ગુજરાતનાં આ પાંચ ગામમાં હવે દારૂ પીવાની મળશે છુટ, હટાવવામાં આવશે દારૂબંધી

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી લોકો સરળતાથી દારૂ પી શકતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતનાં ચાર ગામ અને સૌરાષ્ટ્રમાં એક ગામ છે, જેને હવે દારૂબંધી માંથી મુક્તિ મળશે. પર્યટન સ્થળોનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવતા આ ચાર ગામ હવે દારૂબંધીને આધીન રહેશે નહી એટલે કે આ ગ્રામીણ ક્ષેત્રમાં લોકો હવે દારૂ પી શકશે. ગુજરાતનાં દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીનાં કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડાયેલા આ ચાર ગામ અને સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાની નજીક આવેલું એક ગામ યુનિયન ટેરિટરીમાં સામેલ થશે, જેનાં લીધે દારૂબંધીથી આ ગામ પ્રભાવિત રહેશે નહીં.

Advertisement

વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં ચાર ગામ જે થોડા સમયમાં પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે. આ ગામ મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન છે, જ્યારે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારા પર આવેલ ઘોઘલા ગામનો એક ભાગ દિવ ક્ષેત્રને સોંપી દેવામાં આવશે. આ પ્રકારે કુલ ૫ ગામ એવા છે, જેમનો સીમિત ક્ષેત્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં વિલય થઈ જશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. ગોવામાં ૨૮ જાન્યુઆરીનાં રોજ થનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. જેમ-જેમ આ નવા ક્ષેત્ર કેન્દ્રશાસિત પ્રદેશ બનતા જશે, તેમ-તેમ પર્યટન ગતિવિધિઓ વધારે મહત્વપુર્ણ થતી જશે. કપરાડા તાલુકાનાં મેઘવાલ ગામ સંપુર્ણ રીતે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલ છે. જ્યારે ત્રણ ગામ મધુબન, જલાશય અને દાદરા નગર હવેલી ક્ષેત્રની વચ્ચે આવેલ છે.

આ ગામને ગુજરાતમાંથી મુક્ત કરીને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવવાની માંગણી હવે સાચી સાબિત થતી નજર આવી રહી છે. આ પ્રકારે સૌરાષ્ટ્રમાં દિવ સાથે જોડાયેલ અમરેલીમાં ઘોઘલા એક ગામ એવું છે, જે કેન્દ્ર શાસીત પ્રદેશ દિવમાં સામેલ થવાની સંભાવનાં રહેલી છે. આ ઘોઘલા ગામ સહિત દક્ષિણનાં ચાર ગામ પર્યટન ગતિવિધિઓમાં સામેલ થવાથી સ્થાનીય રોજગારનાં અવસર ઉભા થશે.

Advertisement