂડના પ્રભાવશાળી અભિનેતાઓ માંથી એક છે. ખાસ કરીને ૯૦ ના દશકમાં તે ટોપના સિતારા રહી ચૂક્યા છે. તેમણે બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે ડ્રામા, એક્શન અને કોમેડી દરેક પ્રકારની ફિલ્મોમાં પોતાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. જોકે વર્તમાન સમયમાં ગોવિંદાનો દબદબો બોલિવૂડમાંથી ચાલ્યો ગયો છે. જ્યાં એક તરફ સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને આમિર ખાન જેવા હીરો પોતાની ૫૦ ની ઉંમરમાં પણ છવાયેલા છે તો વળી બીજી તરફ ગોવિંદાને કોઈ પૂછતું પણ નથી. તેમણે વચ્ચે બોલિવૂડમાં પરત ફરવા માટેની કોશિશ પણ કરી હતી પરંતુ તેમની કોઇ ફિલ્મ ચાલી નહી.

તેવામાં સવાલ હવે એ ઊભો થાય છે કે આખરે એવું તો શું થયું કે ગોવિંદા બોલિવૂડમાં લાંબા સમય સુધી ટકી શક્યા નહી. એક જમાનામાં તેમની પાસે ફિલ્મોની લાઇન લાગી રહેતી હતી, પરંતુ હવે ફક્ત ગણી-ગાંઠી અને બેકાર સ્ક્રિપ્ટ વાળી ફિલ્મો જ તેમને ઓફર થાય છે. બોલીવુડમાં પોતાના ડૂબતા કરિયરના વિશે ગોવિંદાએ એકવાર ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કર્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે સલમાન ખાનના કારણે તેમના હાથ માંથી એક સુપરહિટ ફિલ્મ ચાલી ગઈ હતી.

સલમાન ખાને છીનવી લીધી હતી ગોવિંદાની જુડવા ફિલ્મ

આ ઇન્ટરવ્યુમાં ગોવિંદા જણાવે છે કે, હું જુડવા ફિલ્મ કરી રહ્યો હતો, ત્યારે સલમાન ખાને મને રાતના ૨-૩ વાગ્યે ફોન કર્યો. તે કહેવા લાગ્યા કે “ચિચુ ભૈયા, તમે કેટલી હિટ ફિલ્મો આપશો યાર ?” મે કહ્યુ, “કેમ, શું થયું ?”. તો તે બોલ્યા, “જે ફિલ્મ તમે કરી રહ્યા છો જુડવા, તે બંધ કરી દો. તે તમે મને આપી દો. ડાયરેક્ટર પણ તમારે મને આપવો પડશે અને તે પ્રોડ્યુસર પણ મે તમારો જ લઈ લીધો છે સાજીદ નડિયાદવાલા. ગોવિંદા આગળ કહે છે કે, “તો ચાલી રહેલી ફિલ્મ ત્યાં રોકી દેવામાં આવી અને તે ફિલ્મ સલમાનને આપી દેવામાં આવી.

જુઓ વિડિયો


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગોવિંદા પછી જુડવા ફિલ્મ બાદમાં સલમાન ખાને જ કરી હતી. ૧૯૯૭ માં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. જો તે સમયે ગોવિંદા ફિલ્મ કરતાં તો કદાચ તેમના ફિલ્મી કરિયરમાં વધારે ચાર ચાંદ લાગી જતાં. ગોવિંદાનું આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. લોકો તેમના માટે ખૂબ જ દુઃખ મહેસૂસ કરી રહ્યા છે.