ગુજરાતનાં આ મંદિરમાં મહાબલી હનુમાનજીનાં ચરણોમાં સ્ત્રીનાં રૂપમાં રહે છે શનિદેવ, તેની પાછળ છે એક પૌરાણિક કથા

શનિદેવને સૌથી ક્રોધિત દેવતા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમની ખરાબ દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ પર પડી જાય છે તો તેનાં જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે. આપણા હિન્દુ ગ્રંથોમાં માનવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ ભગવાન હનુમાનજીની ભક્તિ કરે છે તેમનાં પર શનિદેવનો પ્રકોપ રહેતો નથી. કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનજીની આગળ શનિદેવ પણ કંઈ કરી શકતા નથી.

આજે અમે તમને એક એવા મંદિરનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં શનિદેવ મહાબલી હનુમાનજીનાં ચરણોમાં સ્ત્રી નાં રૂપમાં રહે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે એવું તો શું કારણ હતું કે શનિદેવને સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું અને મહાબલી હનુમાનજીનાં ચરણોમાં બેસવું પડ્યું ?. અને ભારતમાં આ મંદિર કયા આવેલું છે ?. તો ચાલો તમને જણાવી દઈએ.

પૌરાણિક કથાઓનાં અનુસાર એકવાર ધરતી પર શનિદેવનો પ્રકોપ કંઈક વધારે જ વધી ગયો હતો. શનિદેવની ખરાબ દ્રષ્ટિથી માનવ તો ઠીક પરંતુ દેવતા પણ ખુબ જ પરેશાન થઇ ગયા હતાં. ત્યારબાદ બધા દેવતાઓએ શનિદેવનાં પ્રકોપથી બચવા માટે મહાબલી હનુમાનજીને યાદ કર્યા અને તેમની પાસે રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ભક્તોની પ્રાર્થના સાંભળીને હનુમાનજી શનિદેવને સજા આપવા માટે નીકળી પડ્યા.

આ વાતની જાણ જ્યારે શનિદેવને થઈ તો તે ભયભીત થઈ ગયા કારણકે તેમને ખબર હતી કે હનુમાનજીનાં ગુસ્સાથી તેમની રક્ષા કોઈ કરી શકશે નહી. કથાઓનાં અનુસાર શનિદેવે હનુમાનજીનાં ગુસ્સાથી બચવા માટે એક ઉપાય શોધી કાઢ્યો અને સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. બધા જ જાણે છે કે હનુમાનજી બ્રહ્મચારી છે અને તે કોઈ સ્ત્રી પર હાથ ઉઠાવતા નથી અને સ્ત્રી સાથે ખરાબ વર્તન પણ કરતા નથી.

બસ એ જ વિચારીને શનિદેવે હનુમાનજી થી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું અને ભગવાન હનુમાનજી પાસે તેમના ચરણોમાં શરણ માંગી લીધી. હનુમાનજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે શનિદેવે જ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. તેમ છતાં પણ હનુમાનજીને શનિદેવને સ્ત્રીનાં રૂપમાં માફ કરી દીધા. ત્યારબાદ શનિદેવે હનુમાનજીનાં ભક્તો પરથી પોતાનો પ્રકોપ હટાવી લીધો.

આ મંદિર ગુજરાતનાં ભાવનગર સ્થિત સાળંગપુર ગામમાં છે. આ પ્રાચીન હનુમાનજીનાં મંદિરને કષ્ટભંજન હનુમાન મંદિરનાં નામથી જાણવામાં આવે છે. માનવામાં આવે છે કે જે પણ ભક્ત આ મંદિરમાં હનુમાનજીનાં દર્શન કરવા આવે છે અને ભક્તિ કરે છે, તેમનાં પરથી શનિદેવનો પ્રકોપ દુર થઈ જાય છે. માનવામાં તો એવું પણ આવે છે કે શનિદેવ હનુમાનજીનાં ભક્તોને ક્યારેય પણ પરેશાન કરતા નથી.