ગુજરાતમાં આ જગ્યાએ આકાશમાંથી પડી રહ્યાં છે ધાતુનાં ગોળા, તપાસમાં લાગી ગયાં વૈજ્ઞાનિકો

Posted by

ગુજરાતનાં ઘણા ગામમાં એવો કાટમાળ મળી રહ્યો છે, જેનાં વિશે જણાવવામાં આવી રહ્યું છે કે તે અંતરિક્ષમાંથી નીચે પડેલ છે. અત્યાર સુધીમાં ૩ થી ૫ જિલ્લામાં આ કાટમાળ મળી ચુક્યો છે. હાલમાં જ વડોદરાનાં ત્રણ ગામમાં આવો કાટમાળ મળ્યો છે. બોલ (દડા) નાં આકારનાં આ કાટમાળને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત છે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા તેની તપાસ કરી રહી છે.

સૌથી પહેલા ૧૨ નાં રોજ આણંદનાં ભાલેજ, ખંભોળજ અને રામપુરા ગામમાંથી ખબર મળી હતી કે અંતરિક્ષમાંથી કંઈક પડ્યું છે. ત્યારબાદ ૧૪ મે એ ખેડા જિલ્લાનાં ચકલાસી ગામમાં આ વસ્તુ મળી આવી હતી. જેમાંથી અમુક કાટમાળ ધાતુનાં બોલ જેવા હતાં. વડોદરા જિલ્લાનાં સાવલી ગામમાં ૧૪ મે ની રાત્રે પણ આવા જ બોલ મળ્યાં હતાં. ત્રણ જિલ્લાનાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અંતરિક્ષ કાટમાળથી કોઈને નુકશાન થવાનું કે કોઈનાં મૃ-ત્યુ થવાનાં સમાચાર મળ્યાં નથી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનાં વિશેષજ્ઞો તે વિસ્તારની પણ તપાસ કરી હતી, જે મનુષ્ય, જાનવરો કે છોડનાં જીવનને પ્રભાવિત કરી શકે છે.

ગ્રામીણ વડોદરાના એ.એસ.પી રોહન આનંદે કહ્યું કે, તે સાવલીમાં મળેલી વસ્તુને આગળ નિરીક્ષણ માટે ગાંધીનગરમાં ફોરેન્સિક વિજ્ઞાન નિદેશાલયને મોકલશે. આણંદના એ.એસ.પી અજીત એ કહ્યું કે જિલ્લાનાં ત્રણ ગામમાં મળેલ આ કાટમાળ ઉચ્ચ ધન તત્વવાળી ધાતુ મિશ્રધાતુ માંથી બનેલ છે, જેનો ઉપયોગ રોકેટ છોડવાનાં સમયે કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે પૃથ્વીનાં વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરવા પર ઓછા ધન તત્વવાળા ભાગ સળગી જાય છે. ઉચ્ચ તત્વવાળા ભાગ ઉચ્ચ તાપમાનનો સામનો કરી શકે છે અને જો તે કક્ષામાંથી બહાર થઈ જાય છે તો જમીન પર દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે. સ્થાનીય પોલીસ અનુસાર ૧૨ નાં રોજ સાંજે લગભગ ૪.૪૫ વાગ્યે પહેલો મોટો ધાતુનો બોલ, જેનું વજન લગભગ ૫ કિલો ગ્રામ હતું તે આણંદનાં ભાલેજ ગામમાં આકાશમાંથી પડ્યો હતો.

ત્યારબાદ બે અન્ય ગામ ખંભોળજમાં બે સમાન ટુકડા પડ્યા હતાં અને રામપુરામાંથી પણ આવી જ સુચના વળી હતી. આ ત્રણેય ગામ ૧૫ કિલોમીટરનાં વિસ્તારમાં સ્થિત છે, જેમાંથી એક ટુકડો ચીમનભાઈનાં ખેતરમાં પડ્યો હતો. ૧૪ મે એ પણ આ પ્રકારનાં ગોળાનાં આકારનાં કાટમાળ ભાલેજ થી લગભગ ૮ કિલોમીટર દુર આણંદનાં ચકલાસી ગામમાં પડ્યા હતાં.

અંતરિક્ષ કાટમાળમાં પ્રાકૃતિક અંતરીક્ષ કાટમાળ જેવા કે ઉલ્કાપિંડ કે માનવ નિર્મિત સામેલ હોય શકે છે. જેમાં નિષ્ક્રિય અંતરિક્ષ યાન અને ઉપગ્રહ સામેલ હોય શકે છે. નાસા અનુસાર અંતરીક્ષ કાટમાળનાં રૂપમાં ૧૦ સે.મી. થી મોટા ૨૫ હજારથી વધારે વસ્તુઓનું અસ્તિત્વ છે અને ૧ થી ૧૦ સે.મી. વ્યાસની વચ્ચે કણોની અંદાજિત સંખ્યા લગભગ ૫,૦૦,૦૦૦ છે. નાસાનાં અનુમાન પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૨ સુધી પૃથ્વીની પરિક્રમા કરવા વાળી સામગ્રીની માત્રા ૯ હજાર મેટ્રીક ટનથી વધારે હતી.